ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત,શું શીખવી જાય છે 'ગણેશ વિસર્જન'

Written By:
Subscribe to Oneindia News

આખો દેશ આ સમયે ગણેશ વિસર્જનમાં ડુબેલો છે, 25 ઓગસ્ટે શરૂ થયેલો ગણેશ ઉત્સવ 5 સપ્ટેમ્બરે પૂરો થશે. એટલેકે 5 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ક્યાંક ગણપતિ એક દિવસ, ક્યાંક 3 દિવસ, ક્યાંક 5 દિવસ, તો ક્યાંક 7 દિવસ તો ક્યાંક પૂરાં 10 દિવસ બિરાજે છે. પણ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ખતમ થશે અને આ દિવસે ગણેશની પ્રતિમાનું વિસર્જન કોઈ પણ ભોગે થવું જોઈએ.

શું છે વિસર્જન?

શું છે વિસર્જન?

'વિસર્જન' શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે 'પાણીમાં વિલિન થવું'. આ પ્રક્રિયા સન્માન સુચક છે, જેથી ઘરમાં પૂજા માટે ઉપયોગમાં લીધેલી મૂર્તિઓને વિસર્જિત કરી તેને સન્માન આપવામાં આવે છે. ભગવાનની મૂર્તિ પાણીમાં ભળી જાય છે. વિલિન થઈ જાય છે

ગણેશ વિસર્જન શું શીખવે છે?

ગણેશ વિસર્જન શું શીખવે છે?

ગણેશ વિસર્જન શીખવે છે કે, માટીમાં જન્મેલા શરીરને એક દિવસ માટીમાં મળી જવાનું છે. ગણેશની પ્રતિમા માટીની બનેલી છે અને પૂજા બાદ તે માટીમાં ભળી જવાની છે. ગણપતિને મૂર્તિરૂપે આવવા માટે માટીનો સહારો લેવો પડે છે, માટી પ્રકૃતિની દેન છે, પણ જ્યારે ગણેશ પાણીમાં વિલિન થાય છે ત્યારે તે ફરી પ્રકૃતિમાં ભળી જાય છે. એનો અર્થ એ છે કે જે લીધુ છે તે પાછુ આપવાનું છે, ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે.

ઈશ્વર નિરાકાર છે

ઈશ્વર નિરાકાર છે

આ ધર્મ અને વિશ્વાસની વસ્તુ છે કે, આપણે ગણપતિને આકાર આપીએ છીએ, પણ ઈશ્વરતો નિરાકાર છે અને બધે જ વ્યાપેલા છે. જે પણ આકાર લે છે તેને સમાપ્ત થવું પડે છે, પરિણામે વિસર્જનની પ્રથા છે. વિસર્જન શીખવે છે કે, જે વ્યક્તિ જન્મ લે છે તેણે આગલો જન્મ લેવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવો પડે છે. ગણપતિની મૂર્તિ બને છે, તેની પૂજા થાય છે પણ ફરી તેને આવતા વર્ષે પાછુ આવવા માટે વિસર્જિત થવું પડે છે. જીવન પણ આવું જ છે, પોતાની જવાબદારીઓને પૂરી કરો અને સમય પૂરો થતા નવા જન્મ માટે શરીરનો ત્યાગ કરો.

મોહ-માયાને ત્યાગો

મોહ-માયાને ત્યાગો

વિસર્જન શીખવે છે કે સાંસારિક વસ્તુઓથી વ્યક્તિને મોહ ન થવો જોઈએ, કારણ કે એક દિવસ તેને છોડીને જવાનું છે. ગણપતિ ઘરમાં આવે છે, તેમની પૂજા થાય છે અને ત્યારબાદ મોહ-માયા છોડી આપણાથી વિદાઈ લે છે. તેવી જ રીતે જીવન પણ છે, જેને એક દિવસ છોડીને જવાનું જ છે, પરિણામે મોહ-માયાને ત્યાગી દેવી જોઈએ.

ગણેશ વિર્સજન શુભ મુહૂર્ત

ગણેશ વિર્સજન શુભ મુહૂર્ત

ગણેશ વિસર્જની તિથિ: 4 સપ્ટેમ્બર, 2017ના રોજ ચતુર્દશી તિથિએ સવારે 12:14 વાગે શરૂ થશે અને 5 સપ્ટેમ્બર, 2017ના રોજ 12:41 વાગે સમાપ્ત થશે.

વિસર્જન મુહૂર્ત

  • સવારે (ચાર, લાભ, અમૃત) - 09:32 થી 14:11 સુધી
  • બપોરે (શુભ) = 15: 44 થી 17:17 સુધી
  • સાંજે (પ્રયોગ) = 20:17 થી 21: 44 સુધી

  • રાત્રે (શુભ, અમૃત, ચાર) = 23:11 વાગ્યે
English summary
During Ganesh Chaturthi, the idol used for worship is seen as a temporary vessel that holds the spiritual form of Lord Ganesha. Once the period of worship is over, the idol submerged in a water body. here is Important facts about Ganesh Visarjan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.