• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year 2018 : ભારત દેશ માટે કેવુંં રહેશે આ વર્ષ, જાણો અહીં

By desk
|

વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વ હેઠળ ભારત ઝડપથી વિકાસના પથે અગ્રેસર થઈ રહ્યો છે. એક તરફ જ્યાં દુનિયાના તમામ દેશોમાં ભારતની ધાક અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે. ત્યાં જ બીજી બાજુ ભારત આંતરિક રીતે વિવિધ સમસ્યાઓથી ઘેરાતો જઈ રહ્યા છો. રાજકીય દળોમાં સસ્તા હથિયારોની હોડ લાગી છે. તેમની વચ્ચે પદની ગરીમાનું કોઈ ભાન નથી અને રાજકારણનું સ્તર નિમ્નથી નિમ્ન જઈ રહ્યું છે. આ સ્થિતિ વર્ષ 2017માં વધુ જોવા મળી છે. આવનારા વર્ષે 2018માં પણ તેમાં વધારો થવાનો છે. જ્યોતિષની દ્રષ્ટિએ ભારતનું વર્ષ 2018નું આકલન કરતા જે બાબતો જાણવા મળી છે તે અમે તમારી સમક્ષ રજૂ કરતા જણાવીશું કે ભારત દેશ માટે 2018નું વર્ષ કેવું રહેશે.

સંવત 2075 શ્રાવણ

સંવત 2075 શ્રાવણ

ભારતના ભવિષ્ય તેની સ્વતંત્રતાની તારીખથી કરવામાં આવે છે. સંવત 2075 શ્રાવણ શુક્લ 4 મંગળવાર તારીખ 14-15 ઓગસ્ટ 2018ની મધ્યરાત્રીમાં કર્ક લગ્નમાં ભારત સ્વતંત્રતાના 72માં વર્ષે પ્રવેશ કરશે. લગ્નથી દશમ ભાવમાં મુંથા છે. મુંથેશ મંગળ ઉચ્ચ રાશિમાં કેન્દ્રમાં વિરાજે છે. મુંથા પર ગુરુ-મંગળની પૂર્ણ દ્રષ્ટિ છે. પરિણામે આ વર્ષે ભારતના લોકતંત્ર માટે પ્રતિકારક અને પ્રતિષ્ઠાકારક રહેશે. આંતરિક વિરોધ આ સમયે ચાલ્યા કરશે. માત્ર રાજકીય દ્રષ્ટિએ જ નહિં પણ સામાજીક અને કૌટુંબિક દ્રષ્ટિએ પણ અનેક વિચલિત કરી દેનારી વિરોધાભાષી ઘટનાઓ થશે.

વર્ષ લગ્નેશ ચંદ્ર શુક્ર સાથે તૃતિય સ્થાનમાં

વર્ષ લગ્નેશ ચંદ્ર શુક્ર સાથે તૃતિય સ્થાનમાં

વર્ષ લગ્નેશ ચંદ્ર શુક્ર સાથે તૃતિય સ્થાનમાં છે. શુક્ર નીચ રાશિનો થઈ સ્વનવમાંશમાં છે. આવી સ્થિતિમાં શાસનતંત્ર અને જનતંત્રમાં યુવાશક્તિનો પ્રભાવ વધશે. વર્ષ લગ્નમાં સૂર્ય, બુધ, રાહુ સ્થિત છે. તેના પ્રભાવથી ભારતના પરાક્રમમાં વૃદ્ધિ થવાનો સંકેત છે. આંતરિક ઉપદ્રવો પર કેટલેક અંશે નિયંત્રણ લાવવામાં સફળતા મળશે. તેની સાથે જ વિરોધી દળો દ્વારા અસ્થિરતા અને અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન ચરમસીમાએ રહેશે. મંગળ સપ્તમભાવમાં મકર રાશિમાં ઉચ્ચ થઈ પંચ મહાપુરુષ યોગ રુચકનું નિર્માણ કરી રહ્યો છે. જેનાથી ભારતની વિવેક, બુદ્ધિ અને ચાતુર્યતાથી વિશ્વમાં પ્રતિષ્ઠા વધશે. ભારતે કુટનીતિ ક્ષેત્રે મોટી સફળતા મળશે. સાયન્સ, ટેક્નોલોજી, ધર્મ, આદ્યાત્મના ક્ષેત્રે ભારત અનેક ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ બનશે.

આર્થિક સ્થિતિ નબળી

આર્થિક સ્થિતિ નબળી

મંગળ-સૂર્યનો ષડષ્ટક યોગ ભારત માટે શુભ નથી. સરકારની આર્થિક સ્થિતિ નબળી થશે. મોંઘવારી, બેરોજગારી વધશે. પ્રાકૃતિક આપદા, અતિવર્ષા, અનાવૃષ્ટિ, ભૂકંપ, અગ્નિકાંડ, હવાઈ દુર્ઘટના, રક્તપાત, હિંસા થશે. નવમેશ ગુરુ કેન્દ્ર સ્થાને છે અને નવમ સ્થાન પર ચંદ્ર-શુક્રની પૂર્ણ દ્રષ્ટિ રહેવાથી મોટા ભ્રષ્ટાચારોનો ખુલાસો થશે.

14-15 ઓગસ્ટ 2017

14-15 ઓગસ્ટ 2017

14-15 ઓગસ્ટ 2017 ની મધ્યરાત્રીમાં સ્વતંત્ર ભારત 71માં વર્ષમાં પ્રવેશ કરશે. 71માં વર્ષની શરૂઆત વૃષભ લગ્નમાં થઈ છે. લગ્નેશ-ષષ્ઠેશ શુક્ર દ્વિતિય સ્થાનમાં મિથુન રાશિમાં છે. ધનેશ-પંચમેશ બુધ ચતુર્થ ભાવમાં સિંહ રાશિમાં રાહુની સાથે છે. અન્ય ગ્રહ સ્થિતિઓને કારણે ભારત માટે આ વર્ષ મુશ્કેલી અને સંઘર્ષપૂર્ણ રહેશે. અનેક આરોપો સાથે ભારત વિદેશી મોરચે સફળ તો થયો પણ આંતરિક કલેશ ચરમસીમાએ રહી. આગળ પણ સ્થિતિ આવી જ રહેશે. જમ્મુ-કશ્મીર નામ રાશિ મકર-મિથુનથી આ ક્ષેત્ર મુશ્કેલીમાં રહ્યુ. મે 2018થી કાશ્મીર માટે મુશ્કેલીભર્યો સમય રહેશે.

પંજાબ-હરિયાણા અને હિમાચલનો વિકાસ

પંજાબ-હરિયાણા અને હિમાચલનો વિકાસ

પંજાબ-હરિયાણા અને હિમાચલ પ્રગતિના પથે આગળ વધશે. શિક્ષણ સંસ્થાઓનો વિસ્તાર થશે. નવા ઉદ્યોગો આવશે. સત્તા-વિપક્ષમાં ઉગ્ર સંઘર્ષ, ધાર્મિક વિવાદ થશે. મે થી છ મહિના આ રાજ્યો માટે મુશ્કેલીભર્યા રહેશે. હિંસા, રક્તપાત, ઉગ્ર આંદોલનો થશે. તોફાન, ભૂસ્ખલન, ભૂકંપથી હાની થશે. મહારાષ્ટ્ર ગુજરાત, કર્ણાટક રાજ્યો પર શનિની દ્રષ્ટિ રહેવાથી સતત સંઘર્ષ રહેશે. શિવસેના અને ભાજપમાં સંઘર્ષ વધશે. સરકાર અને જનતામાં અસંમતિ વધશે.

બંગાળ, બિહાર, ઝારખંડ અને આસામ

બંગાળ, બિહાર, ઝારખંડ અને આસામ

બંગાળ, બિહાર, ઝારખંડ અને આસામ જેવા રાજ્યોમાં રાજકીય સંઘર્ષ ઉગ્ર થશે. શ્રમિક, ખેડૂત, રાજનેતા અને દલિતોમાં અસંતોષ રહેશે. સરકાર અસ્થિર રહેશે. ઉગ્ર આંદોલનો, પ્રદર્શનો થશે. વરસાદ, પૂર, રોડ અને પૂલ ધ્વંસ થવાની શક્યતા છે. મોટા રોડ અક્સમાતો થશે. અન્ય રાજ્યોમાં વિરોધ રહેવા છતાં શાંતિ રહેશે.

English summary
The implementation of significant policies like RERA and GST have brought about big bang reforms in the tax, regulatory and business environment in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more