આખરે શું છે નવરાત્રી અને રામનવમીનું કનેક્શન ?

Posted By:
Subscribe to Oneindia News

5 એપ્રિલ 2017ના રોજ રામનવમી ઉજવવામાં આવશે. ચૈત્ર માસની નવમીને રામના જન્મદિવસના રૂપે ઉજવવામાં આવે છે. તમારા મનમાં હંમેશા પ્રશ્ન ઉભો થતો હશે કે આખરે નવરાત્રી માં શા માટે રામની પૂજા કરવામાં આવતી હશે.

ram

બંનેએ અસુરોનો વિનાશ કર્યો હતો

વાસ્તવમાં હકીકત એવી છે કે માતા અંબાએ ચંડ, મુંડ, શુંભ, ચિક્ષુપર, મહિસાસુર જેવા દાનવોનો વિનાશ કર્યો હતો, ત્યાંજ ભગવાન રામે પણ રાવણનો વિનાશ કર્યો હતો.

ભગવાન રામે પણ માતા અંબાની ઉપાસના કરી હતી

ભગવાન રામ અને માતા દુર્ગા બંને એ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પુરાણો પ્રમાણે ભગવાન રામે માતા દુર્ગાની ઉપાસના કરી શક્તિઓ પ્રાપ્ત કરી હતી.

ram

રામનો અર્થ

રામનો અર્થ થાય છે 'रमन्ते योगिनो यस्मिन् स राम:' એટલે કે યોગિગણ પોતાના ધ્યાનમાં જેને જોવે છે, તે છે રામ. રામનો અર્થ છે, કલ્યાણકારી અગ્નિ અને પ્રકાશ.

દુર્ગા પૂજાની સાથે રામકથા

માતા દુર્ગા શક્તિ અને શાંતિની માનક છે, પરિણામે નવરાત્રીમાં રામચરિત-માનસનું વિધાન છે અને જાતક દુર્ગા પૂજાની સાથે સાથે રામકથાનો પણ પાઠ કરે છે.

maa

યોગ અને ભોગ બંને ફળો આપનારો ગ્રંથ

દુર્ગા -સપ્તશતી સંપૂર્ણ રીતે તંત્ર-ગ્રંથ છે. રામ કથા મોક્ષ કે યોગ ની તરફ લઈ જનારી વિદ્યા છે. રામ ઋષિ સંસ્કૃતિના પ્રતિક પુરૂષ છે. ભારતીય સંસ્કૃતિ ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું સમ્મિલિત સ્વરૂપ છે.

રામ અને નવરાત્રી

બંને નવરાત્રી માં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીમાં જ્યાં ભગવાન રામનો જન્મદિવસ ઉજવાય છે ત્યાં શારદીય નવરાત્રીમાં દશેરા મનાવવાનો રિવાજ છે. રાવણ પર વિજય મેળવવાને કારણે તેને વિજ્યાદશમી કહેવાય છે.

English summary
5th April 2017, the day of Ram Navami is celebrated as the birthday of the Lord Ram, here is unic relation between ram navami and navratri.
Please Wait while comments are loading...