શું તમે જાણો છો કે સગાઈ વખતે શા માટે હાથમાં રિંગ પહેરાવામાં આવે છે?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ફિલ્મોમાં તમે જોયું જ હશે કે રિંગ સેરમનીને કેટલી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફિલ્મી દુનિયાએ આજે એક ટ્રેન્ડ ઉભો કર્યો છે કે લગ્ન પહેલા કોઈ મોટો પ્રસંગ હોય તો તે છે રિંગ સેરેમની અને મહેંદી. તેની સાથે તમે એ પણ જાણ્યુ જ હશે કે નવા સંબંધની શરૂઆત માટે આ રિંગને કઈ આંગળીમાં પહેરાવામાં આવે છે. પણ શું તમે ક્યારેય જાણ્યુ કે, આ રિંગ સેરેમનીને આટલું મહત્વ કેમ અપાય છે? રિંગ સેરેમની શા માટે રાખવામાં આવે છે? આખરે શા માટે છોકરો-છોકરી લગ્નના પહેલા રિવાજ હેઠળ એકબીજાને રિંગ પહેરાવે છે? જો તમારો જવાબ ના હોય તો આજે અમે તમને આ વિશે જણાવિશું..

સંબંધો જોડાવાની શરૂઆત

સંબંધો જોડાવાની શરૂઆત

વીંટી વિના લગ્નની શરૂઆત નથી થતી. કારણ કે રિંગ સેરેમનીથી જ સંબંધો જોડાવાની પહેલ થાય છે, તેને પ્રેમનું પહેલું નજરાણું પણ કહે છે. તેની સાથે જ સ્ત્રીઓના વિવિધ શ્રૃંગારોમાંનું એક શ્રૃંગાર એ વીંટી છે. જો કે તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેનું વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક મહત્વ પણ છે.

શ્રંગારોમાંનું એક શ્રૃંગાર એટલે વીંટી

શ્રંગારોમાંનું એક શ્રૃંગાર એટલે વીંટી

મહિલાઓના 16 શ્રૃંગારોમાંનું એક શ્રૃંગાર વીંટી છે. આ 16 શ્રૃંગારમાં 12મો શ્રૃંગાર મનાય છે. સગાઈની વીંટી હંમેશા ત્રીજા નંબરની આંગળીએ પહેરવામાં આવે છે. જેને રિંગ ફિંગર કહે છે. એવું કહેવાય છે કે આ આંગળીની નસ સીધી દિલ સુધી જાય છે.

હર્ષ અને ઉન્નતિનો અહેસાસ

હર્ષ અને ઉન્નતિનો અહેસાસ

વીંટી પહેરવાથી હાથોની આંગળીઓ પર એક સમાન પ્રેશર જળવાઈ રહે છે. જે આ ભાગમાં લોહીના ભ્રમણનું સંતુલન જાળવી રાખે છે. આજ કારણે વધુ ઘરેણા પહેરનારા લોકોને બીપીની તકલીફ રહેતી નથી. વીંટી જો સોનાની હોય તો તે વ્યકિતને ખુશીઓ અને ઉન્નતિનો અહેસાસ કરાવે છે અને જો ચાંદીની હોય તો તે વ્યકિતને ધૈર્ય પ્રદાન કરે છે.

ધાતુ પ્રમાણે અસર

ધાતુ પ્રમાણે અસર

વીંટી મોતીની હોય તો તે વ્યકિતના ગુસ્સાને શાંત કરે છે અને જો હીરાની હોય તો વ્યકિતને ધની હોવાની માનસિકતાનો અહેસાસ કરાવે છે. તેની સાથે જ તે વ્યકિતના મગજને સ્વસ્થ રાખે છે. કારણ કે હીરાને કારણે નેગેટીવ વિચારો અને નકારાત્મક ઉર્જાનો અંત થાય છે. હાથની નાની આંગળીમાં વીંટી પહેરવાથી છાતીના દુઃખાવા અને અસ્થમામાં ફાયદો મળે છે. તાંબાની વીંટી પહેરનાર વ્યકિતને પેટના રોગોમાંથી મુક્તિ મળે છે.

English summary
The Introduction to the Exchange of Rings of a wedding ceremony explains the symbolism and meaning behind the giving of the rings to the bride and groom.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.