• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Yearly horoscope 2018: કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2018

જ્યોતિષ મુજબ કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્રિત ફળ આપનારું રહેશે. વેપાર કરનારા માટે સ્થિતિ સમાન્ય રહેશે. વધુ વાંચો અહીં...
By Desk
|
Google Oneindia Gujarati News

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે.

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જાણો કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2018 કેવું રહેશે. સાથે જ જાણો તમારા 12 મહિનાનું વિગતવાર માસિક રાશિફળ...

જાન્યુઆરી

જાન્યુઆરી

તમારા માટે જાન્યુઆરી માસ સામાન્ય છે. મિત્રોની મદદ મેળવી શકશો, તેમની અવગણના કરશો નહિં. કલા ક્ષેત્રે કરેલા પ્રયત્નો દ્વારા તમને શુભ સમાચાર મળી શકે છે. સ્ત્રીઓની મદદ તમારા માટે લાભકારી રહેશે. વકિલની પાસે જઈ સલાહો લઈ શકો છો.

 • આર્થિક પક્ષ-માસના અંત સુધીમાં આર્થિક સ્થિતિ સુધરી જશે.
  • આરોગ્ય-અસ્થમાના દર્દીઓ આરોગ્યનું ધ્યાન રાખે.
  • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારાઓ માટે આ સમય સારો નથી. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે.
  • લગ્નજીવન-જીવનસાથીની મદદથી આગળ વધતા રહેશો.
  • પ્રેમ જીવન-પ્રેમમાં ધૈર્યથી કામ લેજો.
  ફેબ્રુઆરી

  ફેબ્રુઆરી

  આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મધ્યમ છે. આ સમય તમારા માટે વાહન ખરીદીનો યોગ લઈને આવે છે. તમારું સામાજીક વર્તુળ વધશે. સંતાન તરફથી તમને મુશ્કેલી આવી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યને કારણે કુટુંબમાં ખુશાલી રહેશે. ઘરેલું જરૂરિયાતોની પૂર્તિ થશે.

  • આર્થિક પક્ષ-નાણાકીય દ્રષ્ટિએ આ સમય ઠીક-ઠાક રહેશે.
   • આરોગ્ય-ચામડીના રોગોમાં તમને રાહત મળશે.
   • કરિયર અને વ્યવસાય-વેપાર માટે સમય સામાન્ય છે. નોકરી કરનારા લોકોની દોડ-ધામ વધશે.
   • લગ્નજીવન-પતિ-પત્ની એકબીજાને પ્રેમ અને સન્માન આપશે.
   • પ્રેમ જીવન-પ્રેમીઓ માટે આ સમય ઉત્તમ છે
   માર્ચ

   માર્ચ

   આ રાશિના જાતકો માટે માર્ચ શુભ મહિનો છે. ધાર્મિક કાર્યોમાં મન પરોવાશે. આ મહિનો તમારી માટે નવી તકો લઈને આવી રહ્યો છે. વિદ્યાર્થિઓ માટે આ સમય થોડો સંઘર્ષભર્યો સાબિત થશે. પિતાની મદદથી તમને લાભ થશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકો માટે નવી દિશાઓ ખુલશે.

   • આર્થિક પક્ષ-તમારી આવક સારી થવાની શક્યતા છે.
    • આરોગ્ય-આરોગ્ય દિવસે ને દિવસે સુધરશે.
    • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોને સ્થાન પરિવર્તન શક્ય છે. વેપાર માટે આ સમય સારો છે પણ ઉધાર દેવું નહિં.
    • લગ્નજીવન-લગ્નજીવનમાં સંબંધોમાં મધુરતા વધશે.
    • પ્રેમ જીવન-પ્રેમ જીવન અસ્થિર રહેશે.
    એપ્રિલ

    એપ્રિલ

    તમારા માટે એપ્રિલ મહિનો સામાન્ય છે. મુશ્કેલીઓ વિશે વિચારતા રહેવાથી કંઈ થશે નહિં. તે માટે મેદાનમાં ઉતરીને લડ્યા વિના છુટકો નથી. તમારુ વર્તન તમારા સંબંધોમાં અંતર વધારી શકે છે. ઓફિસના કામો તમને કંટાળાજનક લાગશે.

    • આર્થિક પક્ષ-આ મહિને તમને ધનનો અભાવ રહેશે.
     • આરોગ્ય-શરીરના દુઃખાવામાં રાહત જણાશે.
     • કરિયર અને વ્યવસાય-નોકરી બદલવા માટે સારો સમય છે. વેપારીઓએ કંઈ નવું શરૂ કરવા અથવા નવો વેપાર કરવા માટે સારો સમય છે.
     • લગ્નજીવન-જીવન સાથી સાથે તણાવ રહ્યા કરશે.
     • પ્રેમ જીવન-પ્રેમી સાથેની બધી જ ગેરસમજો આ સમયે દૂર થઈ જશે
     મે

     મે

     આ રાશિના જાતકો માટે મે મહિનો સામાન્ય રહેશે. કોઈ સ્ત્રી પ્રત્યેનો લગાવ વધશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે ઉઠવા-બેસવાની તક મળશે. લગ્નજીવનમાં અંગત વાતો જાહેર ન થાય તેનું ધ્યાન રાખજો. કુટુંબમાં શુભ સમાચાર મળવાથી ખુશીનું વાતાવરણ રહેશે. ગરીબો માટે દયાનો ભાવ જાગશે.

     • આર્થિક પક્ષ-આવકની દ્રષ્ટિએ આ સમય સામાન્ય છે.
      • આરોગ્ય-બીપીની સમસ્યાથી સાવધાન રહેજો.
      • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા લોકો માટે આ સમય સારો છે. નોકરી કરનારા જાતકો સહકર્મિઓ સાથે બહેસ કરે નહિં.
      • લગ્નજીવન-લગ્નજીવનમાં ખુશાલી જળવાઈ રહેશે.
      • પ્રેમ જીવન-રોમાંસ માટે આ મહિનો જટિલ રહેશે.
      જૂન

      જૂન

      તમારા માટે જૂન મહિનો મધ્યમ રહેશે. ઘણા કામો અધૂરાં રહેવા છતાં તમે રોમાંસ માટે અને બહાર હરવા-ફરવા માટેનું વિચારશો. અચાનક કોઈ સારા ખબરથી તમારો ઉત્સાહ વધશે. કુટુંબના લોકો સાથે શેયર કરવાથી પ્રેમ વધશે. તમારી પ્રિય વ્યક્તિ સાથે હરવા-ફરવા જશો અને મજાથી જીવન જીવશો.

      • આર્થિક પક્ષ-આ મહિનો તમારા માટે સારો છે.
       • આરોગ્ય-મધુમેહના દર્દીઓ પોતાનું વધુ ધ્યાન રાખે.
       • કરિયર અને વ્યવસાય-વેપારમાં ઉથલ-પાથલ મચેલી રહેશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે.
       • લગ્નજીવન-લગ્નજીવન માટે આ સમય અનુકૂળ છે.
       • પ્રેમ જીવન-પ્રેમીને ઈમ્પ્રેશ કરવાના પ્રયત્નો ચાલુ રાખો
       જુલાઈ

       જુલાઈ

       આ રાશિના જાતકો માટે આ મહિનો શુભ છે. સાસરી પક્ષે ઉત્સવનું વાતાવરણ રહેશે. સરકારી અને અર્ધસરકારી પદો પર કામ કરતા લોકો માટે ઉન્નતિનો સમય છે. તમારા ઘર સાથે જોડાયેલું કોઈ રોકાણ તમને ફાયદો કરાવશે.

       • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક સારી રહેશે.
        • આરોગ્ય-ઉત્તમ આરોગ્ય મેળવશો.
        • કરિયર અને વ્યવસાય-નોકરીમાં તમારુ કામ વખણાશે. નવો વેપાર શરૂ કરવાનો ઉત્તમ સમય છે.
        • લગ્નજીવન-લગ્નજીવન નીરશ રહેશે.
        • પ્રેમ જીવન-પ્રેમ કરનારા આ સમયે આનંદિત રહેશે.
        ઓગસ્ટ

        ઓગસ્ટ

        આ રાશિના જાતકો માટે ઓગસ્ટ સામાન્ય છે. ગર્ભવતી સ્ત્રીઓ પોતાની તબિયત સાચવે. પ્રવાસનો થાક અને તાણ રહેશે, પણ આર્થિક રીતે તમને લાભ થશે. તમારા વિચારો બીજા પર થોપશો નહિં. ગુપ્ત શત્રુઓ તમને માનસિક રીતે હેરાન કરી શકે છે.

        • આર્થિક પક્ષ-માનસિક તાણને કારણે કામ પર ધ્યાન આપી ન શકતા સારી આવક થશે નહિં.
        • આરોગ્ય-પેટના રોગીઓ પોતાનું ધ્યાન રાખે.
        • કરિયર અને વ્યવસાય-નોકરી કનારા જાતકોની ઉન્નતિમાં અડચણઓ આવશે. વેપારમાં જીવનસાથીની મદદથી વધુ લાભ થશે.
        • લગ્નજીવન-લગ્નજીવનમાં નાના-નાના મુદ્દા અનબનનું કારણ બનશે.
        • પ્રેમ જીવન-પ્રેમી સાથે સંવાદ બંધ કરશો નહિં.
        સપ્ટેમ્બર

        સપ્ટેમ્બર

        તમાર માટે સપ્ટેમ્બર માસ સામાન્ય છે. ઓફિસના કામોમાં સાવધાન રહેવાની જરૂર છે. તમારા કામને લઈ તમે સંતુષ્ટ રહેશો. વારંવાર ઠપકો આપવાથી બાળકો બગડી જાય છે. પરિણામે આ સમયે ધૈર્યથી કામ લેજો અને બાળકોને થોડી આઝાદી આપજો.

        • આર્થિક પક્ષ-રોકાયેલા કામોમાં ગતિ આવવાથી તમને સારી આવક થશે.
         • આરોગ્ય-ચર્મ રોગથી પીડાતા લોકો વધુ હેરાન થશે.
         • કરિયર અને વ્યવસાય-શિક્ષણ સાથે જોડાયેલા લોકોને લાભ થશે. હોલસેલના વેપારીઓ આ સમયે કોઈ મોટી લેવડ-દેવડ ન કરે.
         • લગ્નજીવન-લગ્નજીવનમાં મુશ્કેલી ઉત્પન્ન થશે.
         • પ્રેમ જીવન-પ્રણય સંબંધોમાં વિના વિચાર્યે કોઈ વાયદો કરવો નહિં.
         ઓક્ટોબર

         ઓક્ટોબર

         તમારા માટે ઓક્ટોબર માસ મધ્યમ સાબિત થશે. તમારા વાડામાંથી બાહર નીકળી એવા લોકોને મળો જે ઉચ્ચ સ્થાને વિરાજતા હોય. તેમને કંઈ નવું શીખવા મળશે. તમારા પરિજનોને કારણે તમને મુશ્કેલી આવશે. કોઈ સ્ત્રી કે જીવનસાથીની મદદથી તમને આગળ વધવામાં મદદ મળશે.

         • આર્થિક પક્ષ-માસના અંત સુધીમાં સ્થિતિ સારી થશે.
          • આરોગ્ય-આરોગ્યની તકલીફો તમારો પીછો છોડશે નહિં.
          • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોને દોડધામ રહેશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધશો.
          • લગ્નજીવન-લગ્નજીવન સુખમય રહેશે.
          • પ્રેમ જીવન-પ્રેમીઓ એકબીજાની લાગણીઓને સમજી શકશે.
          નવેમ્બર

          નવેમ્બર

          તમારા માટે નવેમ્બર ઠીક-ઠાક રહેશે. બેંક સાથેની લેવડ-દેવડમાં સાવધાની રાખજો. બૌદ્ધિત ક્ષમતાનો વિકાસ થશે. ધર્મ-કર્મ પ્રત્યે ધ્યાન આકર્ષાશે. સંતાન તરફથી તમને સુખદ સમાચાર મળશે. લેખિત કામોમાં તમને લાભ થશે. જાતકો તેમના કામથી ખુશ રહેશે.

          • આર્થિક પક્ષ-પૈસાને લગતા અટકેલા કામો આગળ વધશે.
           • આરોગ્ય-આ સમયે તમારી તબિયત બગડી શકે છે.
           • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય મુશ્કેલીભર્યો છે.વ્યવસાય કરનારા જાતકો માટે આ સમય સામાન્ય છે.
           • લગ્નજીવન-લગ્નજીવનમાં જીવનસાથી તમને નાખુશ કરશે.
           • પ્રેમ જીવન-પ્રેમીઓની તમામ ઈચ્છાઓ પૂરી થશે.
           ડિસેમ્બર

           ડિસેમ્બર

           આ મહિનો તમારા માટે કંઈ ખાસ રહેશે નહિં. નોકરીને પોતાના માથે ચઢાવશો નહિં. તમે જેના પર વધુ વિશ્વાસ કરશો તે તમારાથી કેટલીક વાતો છુપાવશે. ઉધાર આપેલું નાણું પાછુ ન મળતા તમે ઉદાસ રહેશો. નકામા કામોમાં તમારો સમય વેડફશો નહિં. બીજાના કામમાં દખલ અંદાજી કરશો નહિં. મન અને આત્મ વચ્ચે આંતરદ્વન્દ રહેશે.

           • આર્થિક પક્ષ-જાતકોની આવક સારી રહેશે, પણ ખર્ચા વધારે રહેવાથી ધન બચશે નહિં.
            • આરોગ્ય-તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે.
            • કરિયર અને વ્યવસાય-વેપારીઓ માટે આ સમય મુશ્કેલીભર્યો રહેશે. નોકરી કરનારા લોકો પોતાના બોસથી હેરાન રહેશે.
            • લગ્નજીવન-લગ્નજીવનમાં અસંતોષનું વાતાવરણ રહેશે.
            • પ્રેમ જીવન-તમારી પ્રિય વ્યક્તિ તમારાથી નારાજ રહેશે, તેમને મનાવવા પ્રયત્ન કરજો
English summary
Read year horoscope, astrology and predictions of 2018 in gujarati. Get the complete year prediction for 2018. Year prediction of Cancer. Varshikrashiphal 2017 of your zodiac sign will help you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X