દિવાળીમાં લક્ષ્મી સાથે ગણપતિની પૂજા પાછળનુ રહસ્ય

Posted By:
Subscribe to Oneindia News

દિવાળીમાં ઘરે-ઘરે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. જેમાં લક્ષ્મીની સાથે ગણપતિની પૂજા પણ કરવામાં આવે છે.જ્યારે લક્ષ્મીએ ભગવાન વિષ્ણુની પ્રિય છે. તો પછી શું કારણ છે કે, વિષ્ણુને બદલે ગણેશ સાથે લક્ષ્મીની પૂજા કરવાની પ્રથા પ્રચલિત છે. લક્ષ્મી ધનની દેવી છે અને તેમની સવારી ઘુવડ છે. સામાન્ય રીતે ઘુવડ મુર્ખોની શ્રેણીમાં આવે છે. ઘુવડ દિવસે નહિં પરંતુ રાત્રે દેખાય છે.એટલે કે, તે રાત્રી ચર પાણી છે. પરિણામે એવુ મનાય છે, કે લક્ષ્મી પણ રાત્રે વિચરણ કરે છે.

diwali pooja

લક્ષ્મી ધનનુ પ્રતિક, જ્યારે ગણપતિ વિવેકનુ પ્રતિક

પૈસાની અતિ થતા લોકો હંમેશા પોતાનો વિવેક ખોઈ દે છે અને ધનનો દૂરઉપયોગ કરતા થઈ જાય છે. ધનનો સદઉપયોગ થાય, તેનો વિકાસમાં અને પરોપકારમાટે ઉપયોગ થાય તે માટે સદબુધ્ધિનુ હોવુ અત્યંત જરુરી છે. ગણપતિ બુધ્ધિના દેવતા છે. તેમની બે પત્નીઓ રિધ્ધિ અને સિધ્ધિ ઉપરાંત બે પુત્રો શુભ અને લાભ છે. માતા લક્ષ્મી ધનનુ પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ગણેશજી વિવેક અને બુધ્ધિનુ પ્રતિક છે. વિવેક વિના લક્ષ્મીનુ શુભ અને લાભ ન થઈ શકે.

દિવાળી પર લક્ષ્મી સાથે વિવેકની પણ આરાધના કરવી

આ કારણથી જ દિવાળીના પર્વે લક્ષ્મી સાથે ગણપતિની આરાધના કરવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે ધન વૃધ્ધિની કામના સાથે વિવેકની આરાધના પણ કરવી જોઈએ. કારણકે ધન આવે પણ વિવેક નહિ આવે તો, લક્ષ્મીનો સદઉપયોગ થઈ શકશે નહિં.

English summary
Diwali 2016: Why lakshmi ganesha are worshipped together? Read here more.
Please Wait while comments are loading...