શું તમે જાણો છો તમારી સુંદરતા કયા ગ્રહોને આભારી છે?

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને ચંદ્રને સૌદર્યનો કારક માનવામાં આવે છે. શુક્ર ભૌતિક સુખો તરફ આકર્ષે છે અને ચંદ્ર આધ્યાત્મિક સુખોને મેળવવાની લાલસામાં વધારો કરાવે છે. આકર્ષક વ્યક્તિત્વ શુક્રને કારણે હોય છે અને ચંદ્રથી સૌમ્યતા, નિર્મળતા, શીતલતા, કમનીયતા જેવા ગુણોમાં વધારો થાય છે. કુંડળીમાં આ બંને ગ્રહોની યુતીથી જાણી શકાય છે કે જાતકોનું સૌદર્ય કેવું છે.

સુંદર દેખાવ

સુંદર દેખાવ

કુંડળીમાં કોઈ પણ ભાવમાં જો શુક્ર અને ચંદ્ર એક સાથે બેઠા છે તો જાતક દેખાવમાં સુંદર અને આકર્ષક લાગે છે. આ ગ્રહો પર જો પાપ દ્રષ્ટિ હોય તો ત્વચાને લગતા રોગોને કારણે સૌદર્ય ફીકું પડી જાય છે. જો મંગળની રાશિ મેષ, વૃશ્ચિકમાં શુક્ર અને ચંદ્રની યુતી છે તો વ્યક્તિ લાલાસ પડતો અને ગોરો હોય છે, દેખાવમાં ખૂબ સુંદર હોય છે. તેના ચહેરા પર મંગળનો પ્રભાવ જોઈ શકાય છે. હસતી વખતે ચહેરો લાલ થઈ જાય છે.

ચામડીનો ગોરો રંગ

ચામડીનો ગોરો રંગ

કુંડળીમાં શુક્ર પોતાની રાશિ વૃષભ, તુલા કે ઉચ્ચ રાશિ મીનમાં હોય તો શુક્રનો પ્રભાવ વ્યક્તિ પર વધારે પડે છે. શુક્રની સાથે ચંદ્રની યુતી હોવાને કારણે જાતકનો ગોરો રંગ નીખરીને સામે આવે છે. ચામડીનો રંગ દુધિયો હોય છે.

આકર્ષક શારીરિક બાંધો

આકર્ષક શારીરિક બાંધો

જો શુક્ર અને ચંદ્રની યુતિ ગુરુની રાશિ ધન, મીનમાં હોય તો વ્યક્તિનો શારીરિક બાંધો સુંદર હોય છે. અને ગુરુના પ્રભાવને કારણે ગોરો રંગ સોનાની જેમ ચમકે છે. તેમની સૌદર્યતા લોકોને પોતાના પ્રત્યે આકર્ષે છે. એવા લોકો શિક્ષક, ગુરુ, કથાવાચક, જ્યોતિષ હોય છે. જો શનિની રાશિ મકર, કુંભ અને ચંદ્રની યુતિ છે તો જાતક લાંબો હોય છે. તેમની ત્વચામાં ચળકાટ હોય છે, પણ રંગ શ્યામ હોય છે. શરીરનો બાંધો સામાન્ય હોય છે.

કાતિલ નયન નક્શ

કાતિલ નયન નક્શ

જો બુધની રાશિ મિથુન, કન્યામાં શુક્ર અને ચંદ્રની યુતિ હોય તો જાતકના નયન નક્શ કાતિલ હોય છે. જોવામાં તે અત્યંત આકર્ષક હોય છે. બુધની રાશિમાં શુક્ર હોય તો તે બધાનો ચહિતો બને છે.

કોમળ નજરો અને આકર્ષક સૌદર્ય

કોમળ નજરો અને આકર્ષક સૌદર્ય

જો ચંદ્રની રાશિમાં શુક્ર અને ચંદ્રની યુતિ છે તો વ્યક્તિની નજર કોમળ અને સોદર્ય આકર્ષક હોય છે. એવી વ્યક્તિ બધાને પ્રભાવિત કરી લે છે. સૂર્યની રાશિ સિંહમાં ચંદ્ર અને શુક્રની યુતિ રહેતા વ્યક્તિ તેજ મગજનો, સુંદર શારીરિક બાંધો, પર્યાપ્ત લંબાઈ સાથે ચળકાટવાળી સ્કિન ધરાવે છે. વધારે તડકામાં રહેવાને કારણે ત્વચાનો રંગ ફીકો પડી જાય છે માટે તેની પૂરીં તકેદારી રાખવી પડે છે.

English summary
Beauty is powered by confidence; when confidence is on its top gear, success will be yours. here is relation between beauty and astrology.
Please Wait while comments are loading...