Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yearly horoscope 2018 : મકર રાશિનું વાર્ષિક રાશિફળ 2018

જ્યોતિષ મુજબ જાણો વર્ષ 2018 મકર રાશિના જાતકો માટે કેવું રહેશે. તેમના લગ્ન, જીવન અને નોકરી-ધંધા કેવા ઉતાર ચઢાવ આવશે. જે અંગે વિગતવાર વાંચો અહીં.

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે. ગ્રહોની આ દશાને આધારે જાણો તમારું આ વર્ષ કેવું જશે તે જાણો અહીં.

વર્ષના 12 મહિના મુજબ વર્ષ 2018 મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તેમના જીવનમાં કેવા ઉતાર ચઢાવ આવશે. તેમનું લગ્ન, નોકરી ધંધો કેવો જશે તે તમામ અંગે વિગતવાર જાણકારી મેળવો અહીં....

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરી માસ તમારા માટે શુભ છે. કોઈ વિપરિત લિંગની વ્યક્તિ તરફથી લાભ થવાની શક્યતા છે. તમારા ઘરે કોઈ ખાસ મિત્રના આવવાથી તમને લાભ થશે. તમારુ આકર્ષક વર્તન બીજાનું ધ્યાન તમારા તરફે ખેંચશે. મોજ-મસ્તીભર્યો સમય રહેશે.

  • આર્થિક પક્ષ-આવક માટેના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે.
    • આરોગ્ય-ખાનપાનમાં બેદકારી કરશો નહિં.
    • કરિયર અને વ્યવસાય-વેપાર માટે આ સમય સારો છે. નોકરી કરનારા જાતકો થોડો સંયમ જાળવે.
    • લગ્નજીવન-જીવનસાથીની મદદ મેળવી શકશો.
    • પ્રેમ સંબંધ-પ્રેમી સાથે બહાર ફરવાની તકો મળી રહેશે.
    ફેબ્રુઆરી

    ફેબ્રુઆરી

    આ રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. વાહન-મકાન વગેરેની ખરીદીની ઈચ્છા ધરાવતા લોકોની ઈચ્છાપૂર્તિ થશે. ઘરના સભ્યો વચ્ચે સુમેળભર્યા સંબંધો રહેશે. સ્ત્રીઓનું સન્માન કરજો.

    • આર્થિક પક્ષ-તમારી આવકમાં ધીમી પ્રગતિ થશે.
      • આરોગ્ય-ખાન-પાનમાં સંયમ જાળવજો.
      • કરિયર અને વ્યવસાય-માર્કેટિંગની નોકરી કરનારા લોકો માટે આ સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. વેપારીઓ ઉધારી લેવાથી બચે.
      • લગ્નજીવન-દાંપત્યજીવનમાં બંને વચ્ચે તાળમેળ રહેશે.
      • પ્રેમસંબંધ-પ્રેમ કરનારા લોકો માટે આ સમય સાવધાન રહેવાનો છે.
      માર્ચ

      માર્ચ

      આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો સામાન્ય છે. તમારા જીવનસાથી જણાવો કે તમે તેનું ધ્યાન રાખો છો. તેમની સાથે સમય પસાર કરો અને તેમને કહેવાનો મોકો આપશો નહિં.તમને લાગશે કે તમે તમારો સમય વેડફી રહ્યા છો. જેથી દિવસનું પ્લાનિંગ યોગ્ય રીતે કરજો.

      • આર્થિક પક્ષ-તમારી આવક સારી રહેશે, પણ સાથે જ ખર્ચા પણ વધશે.
        • આરોગ્ય-તમારુ આરોગ્ય ચિંતાનો વિષય બનશે.
        • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકો માટે સમય અનુકૂળ નથી. વેપારમાં કોઈ નવું કામ કરશો નહિં.
        • લગ્નજીવન-જીવનસાથીનું વલણ સખત અને રુખુ જોવા મળશે.
        • પ્રેમસંબંધ-પ્રેમ સંબંધોમાં ઉલ્લાસ વધશે
        એપ્રિલ

        એપ્રિલ

        આ રાશિના જાતકો માટે એપ્રિલ માસ યોગ્ય નથી. દરેક વાતને મનથી લગાવશો નહિં. વિના કારણે કોઈની સાથે ઉલઝવું નહિં, નહિંતર પરિણામ નકારાત્મક જ આવશે. નકામા કામોમાં તમારો સમય વેડફશો નહિં. કાર્યોનું ભારણ વધારે રહેશે, જેથી કેટલાક કામો અધૂરાં રહી જશે. જીવનસાથીનો રોગ ચિંતા કરાવશે.

        • આર્થિક પક્ષ-માનસિક તાણને કારણે આર્થિક રીતે નબળા પડતા જશો.
          • આરોગ્ય-આંતરડાની સમસ્યાથી સાવધાન રહેવાની જરૂર છે.
          • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકો ઓફિસમાં અને ઘર વચ્ચે સમતુલા જાળવે.
          • લગ્નજીવન-દાંપત્યજીવનમાં સુખનો અભાવ રહેશે.
          • પ્રેમસંબંધ-પ્રેમનો એકરાર જરૂર કરો.
          મે

          મે

          આ રાશિના જાતકો માટે મે મહિનો સામાન્ય રહેશે. જેને તમે પ્રેમ કરો છો. તેની સાથે થયેલી ગેરસમજ દૂર થશે. પ્રબળ ઈચ્છા શક્તિમાં વધારો થશે. તમારા લોકો તમારી મદદ માટે હંમેશા હાજર રહેશે. ઓફિસમાં મહિલા કર્મચારીઓથી સાવધાન રહેજો, નહિંતર બદનામી થઈ શકે છે.

          • આર્થિક પક્ષ-રોકાયેલું નાણું તમને પાછુ મળશે. જેથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
            • આરોગ્ય-મૌસમી રોગો સામે પોતાનું રક્ષણ કરજો.
            • કરિયર અને વ્યવસાય-નોકરી ક્ષેત્રે સખત મહેનત કરવી પડશે. વેપારમાં વૃદ્ધિ આવશે.
            • લગ્નજીવન-લગ્નજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.
            • પ્રેમસંબંધ-તમારા પ્રિયની ગેરહાજરીમાં તમે પોતાને એકલા અનુભવશો.
            જૂન

            જૂન

            આ રાશિના જાતકો માટે આ મહિનો મધ્યમ છે. તમારો જીવનસાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરશે. સંતાન પક્ષથી તમને હેરાનીનો સામનો કરવો પડશે. નવું કામ આ સમયે તમને સફળતા અપાવશે. કેટલાક મોટા સોદા પણ આ મહિને થઈ શકે છે.

            • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક ઠીક-ઠીક રહેશે.
              • આરોગ્ય-ડાયટનું યોગ્ય પ્લાનિંગ કરજો.
              • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો નવી નોકરીમાં જોડાઈ શકે છે. વેપારીઓ ઉધારીનો ધંધો ન કરે.
              • લગ્નજીવન-દાંપત્યજીવન સુખમય જણાઈ રહ્યુ છે.
              • પ્રેમસંબંધ-બંને પ્રવાસન સ્થળે ફરવા જશો.
              જુલાઈ

              જુલાઈ

              આ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો શુભકારી રહેશે. મિત્રો સાથે ફોન પર ગપશપથી સારુ કંઈ જ નથી, પણ તેનાથી તમે કંટાળી જશઓ. ધાર્મિક કામોમાં તમારી દોડ-ધામ રહેશે. ઉધાર નાણું આપવા કે લેવાથી બચવું. કાર્યક્ષેત્રે સારુ પ્રદર્શન કરી શકશો.

              • આર્થિક પક્ષ-નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.
                • આરોગ્ય-ચર્મ રોગની હેરાન થઈ શકો છો.
                • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકો માટે આ સમય સારો છે. વેપારમાં મોટા રોકાણ અંગે વિચારશો.
                • લગ્નજીવન-લગ્નજીવનમાં ગેરસમજ વધશે.
                • પ્રેમસંબંધ-તમારો પ્રિય તમારી સાથે સમય વિતાવવા ઉત્સુક રહેશે.
                ઓગસ્ટ

                ઓગસ્ટ

                આ રાશિના જાતકો માટે ઓગસ્ટ માસ ઠીક-ઠાક છે. રોજીંદા કાર્યો કરવામાં મુશ્કેલી આવશે. તમે પ્રેમ-સંબંધોમાં તમારા સ્વતંત્ર વિવેકનો ઉપયોગ કરજો. આ સમયે કાર્યક્ષેત્ર હેતુએ કરેલા પ્રવાસથી લાભ થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

                • આર્થિક પક્ષ-ઉધાર લેવાથી બચજો, નહિંતર દેવામાં ડુબી શકો છો.
                  • આરોગ્ય-સાંધાનો દુઃખાવો તમને હેરાન કરશે.
                  • કરિયર અને વ્યવસાય-સરકારી નોકરી કરનારા લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે. વેપારમાં જેમ તેમ ગાડુ ચાલતુ રહેશે.
                  • લગ્નજીવન-સંતાન પ્રાપ્તિથી દાંપત્યજીવન સુખમય રહેશે.
                  • પ્રેમસંબંધ-વિવાદિત મુદ્દાઓને ઉઠાવવાથી બચજો, સંબંધોમાં તિરાડ આવી શકે છે.
                  સપ્ટેમ્બર

                  સપ્ટેમ્બર

                  મકર રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો મધ્યમ કહી શકાશે. તમારા દુશ્મનો તમારી અદેખાઈ કરશે અને તમારા કામોમાં અડચણો નાખવાનો પ્રયત્ન કરશે. તમારુ સંતાન તમને સુખ આપસે. વાણી અને મધુરતા લાવવાનો પ્રયત્ન કરજો. નકામા પ્રવાસો કરી જાતને થકવશો નહિં.

                  • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક ઘણી સારી રહેશે.
                    • આરોગ્ય-આરોગ્યની ચિંતામાંથી છૂટકારો મળશે.
                    • કરિયર અને વ્યવસાય-વેપારમાં ઉતાર-ચઢાવનું વાતાવરણ રહેશે. નોકરી કરનારા સંયમ જાળવે.
                    • લગ્નજીવન-લગ્નજીવનમાં એકબીજાને પ્રેમ અને સન્માન મળી રહેશે.
                    • પ્રેમસંબંધ-પ્રેમમાં ખર્ચા કરવા પડશે.
                    ઓક્ટોબર

                    ઓક્ટોબર

                    આ રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ ઠીક છે. જો તમે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં છેલ્લે ફેરફાર આવી શકે છે. મુશ્કેલીમાંથી બહાર આવવા માટે જીવનસાથીની તરફથી વધુ મદદની અપેક્ષા રાખશો નહિં. તમારો સમય અને ઊર્જા બીજાની મદદ કરવામાં લગાવો, પણ એવી બાબતોમાં પડવાથી બચો જેનાથી તમારે કોઈ લેવા-દેવા ન હોય.

                    • આર્થિક પક્ષ-આ સમય આર્થિક સ્થિતિને મજબૂત કરવા નકામા ખર્ચા પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરજો.
                      • આરોગ્ય-ગુમડું થઈ શકે છે, જે તમને હેરાન કરી મુકશે.
                      • કરિયર અને વ્યવસાય-નોકરી માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. વેપારમાં દિવસે ને દિવસે લાભ થશે.
                      • લગ્નજીવન-લગ્નજીવન સારુ રહેશે.
                      • પ્રેમસંબંધ-પ્રેમી યુગલો ક્યાંક બહાર ફરવા જઈ શકે છે.
                      નવેમ્બર

                      નવેમ્બર

                      આ રાશિના જાતકો માટે નવેમ્બર માસ સામાન્ય નથી. ભૌતિક સુખની આશામાં તમે મોટી મુશ્કેલીઓ ઊભી કરી લેશો. કુટુંબમાં તણાવનું વાતાવરણ રહેશે. જેનાથી તમને કોઈ પણ કામ કરવામાં મન લાગશે નહિં. સંતાન માટે તમારી જવાબદારીને પૂરી કરવા માટે ઘણી મહેનત કરશો.

                      • આર્થિક પક્ષ-ખર્ચા પર નિયંત્રણ રાખજો.
                        • આરોગ્ય-શ્વાસ ચઢવાથી હેરાન થશો.
                        • કરિયર અને વ્યવસાય-વેપારમાં કોઈ પણ સંબંધિનો ભાગીદાર બનાવશો નહિં. નોકરીમાં તાણની શક્યતાઓ છે.
                        • લગ્નજીવન-લગ્નજીવનમાં ખટપટ રહેશે.
                        • પ્રેમસંબંધ-પ્રેમમાં કોઈ વાયદો કરશો નહિં.
                        ડિસેમ્બર

                        ડિસેમ્બર

                        આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે. આરોગ્ય સારુ રહેવાને કારણે તમે ઊર્જાવાન રહેશો. અનેક કામો આ સમયે તમારા પૂરા થઈ જશે. માતા-પિતાનો પ્રેમ મળતો રહેશે. વેપારમાં કોઈ નવું કરતા પહેલા અનુભવીઓની સલાહ જરૂર લેજો. કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે, જે તમને લાભ કરાવી જશે.

                        • આર્થિક-ઘણી સારી બચત કરી નવું રોકાણ કરશો.
                          • આરોગ્ય-અત્યંત ઊર્જાવાન રહેશો.
                          • કરિયર અને વ્યવસાય-વેપારમાં કંઈક નવું કરવા વિશે વિચારશો.
                          • લગ્નજીવન-પતિ-પત્નની એકબીજા સાથે પ્રેમાળ સમય વિતાવી શકશે.
                          • પ્રેમ જીવન-પ્રેમીને મોંધી વસ્તુઓ ગિફ્ટ કરી ખુશ કરશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X