For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુખશાંતિ મેળવવા કરો બુધવારનું વ્રત, જાણો વિધિ અહીં

આજે બુધદેવનો બુધવાર, જે ભગવાન ગણેશને પ્રીય છે.આ દિવસે કરો બુધવારનુ વ્રત અને મેળવો ઉત્તમ ફળ. તેની કથા અને વ્રત વિધિ વાંચો અહીં..

By Desk
|
Google Oneindia Gujarati News

હિંદુ પૌરાણિક ગ્રંથોમાં બુધવારના દિવસે બુધદેવનું વ્રત કરવામાં આવે છે. બુધદેવ જ બુધવારના અધિપતિ મનાય છે. તેની સાથે જ બુધવારનો દિવસ એ ગણપતિનો દિવસ મનાય છે. ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ છે અને આ દિવસે દરેક કામ કરવું શુભ મનાય છે. આજે જ્યારે આપણા બધાના ઘરે ગણેશજી બિરાજમાન છે, ત્યારે બુધવારે આ વ્રત કરવુ વધુ ફળ દાયક છે. આજે અમે તમને જણાવીશું કે બુધદેવના વ્રતની કથા અને પૂજા અર્ચના કેવી રીતે કરવી.

બુધવાર વ્રતની કથા

બુધવાર વ્રતની કથા

એક વખતની વાત છે. એક વ્યક્તિ પોતાની પત્નીને લઈ પોતાના સાસરે જઈ રહ્યો હતો. ત્યાં થોડા દિવસો રહ્યા બાદ તેણે પોતાના સાસુ-સસરાને પત્નીને વિદાઈ આપવા કહ્યુ. તેના સાસરી વાળાએ આજે બુધવાર છે તેમ કહી વિદાઈની ના પાડી દીધી અને કહ્યુ, આજના દિવસે બુધદેવની પૂજા કર્યા બાદ, પ્રસાદ લઈને જ ક્યાંય જવું જોઈએ, વચ્ચે જવું અશુભ હોય છે. પરિણામે તમે આજે ન જશો, કાલે વિદાઈ કરી દઈશું. તે વ્યક્તિ આ વાત સાભળી નારાજ થયો અને હઠ કરી પોતાની પત્નીને લઈ ચાલતો થયો. રસ્તામાં પોતાની પત્નીને તરસ લાગી, તે વ્યક્તિ પોતાની પત્નીને રથમાં મુકી પોતે પાણી લેવા ગયો. જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું તો તેના જેવો જ દેખાવનારો અને તેના જેવી જ વેશભૂષા પહેરેલી કોઈ વ્યક્તિ રથ પર તેની પત્ની સાથે બેઠો હતી.

બંને વચ્ચે યુદ્ધ થયુ

બંને વચ્ચે યુદ્ધ થયુ

તે ગુસ્સામાં આવી ગયો અને તેને પુછ્યુ કે તુ કોણ છે? અને મારી પત્ની પાસે બેસવાની હિંમત તે કેવી રીતે કરી? બીજો વ્યક્તિ બોલ્યો કે હું મારી પત્ની સાથે બેઠો છું. હું તેને હમણા વિદાઈ કરાવીને લાવ્યો છું. આ વાતે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને આ સમયે રાજાના સૈનિકો આવી બંનેને પકડીને લઈ ગયા. તમામ વાત જાણી તેમણે તેની પત્નીને પુછ્યુ કે તમારો સાચો પતિ કોણ છે? ત્યારે પત્ની પણ ચૂપ થઈ ગઈ અને તેને પણ કંઈજ સમજાતુ નહ્યોતુ. આ વિચિત્ર સ્થિતિને જોઈ તે વ્યક્તિ હેરાન થઈ ઈશ્વરને પોકારવા લાગી કે આ લીલા સામે મારી રક્ષા કરો. ત્યાંજ આકાશવાણી થઈ કે મૂર્ખ! આજે બુધવારના દિવસે તારે ગમન ન કરવું જોઈએ. તને બધાએ રોક્યો પણ તે કોઈની વાત માની નહિં. જેથી ભગવાન બુધ તમારાથી રિસાઈ ગયા છે. આ બધી રાસલીલા તેમની રચેલી છે. આકાશવાણી સાંભળી તે વ્યક્તિએ તરત બુધદેવની માફી માંગી અને વ્રતનો સંકલ્પ કર્યો. તેની સાથે જ બીજો વ્યક્તિ ગાયબ થઈ ગયો. ઘરે પહોંચી આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે બુધવારનું વ્રત કરવાનું શરૂ કર્યુ. જેનાથી તેના જીવનના તમામ દુઃખો ખતમ થઈ ગયા અને તેનું જીવન સુખમાં વીતવા લાગ્યુ.

વ્રતની વિધિ

વ્રતની વિધિ

બુધવારનું વ્રત ગ્રહશાંતિ માટે સૌથી વધારે અસરકારક મનાય છે. આ વ્રત કરવાથી તમામ ગ્રહોની કુદ્ષ્ટિથી બચી શકાય છે અને જીવનના તમામ સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં લીલી વસ્તુઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ મનાય છે. આ વ્રતમાં દિવસે કે રાત્રે એક જ વાર ભોજન કરવું જોઈએ. વ્રતના અંતમાં ભગવાન શંકરની પૂજા ધૂપ, બીલીપત્ર વગેરેથી કરવું જોઈએ, પૂજા પછી બુધવારની વાર્તા જરૂર વાંચવી.

ભગવાન ગણેશ

ભગવાન ગણેશ

સામાન્ય રીતે બુધવારના દિવસે કોઈપણ કામ ભગવાન ગણેશનું નામ લઈ અને વિધ્નકર્તા તમારા તમામ વિઘ્નો દૂર કરશે તે આશાએ શરૂ કરવું જોઈએ. ભગવાન બુધદેવ પણ આ વ્રત કરનારની દરેક મુશ્કેલીઓ સામે રક્ષા કરે છે અને તેને સર્વ સુખ પ્રદાન કરે છે. આ કથાને સાંભળનાર અને વાંચનારને બુધવારે બહાર જવા કે પ્રવાસ પર કોઈ દોષ નડતો નથી. હા, પણ એટલું જરૂર યાદ રાખવું કે કથા બાદ આરતી કરી પ્રસાદ લીધા બાદ જ ઘરેથી નીકળવું, પછી પ્રવાસમાં કોઈ મુશ્કેલી આવશે નહિં. ભગવાન બુધદેવ પોતાના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે

English summary
People should do the Wednesday fast to calm their mercury with all pleasures. You have to take food only once in a day during Wednesday fast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X