શરીરના અંગોનું ફરકવું શુભ કે અશુભ? જાણો અહીં..

Posted By:
Subscribe to Oneindia News

શરીરના અંગોના ફરકવા પાછળ ખાસ અર્થ છુપાયેલો હોય છે. આ અંગે આપણા શાસ્ત્રોમાં ઘણી ચર્ચાઓ થયેલી છે. શરીરના અંગોનું ફરકવું શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. વિવિધ અંગો ફરકવાનો અર્થ જુદો-જુદો થતો હોય છે. જ્યોતિષ અનુસાર, અંગોના ફરકવાની ક્રિયાને આધારે તમે જાણી શકો છો કે, તમારા નજીકના ભવિષ્યમાં ઘટનાર ઘટનાઓ તમને સુખ આપશે કે દુઃખ. તો આવો જાણીએ, શરીરના વિવિધ અંગો ફરકવાનો અર્થ શું થાય છે?

મુખ ફરકે તો...

મુખ ફરકે તો...

 • માથું ફરકવાથી જમીનનો લાભ થાય છે.
 • જો તમારું મુખ ફરકે તો સમજો તમને સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે.
 • જો તમારું ગળું ફરકે તો તમને ભવિષ્યમાં ઐશ્વર્યનો લાભ થાય છે.
 • હોઠ ફરકે તો ગમતી વસ્તુની પ્રાપ્તિ થાય છે.
 • માથું ફરકે તો સમજી લેજો કે દ્રવ્યથી લાભ થશે.
 • દાઢી ફરકવાથી ડર વધે છે.
 • જો તમારી ગરદન ફરકે તો દુશ્મનોથી હાનિ થાય છે.
આંખ ફરકે તો...

આંખ ફરકે તો...

 • આંખ ફરકવાથી તમારી પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થાય છે.
 • જો આંખનો ઉર્ધ્વ ભાગ ફરકે તો કામમાં વિજયી બનશો.
 • જો કોઈ વ્યક્તિની બંન્ને ભ્રમરો ફરકે તો સુખની પ્રાપ્તિ થાય છે.
 • જો નેત્ર પટલ ફરકે તો રાજ્યથી લાભ થાય છે.
 • આંખની મણી ફરકે તો વ્યક્તિને સ્ત્રી સુખ મળે છે.
 • આંખની પલકો ફરકે તો વ્યક્તિને સુખ મળે છે.
 • આંખનો ખૂણો ફરકે તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
 • આંખની નજીકનો ભાગ ફરકે તો પ્રિય વ્યક્તિનું આગમન થાય છે.
હાથ કે પગ ફરકે તો...

હાથ કે પગ ફરકે તો...

 • જો પગનું તળિયું વારંવાર ફરકે તો વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે અને પ્રવાસની તક મળે છે.
 • જાંઘ ફરકવાથી વ્યક્તિના તેના બોસ સાથેના સંબંધો સારા થાય છે, નોકરીમાં કૃપા રહે છે.
 • ઘુંટણ ફરકે તો દુશ્મનો વધે છે.
 • જમણી હથેળી ફરકવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
 • ડાબી હથેળી ફરકે તો પૈસાનો ખર્ચ થાય છે.
 • હાથનો મધ્ય ભાગ ફરકે તો ધનનું આગમન થાય છે.
 • શરીરની ભુજાઓ ફરકે તો પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સાહસમાં વધારો થાય છે.
 • ખભાના ફરકવાથી ભૌતિક વસ્તુઓમાં વધારો થાય છે અને સમૃદ્ધિ આવે છે.
પેટ કે પીઠનો ભાગ ફરકે તો...

પેટ કે પીઠનો ભાગ ફરકે તો...

 • પીઠ ફરકવાથી કોઈ કાર્યમાં પરાજય થવાનો સંકેત મળે છે.
 • કમરની પાછળનો ભાગ ફરકે તો કાર્યોમાં સફળતા મળે છે.
 • જો તમારું ગુદા દ્વાર ફરકે તો કોઈ રોગ થવાનો છે.
 • હૃદય ફરકે તો ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
 • પેટ ફરકે તો પૈસા વધે છે.
 • નાભિનો ભાગ ફરકે તો પતિ દ્વારા સ્ત્રીને શારીરિક દુઃખ મળે છે.
 • જો કોઈના વક્ષ સ્થળ ફરકે તો સમજો કે તેને કામોમાં સફળતા મળશે.
English summary
Here is the article by Jyotish Anuj K Shukla telling you, what happens when any part of the body vibrate frequently.
Please Wait while comments are loading...