સન નંબર દ્વારા જાણો તમારા વ્યક્તિત્વના રહસ્યો વિશે...

Posted By:
Subscribe to Oneindia News

તમારા વ્યક્તિત્વને જાણવા જ્યોતિષ વિદ્યા જેટલી મહત્વની પૂરવાર થઈ છે, તેટલી જ મહત્વની છે. તમારી સન સંખ્યા. જેના દ્વારા તમે તમારા વ્યક્તિત્વ વિશેના કેટલાક ધટ્ટ રહસ્યો વિશે જાણી શકો છો. પ્રશ્ન એ છે કે તમે તમારા સન નંબરને કેવી રીતે શોધશો. સન નંબર શોધવા માટે આ પગલા અનુસરો... તમારી સન સંખ્યા શોધવા માટે તમારે ફક્ત તમારા જન્મનો મહિનો અને દિવસને ઉમેરવાની જરૂર છે.

ઉદાહરણ તરીકે - જો તમે જાન્યુઆરી માસમાં જન્મ્યા હોવ અને તમારો જન્મ દિવસ નવમીએ આવે તો સંખ્યાઓ 1+9=10 ઉમેરો, પછી તે એક અંક 10=1માં ઘટાડો. હવે 1 એ તમારી સન સંખ્યા છે. તે જ રીતે જન્મ તારીખ પ્રમાણે ગણતરી કરો અને તે એક અંકમાં ઘટાડો. આવેલા નંબર તમારો સન નંબર છે, તે વિશે હકિકતો તમે શોધી લો.

1

1

સન નંબર 1 વાળા સિધ્ધાંતોને લઈ હઠીલા છે, પણ આ જ વસ્તુ તેમને એક આદર્શ જીવન જીવતા અટકાવે છે. ભૂતકાળની યોજના, કારકિર્દી અને સંબંધોમાં તેઓ યોગ્ય પસંદગી નથી કરી શક્યા તે માનવું તેમના માટે અધરુ છે. તેઓ નિષ્ફળતાનો સામનો કરી શકતા નથી. તેઓ ભૂતકાળના અનુભવોથી શીખે છે, અને જરૂરિયાતો મુજબ વિકાસ કરે છે.

2

2

આ લોકો સામાન્ય રીતે જીવનના વિકલ્પો પ્રત્યેના દ્રષ્ટિકોણને લઈ ખૂબ જ સચેત હોય છે. મુશ્કેલી અને ડરને દૂર કરવાના રસ્તા તેઓ શોધી કાઢે છે. તેઓ ભય સામે ડરવાને બદલે નવા નવા પ્રયોગો કરે છે, જેને કારણે તમેના પ્રયત્નો તેમનો વિકાસ વધારે છે.

3

3

તેઓ સર્જનશીલ વ્યક્તિઓ છે. તેમની કલ્પનાશીલતા કુદરતની દેન હોય છે. સંબંધોને લઈ તેઓ વધુ લાગણીશીલ રહે છે, સંબંધ તૂટવાનો ખ્યાલ પણ તેમને ડરાવી મુકે છે. માહિતી મેળવવા તેઓ કોઈ પણ પડકાર ઝીલી લે છે. સાચા હેતુ માટે તેઓ પોતાનું જીવન જીવતા હોય છે.

4

4

તેઓ પોતાના લક્ષ્યને સમર્પિત રહે છે. તેમની સ્થિતિ સ્થાપકતા ઉચ્ચકક્ષાની હોય છે. દરેક કામનો યોગ્ય સમય અને પરિણામની ગંભીરતાને તેઓ સમજી લે તો તેઓ પોતાના જીવનમાં વધુ ખુશ રહી શકે છે.

5

5

ફેરફારો કરવાની તેમનામાં અદભૂત ક્ષમતા હોય છે. બોલવાની શૈલી પણ તેમની અદભૂત હોય છે. સ્વભાવમાં રહેલી અત્યંત ઉત્સુકતા તેમને નુકશાન કરે છે. કેટલાક નિર્ણાયક નિર્ણયોને વળગી રહેવું તેમના માટે જરૂરી છે.

6

6

આ લોકો પાસે તમામ લોકોને ખુશ કરવાની કળા હોય છે. તેઓ સંબંધોમાં અદભૂત સંતુલન જાળવીને ચાલે છે. તેઓ પોતાના કરતા પહેલા બીજાની જરૂરિયાતોને મહત્વ આપનારા હોય છે.

7

7

જે લોકોની સન સંખ્યા 7 છે તેઓ સ્વભાવે ફિલોસોફર હોય છે. તેઓ ખૂબ સરળતાથી માહિતીની નીચે છુપાયેલા અર્થને સમજી શકે છે. નવા સંબંધોની શરૂઆત કરવામાં તેમને શરમ અને સંકોચ નડે છે.

8

8

આ લોકો સૂર્યથી પ્રભાવિત હોય છે. ભોતિક કબજા વિના તેઓ પોતાના જીવનને લઈ સંતુષ્ટ હોય છે. પોતાની ઈચ્છાઓ અને આવેગો પર તેમનું અદભૂત નિયંત્રણ હોય છે. બીજા માટે જતુ કરવાની ભાવના અને વિશ્વાસ તેમને પ્રગતિ તરફ લઈ જાય છે.

9

9

સન નંબર 9 વાળા લોકો અત્યંત મજબૂત અને પ્રભાવિત વ્યકિત્વ ઘરાવનારા હોય છે. જેમની સાથે તેઓ જોડાય છે પૂરા તન-મનથી જોડાય છે. તેઓ લાગણીઓથી લોકો સાથે જોડાયેલા રહેવું વધુ પસંદ કરે છે. તેઓ પોતાની જરૂરિયાતોને શોધી કાઢી, પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવનારા હોય છે.

English summary
These are some of the secrets revealed by your Sun Numbers. Check out what exactly these reveal about your personality.
Please Wait while comments are loading...