ધર્મ : ગુરૂવારે આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, થશે લગ્ન

Posted By:
Subscribe to Oneindia News

જે જાતકોના લગ્નમાં અડચણો આવી રહી છે, અથવા તમામ પ્રયત્નો છતાં પણ તમારી દિકરી માટે યોગ્ય વર મળતો નથી તો એવા લોકોને હેરાન થવાની જરૂર નથી, કારણ કે તે માટે ભગવાન વિષ્ણુની પૂજા, ઉત્તમ ઉપાય છે. તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જો તમારા પણ લગ્ન ન થતા હોય તો આજથી જ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની શરૂ કરી દો. શક્ય હોય તો આ દિવસે વ્રત કરો અને કેળાના ઝાડને જળ ચઢાવો. વિષ્ણુ લગ્નજીવનને ખુશખુશાલ કરે છે અને તેમની પૂજાથી વિવાહ શક્ય બને છે.

પૂજા વિધિ

પૂજા વિધિ

સવારે વહેલા ઊઠી સ્નાન પતાવો અને પીળા વસ્ત્રો ધારણ કરો. આ દિવસે ઉપવાસ કરો. વિષ્ણુને બેસનના લાડવાનો ભોગ લગાવો અને બૃહસ્પતિની પણ પૂજા કરો અને ભોગ લગાવો. આ દિવસે જમવામાં મીઠુ લેવું નહિં. ભગવાનની ચોકી પર પીળુ વસ્ત્ર પાથરો અને વિષ્ણુની મૂર્તિ મુકી તેની પૂજા કરો. ભગવાન વિષ્ણુની સામે દીવો કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગુરુવારની કથા-વાર્તા વાંચો. પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને બેસનના લાડુનો ઉપયોગ કરો. માથે હળદરનો તિલક લગાવો અને પ્રસાદ જરૂર ગહણ કરો.

ગુરુ મંત્રનો જાપ

ગુરુ મંત્રનો જાપ

ગુરૂવારના કરવામાં આવતી ગુરૂની પૂજાનું મહત્ત્વ કઇંક વધારે છે. ભગવાન વિષ્ણુને રીઝવવા માટે તમે ગુરૂમંત્રનો જાપ પણ કરી શકો છો. પૂજા સમયે 108 ગુરુ મંત્ર 'ऊँ बृं बृहस्पते नमः' નો જાપ કરો. આ દિવસે ગોળ ખાઈને ઘરેથી નીકળવું. આથી તમારો આખો દિવસ મંગલમય રહેશે.

લગ્ન માટે

લગ્ન માટે

જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી છે. તેઓ ગુરુવારના દિવસે પાણીમાં એક ચપટી હળદર નાખી સ્નાન કરે. ગુરુવારના દિવસે કેળાના ઝાડને કાચુ દૂધ ચઢાવાથી તમારી મનોકામના પૂરી થાય છે.

દરિદ્રતા દૂર કરવા

દરિદ્રતા દૂર કરવા

જો આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા નકામા કામો પાછળ પૈસા પાણીની જેમ ખર્ચાઈ જતા હોય તેની માટે ગુરુવારના દિવસે સ્નાન-ધ્યાન કરી ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરવાથી ઘરની દરિદ્રતાને પણ દૂર કરી શકાય છે. આર્થિક સ્થિતિને સુધારી શકાય છે.

English summary
Worship Lord Vishnu on Thursday For Marriage, he is very kind.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.