દાન-કર્મનો ઉત્તમ દિવસ એટલે 'અક્ષય તૃતિયા', જાણો શુભ મુહૂર્ત

Posted By:
Subscribe to Oneindia News

વૈશાખ શુક્લ પક્ષની તૃતિયાને અક્ષય તૃતિયા કહે છે. અક્ષય તૃતિયા એટલે કે આ દિવસે કરનારા કામોનો ક્યારેય ક્ષય થતો નથી. ભલે તે પુષ્ણ કર્મ હોય કે પાપ કર્મ હોય. પરિણામે બને તેટલું આ દિવસે પુણ્ય કર્મ કરવું. આ વખતે અક્ષય તૃતિયાને લઈ થોડી ભ્રમની સ્થિતિ જણાઈ રહી છે. કેટલાક પંચાંગોમાં 28 એપ્રિલે તે કેટલાકમાં 29 એપ્રિલે અક્ષય તૃતિયા છે.

અક્ષય તૃતિયા તિથિ અને પૂજા શુભ સમય

અક્ષય તૃતિયા તિથિ અને પૂજા શુભ સમય

28 એપ્રિલે સવારે 10:31 મિનિટ સુધી તૃતિયા છે જે 29 એપ્રિલે સવારે 6:56 મિનિટ સુધી રહેશે. 28 એપ્રિલે બપોરે 1:40 મિનિટ સુધી કૃતિકા નક્ષત્ર છે ત્યારબાદ રોહિણી નક્ષત્ર શરૂ થઈ જશે. જે 28 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી રહેશે. આ વખતે ચતુર્થી તિથિનો ક્ષય થઈ રહ્યો છે. પૂજા શુભ મુહૂર્ત- 28 એપ્રિલ સવારે 10:29 વાગ્યાથી બપોરના 12:17 સુધી ખરીદી માટે શુભ મુહૂર્ત-28 એપ્રિલ બપોરે 12:20 મિનિટ થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે અને ફરી 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.

ભગવાન વિષ્ણુ અક્ષય તૃતિયાના દિવસે અવતરિત થયા હતા

ભગવાન વિષ્ણુ અક્ષય તૃતિયાના દિવસે અવતરિત થયા હતા

દાન કરવા માટે પવિત્ર ગણાતી અક્ષય તૃતિયાના દિવસે હિંદુ લોકો ઉપવાસ અને દાન કર્મ ફળને અક્ષય માને છે. એવું મનાય છે કે ભગવાન વિષ્ણુ વૈશાખ માસની અક્ષય તૃતિયાએ અવતરિત થયા હતા. ભગવાન વિષ્ણુનો ગરીબોની મદદ કરવું અતિ પ્રિય છે. જો કે હાલ અક્ષય તૃતિયાના દિવસે સોનું, ચાંદી અને આભૂષણ ખરીદવું એક ફેશન બની ગયુ છે. જે કો તે પાછળ કોઈ શાસ્ત્રીય ઉલ્લેખ નથી.

આ વસ્તુઓનું દાન કરવું

આ વસ્તુઓનું દાન કરવું

અક્ષય તૃતિયા ગરમીનુ ઋતુમાં આવે છે પરિણામે એવી વસ્તુઓનું દાન કરવું જોઈએ જે ગર્મીમાં રાહત આપે. દિવસે દાન અને ઉપવાસનું હજારગણું ફળ મળે છે. આ દિવેસ મહાલક્ષ્મીની સાધનાથી વિશેષ લાભ થાય છે. ખાસ કરીને છત્રી, દહીં, બુટ-ચંપલ, તડબૂચ-ટેટી, બીલી શરબત, જળ, હાથ પંખો, ટોપી, સુરાહી ડેવી વસ્તુઓનું દાન કરવાનું વિધાન છે.

આ તિથિનું મહાત્મય

આ તિથિનું મહાત્મય

જે લોકોના કામમાં વારંવાર અડચણો આવતી હોય, વેપારમાં નુકશાન થતું હોય, મહેનત કરવા છતાં ફળ ન મળતુ હોય, ધન ન ટકતું હોય કે ઘરમાં અશાંતિ રહેતી હોય તેવા લોકોએ અક્ષય તૃતિયાનું વ્રત કરવું અને ઉપરોક્ત વસ્તુઓનું દાન કરવું. તેનાથી આ સમસ્યાઓમાંથી છૂટકારો મળી છે. આ તિથિનું અનેક ગણું મહત્વ છે જેમકે..

સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ

સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ

ભવિષ્ય પુરાણ પ્રમાણે આ તિથિની યુગાદિ તિથિઓમાં ગણના થાય છે. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ આજ તિથિએ થયો હતો. ભગવાન પરશુરામનું અવતરણ.ભગવાન વિષ્ણુએ નર-નારાયણ અને પરશુરામનું અવતરણ આ તિથિએ જ થયો હતો. બ્રહ્માના પુત્ર અક્ષય કુમારનો અવિર્ભાવ પણ આ તિથિએ થયો હતો,પરિણામે તેને અક્ષય તૃતિયા કહે છે. આ દિવસે બદ્રીનાથની પ્રતિમા સ્થાપિ તેનું પુજન કરવામાં આવ્યુ હતુ.

બદ્રીનાથ મંદિરના દ્વાર ખુલે છે

બદ્રીનાથ મંદિરના દ્વાર ખુલે છે

ઉત્તરાખંડના પ્રસિધ્ધ તીર્થ-સ્થળ બદ્રીનાથના દ્વાર પણ આ તિથિએ જ ખોલાય છે. વૃંદાવનમાં કાનુડાના મંદિરમાં માત્ર આ દિવસે તેમના ચરણ દર્શન થાય છે. આમ તેઓ પૂરા વસ્ત્રોથી ઢંકાયેલા રહે છે. અક્ષય તૃતિયા 21 કલાક અને 21 પળ હોય છે.

મહાભારત યુધ્ધની સમાપ્તિ

મહાભારત યુધ્ધની સમાપ્તિ

  • આ તિથિએ મહાભારતનું યુધ્ધ પૂરૂં થયુ હતુ.
  • દ્વાપર યુગનું સમાપન આ દિવસે થયુ હતુ.
  • આ દિવસે પંચાગ જોયા વિના કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. જેવા કે, લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર-અભુષણની ખરીદી, વાહન અને ઘરની ખરીદી વગેરે.
  • અક્ષય તૃતિયા જો સોમવાર અને રોહિણી નક્ષત્રના દિવસે આવે તો તેનું ફળ અનેક ગણું મળે છે.
  • તૃતિયા મધ્યાહન પહેલા શરૂ થઈ પ્રદોષ કાળ સુધી રહે તો શ્રેષ્ઠ મનાય છે.
  • આ તિથિ વસંત ઋતુના અંત અને ગિષ્મ ઋતુના પ્રારંભનો સંકેત છે.
  • ચારધામ યાત્રા પણ આ તિથિએ શરૂ થઈ રહી છે.
English summary
Akshaya Tritiya which is also known as Akha Teej is highly auspicious and holy day for Hindu communities.
Please Wait while comments are loading...