Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yearly horoscope 2018: સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2018

બુધ 9 જાન્યુઆરીએ માર્ગી થઈ ધન રાશિમાં ભ્રમણ કરશે સાથે જ શુક્ર કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ત્યારે જ્યોતિષ મુજબ સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2018 કેવું રહેશે જાણો અહીં...

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે

ત્યારે ગ્રહોની આ દશાને આધારે જ્યોતિષ મુજબ સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2018 કેવું રહેશે જાણો અહીં. સાથે જ વર્ષના 12 મહિનાનું અલગ અલગ માસિક રાશિફળ પણ જાણો અહીં...

જાન્યુઆરી

જાન્યુઆરી

આ રાશિના જાતકો માટે જાન્યુઆરી માસ મધ્યમ રહેશે. રોકાણ માટે નવી અવસરો તમારી સામે આવશે. તેના પર વિચાર કરજો. જ્યારે તેની પાછળ ધન લગાવવાનું વિચારતા હોવ તો તેની યોગ્ય ચકાસણી કરી લેજો. ઘરેલું જીવનમાં તણાવનો સામનો કરવો પડશે.

  • આર્થિક પક્ષ-નાણાકીય સ્થિતિમાં દિવસેને દિવસે સુધારો આવશે.
    • આરોગ્ય-ઠંડી સામે જાતનું રક્ષણ કરજો.
    • કરિયર અને વ્યવસાય-વેપારમાં બધુ બરાબર ચાલશે. નોકરી માટે આ સમય સારો છે.
    • લગ્નજીવન-પતિ-પત્ની વચ્ચે ખેંચતાણ થતી રહેશે.
    • પ્રેમ જીવન- પ્રેમી પંખીડા આ સમયે એકબીજા સાથે વધુ સમય વિતાવશે.
    ફેબ્રુઆરી

    ફેબ્રુઆરી

    આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય છે. કોઈ વ્યક્તિ દ્વારા આર્થિક મદદનો પ્રસ્તાવ મળી શકે છે. ઉંડા ચિંતન દ્વારા અનેક મુશ્કેલીનું નિરાકરણ લાવી શકશો. દુશ્મનો તમારી પાછળ સક્રિય રહેશે. જાતકના કાર્યોમાં સિથિલતા આવશે. જીવન પ્રત્યે સકારાત્મક વલણ જાળવી રાખજો.

    • આર્થિક પક્ષ-આ મહિને આવકમાં સ્થિરતા આવશે.
      • આરોગ્ય-અનિંદ્રાના રોગી સાવધાન રહે.
      • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય ઉથલ-પાથલભર્યો રહેશે. વેપારીઓ સમજી-વિચારીને રોકાણ કરે.
      • લગ્નજીવન-લગ્નજીવનમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે.
      • પ્રેમ જીવન-પ્રેમ કરનારા લોકો માટે આ સમય સંશયભર્યો રહેશે.
      માર્ચ

      માર્ચ

      આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો ઘણો સારો રહેશે. જેટલી તમારી રચનાત્મક પ્રતિભાને ખીલવશો તેટલો તમને વધુ ફાયદો થશે. તમારા આરોગ્યમાં સુધારો લાવવાનો પૂરતો સમય તમને મળી રહેશે. આજના દિવસે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. જેથી વધુ નફો પણ મેળવશો.

      • આર્થિક પક્ષ-આ મહિનો તમને આર્થિક લાભ કરાવશે.
        • આરોગ્ય-નાનું ઓપરેશન થઈ શકે છે.
        • કરિયર અને વ્યવસાય-વેપારમાં રોકાણના દૂરગામી પરિણામો મળશે. નોકરીમાં ઉન્નતિ થશે.
        • લગ્નજીવન-લગ્નજીવનમાં સ્થિરતા આવશે.
        • પ્રેમ જીવન-પ્રેમી પંખીડા એકબીજા પર વિશ્વાસ કરે.
        એપ્રિલ

        એપ્રિલ

        આ રાશિના જાતકો માટે એપ્રિલ માસ સામાન્ય છે. જાતકોએ બુદ્ધિ પૂર્વક કરેલા કામોમાં ભાગ્યનો સાથ મળી રહેશે. સફળતાના નવા શીખરો સર કરશો. શિક્ષણ ક્ષેત્રે કામ કરતા જાતકોને સફળતા મળશે. કોઈ જમીનનો વિવાદ થઈ શકે છે, જેથી સાવધાન રહેજો. સ્ત્રીઓથી અંતર જાળવી રાખજો.

        • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા છે, ખર્ચા પર નિયંત્રણ લાવજો.
          • આરોગ્ય-કફની બિમારીથી હેરાન રહેશો.
          • કરિયર અને વ્યવસાય-કાપડના વેપારીઓને ફાયદો થશે. નોકરી કરનારા જાતકો સહકર્મિઓ સાથે સારો વ્યવહાર કરે.
          • લગ્નજીવન-જીવનસાથી સાથે તણાવની સ્થિતિ રહેશે.
          • પ્રેમ જીવન-પ્રેમ સંબંધોમાં સમજદારીથી કામ લેજો.
          મે

          મે

          આ રાશિના જાતકો માટે મે મહિનો સામાન્ય રહેશે. સામાજીક કામોમાં ઉપલબ્ધિઓ મેળવશો. ભાષાનો ઉપયોગ સમજીને કરજો. અંગત સંબંધોમાં મજબૂતાઈ આવશે. રોજીંદા કાર્યોમાં અસમર્થતા અનુભવશો. દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરશો નહિં.

          • આર્થિક પક્ષ-અનેક સ્ત્રોતો દ્વારા આવક થશે.
            • આરોગ્ય-ખાન-પાનમાં કાળજી રાખજો, નહિંતર તમારુ આરોગ્ય પ્રભાવિત થઈ શકે છે.
            • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો ઉપરીઓને ખુશ કરી શકશે. વેપારમાં ગમે તેમ ગાડુ ચાલશે.
            • લગ્નજીવન-નાની-નાની વાતો પતિ-પત્ની વચ્ચે અનબન કરાવશે.
            • પ્રેમ જીવન- જાતકોના રોમાંસમાં વધારો થશે.
            જૂન

            જૂન

            આ રાશિના જાતકો માટે જૂન સામાન્ય છે. ધાર્મિક કાર્યોમાં તમારી ભાગીદારી વધશે. ગુપ્ત દુશ્મનો આ સમયે સક્રિય રહેશે. જો કે તેઓ તમારુ કંઈ બગાડી શકશે નહિં. કામને કારણે માનસિક દબાણ અનુભવશો. તકલીફમાં રહેલા લોકોની સેવા કરવાનું મન થશે.

            • આર્થિક પક્ષ-આ મહિનાની શરુઆતમાં તમારી આવક સારી રહેશે, પણ અંત સુધીમાં તેમાં ઘટાડો જોવા મળશે.
              • આરોગ્ય-આંખના દર્દીઓને આ સમયે થોડી રાહત મળશે.
              • કરિયર અને વ્યવસાય-વ્યવસાયિક જીવનમાં તમારુ કદ વધે. નોકરીમાં જવાબદારીઓ વધશે.
              • લગ્નજીવન-જીવનસાથી સાથે તનાવ વધતા મુશ્કેલીનો સામનો કરવો પડશે.
              • પ્રેમ જીવન-પ્રેમી પાછળ ખર્ચા કરશો.
              જુલાઈ

              જુલાઈ

              આ મહિને તમારા એજન્ડામાં ફેરફારો કરશો. વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ વધશે, જેથી તમે સફળતા મેળવશો. માસના મધ્ય સુધીમાં વિશ્વાસમાં ઘટાડો થશે, અને તમને પોતાની જાતને લઈ શંકા જાગશે.

              • આર્થિક પક્ષ-તમારી ઉચ્ચ જીવનશૈલીને કારણે ખર્ચામાં વધારો થશે.
                • આરોગ્ય-આ સમયે નિરાશ-હતાશ રહેશો. કામમાં મન લાગશે નહિં.
                • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા પોતાની પ્રતિભા દર્શાવી શકશે. વેપારમાં વિશ્વાસ સાથે આગળ વધશો.
                • લગ્નજીવન-જીવનસાથીની મદદ મળી રહેશે. તે તમારી શક્તિનો સ્ત્રોત બનશે.
                • પ્રેમ જીવન-પ્રેમી યુગલો પોતાની લાગણીઓ પર કાબુ રાખે.
                ઓગસ્ટ

                ઓગસ્ટ

                આ રાશિના જાતકો માટે ઓગસ્ટ માસ ઉત્તમ છે. મહિનાનો પહેલો ભાગ થોડો મુશ્કેલીભર્યો રહેશે, પણ અંત સુધીમાં બધુ સારુ થઈ જશે. ધીમે ધીમે આત્મવિશ્વાસ વધશે અને સાહસ બમણું થશે. નકામા ખર્ચા તમારુ બજેટ ખોરવી નાખશે.

                • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ અસ્થિર રહેશે. ખર્ચા વધુ થશે.
                  • આરોગ્ય-માનસિક અશાંતિ અને અનિંદ્રાનો ભોગ બનશો.
                  • કરિયર અને વ્યવસાય-નોકરીમાં સકારાત્મક રીતે લક્ષ્યો પર ધ્યાન આપી શકશો. વ્યાપારિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ રહેશે.
                  • લગ્નજીવન-જીવનસાથી સાથે જોડો પ્રેમભર્યો સમય વિતાવી શકશો.
                  • પ્રેમ જીવન-વધુ પડતા લાગણીઓમાં આવી ખોટા નિર્ણયો લેશો નહિં.
                  સપ્ટેમ્બર

                  સપ્ટેમ્બર

                  આ મહિને તમે સારુ પ્રદર્શન કરી શકશો. મનોરંજન અને કલાત્મક કામોમાં વધુ સમય વિતાવશો. સંતાન પક્ષ તમને થોડી ચિંતા કરાવશે. બાળકોનું યોગ્ય માર્ગદર્શન કરજો. વિચારોમાં સંતુલન અને ઉચ્ચ દ્રષ્ટિકોણ તમને નિખારશે.

                  • આર્થિક પક્ષ-અગાઉ કરેલા રોકાણ દ્વારા લાભ થવાના સંકેતો છે.
                    • આરોગ્ય-આરોગ્યનો સાથ મળી રહેશે.
                    • કરિયર અને વ્યવસાય-વેપારમાં રોકાણ સમજી-વિચારીને કરજો.
                    • લગ્નજીવન-કૌટુંબિક જીવન માટે આ શુભ સંકેત દર્શાવે છે.
                    • પ્રેમ જીવન-પ્રેમનો વરસાદ થશે.
                    ઓક્ટોબર

                    ઓક્ટોબર

                    આ મહિનો તમારા માટે ઉત્તમ છે. આર્થિક લાભ થવાની શક્યતા છે. વધુ કમાશો અને ધનની બચત પણ કરી શકશો. નવા આવકના સ્ત્રોતો શોધી કાઢશો. આ સમય તમારી ઉન્નતિનો છે.

                    • આર્થિક પક્ષ-આ મહિને સારી આવક કરી શકશો. આવકના અનેક સાધનો શોધી લેશો.
                      • આરોગ્ય-શ્વાસની તકલીફથી હેરાન થશો.
                      • કરિયર અને વ્યવસાય-વેપાર કરનારા જાતકોને આ મહિને લાભ થશે. નોકરી સાથે કામ કરતી સ્ત્રી દ્વારા તમારી ઉન્નતિ થશે.
                      • લગ્નજીવન-જીવનસાથીની મદદ મળશે, પણ સામંજસ્યમાં ઘટાડો આવશે.
                      • પ્રેમ જીવન-પ્રેમીઓ માટે આ માસ સામાન્ય છે.
                      નવેમ્બર

                      નવેમ્બર

                      આ રાશિના જાતકો માટે નવેમ્બર માસ સામાન્ય રહેશે. સફળતા મેળવવા માટે સ્વપ્ન જોવું ખરાબ નથી, પણ હંમેશા દિવાસ્વપ્નમાં રાચવું નુકશાનકારક છે. સંતાન પક્ષથી તમને દુઃખ આવી શકે છે. સરકારી નોકરી કરનારા જાતકો કામમાં બેદરકારી દાખવે નહિં, નહિંતર તેનું નુકશાન તમારે ઉઠાવવું પડશે.

                      • આર્થિક પક્ષ-આ સમયે તમારી આશા પ્રમાણે પૈસા આવશે.
                        • આરોગ્ય-હૃદય ના દર્દીઓ પોતાનું ધ્યાન રાખે.
                        • કરિયર અને વ્યવસાય-વેપાર માટે સમય અનુકૂળ છે. નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે.
                        • લગ્નજીવન-લગ્નજીવનમાં અસમંજસ રહ્યા કરશે.
                        • પ્રેમ જીવન-પ્રેમ કરનારા જાતકો એકરાર જરૂર કરે.
                        ડિસેમ્બર

                        ડિસેમ્બર

                        સિંહ રાશિના જાતકો માટે ડિસેમ્બર માસ સામાન્ય છે. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તમને મદદ મળી રહેવાથી કામ થઈ જશે. ઉંડા વિચારોથી સમસ્યાનું નિરાકરણ લાવી શકશો. નકામા ખર્ચા કરવાથી બચજો. કોઈને ઉધારી સામાન આપવો નહિં. વાહન ખરીદી માટે આ યોગ્ય સમય છે. ભૌતિક સુખોમાં વધારો થશે.

                        • આર્થિક પક્ષ-આ મહિને તમારી આવક સારી રહેશે.
                          • આરોગ્ય-પેટનો દુઃખાવો ઓછો થશે.
                          • કરિયર અને વ્યવસાય-નોકરીમાં વાતાવરણ સુમેળભર્યુ રહેશે નહિં. વેપારીઓ સમજી-વિચારીને આગળ વધતા રહે.
                          • લગ્નજીવન-લગ્નજીવનમાં કડવાશ વધશે.
                          • પ્રેમ જીવન-પ્રેમીજનોનો આત્મવિશ્વાસ મજબૂત થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X