ગણેશ ચતુર્થી ક્યારે છે? 10 દિવસ સુધી ચાલશે ઉત્સવ, જાણો ગણેશ વિસર્જનની તારીખ

ગણેશ ચતુર્થી ક્યારે છે? 10 દિવસ સુધી ચાલશે ઉત્સવ, જાણો ગણેશ વિસર્જનની તારીખ

ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં આ પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે. જ્યાં ગણેશ ચતુર્થીને મહોત્સવના રૂપમાં ઉજવવાની પરંપરા છે. દસ દિવસ સુધી ચાલનાર આ મહોત્સવનો પ્રારંભ ક્યારે થઈ રહ્યો છે? આવો જાણીએ...

GANESH CHATURTHI

પંચાંગ મુજબ ગણેશ ચતુર્થીનો પર્વ ભાદ્રપદ મહિને એટલે કે ભાદો માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. પરંપરા મુજબ ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. પહેલા દિવસે ગણપતિ બાપ્પાની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. દસ દિવસ બાદ એટલે કે અનંદ ચતુર્દશીએ ગણપતિ વિસર્જન પંચાંગ મુજબ 9 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવશે. પૈરાણિક માન્યતા છે કે ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની વિધિ પૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે.

ગણેશ ચતુર્થી 2022 ક્યારે છે?

  • ગણેશ ચતુર્થી તિથિ પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 3 વાગીને 33 મિનિટથી
  • ગણેશ ચતુર્થી તિથિ સમાપ્તઃ 31 ઓગસ્ટ 2022ના બપોરે 3 વાગીને 22 મિનિટ સુધી
  • ગણેશ ચતુર્થી વ્રતઃ 31 ઓગસ્ટ 2022

માન્યતા મુજબ ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ શરૂ થાય ચે. ગણેશ ભક્ત આ દિવસે ગણેશજી એટલે કે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે, અને દસ દિવસ સુધી તેની સેવા કરે છે.

ગણેશ પૂજનની વિધિ

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા પ્રારંભ કરતા પહેલાં સૂર્યોદય પૂર્વ સ્નાન કરવું જોઈએ. સાફ વસ્ત્ર ધારણ કરો. જે બાદ ગણેશ જી સમક્ષ બેસાને પૂજા શરૂ કરો. ગણેશજીનું ગંગાજળથી અભિષેક કરો તથા ગણેશજીને અક્ષત, ફૂલ, દૂર્વા ઘાસ, મોદક વગેરે અર્પિત કરો. આવું કર્યા બાદ ગણપતિ બપ્પા સામે ધૂપ, દીપક અને અગરબત્તી પ્રગટાવો. ગણેશજીની આરતી અને મંત્રોનો જાપ કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X