Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yearly horoscope 2018 : વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2018

તમારા માટે 2018નું વર્ષ અનેક ચેલન્જ લઈને આવી રહ્યુ છે, જેમાં તમારે ધૈર્યથી કામ લેવું પડશે.

જાન્યુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરશે. માસની શરૂઆતમાં મંગળ 21 જાન્યુઆરીએ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. બુધ 8 જાન્યુઆરીએ ધન રાશિમાં સંક્રમણ કરશે અને ફરી 28 જાન્યુઆરીએ મકર રાશિમાં જતો રહેશે તથા શુક્ર 13 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ તુલા રાશિમાં ભ્રમણ કરશે તથા શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. રાહુ અને કેતુ ક્રમશઃ કર્ક અને મકર રાશિમાં રહેશે.

ત્યારે ગ્રહોની આ ચાલને આધારે વૃષભ રાશિની જાતકો માટે વર્ષ 2018 કેવું રહેશે કેવા ઉતાર ચઢાવ આવશે તે અંગે વિગતવાર જાણો અહીં...

જાન્યુઆરી

જાન્યુઆરી

આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનો મહિનો સામાન્ય નહિં ગણાય પણ આ મહિને જાતકોના ખર્ચા વધશે. માનસિક સંતુલનમાં અસ્થિરતાને કારણે કોઈ કાર્ય સરખી રીતે કરી શકશો નહિં. જમીનની ખરીદી આ સમયે કરશો નહિં, નહિંતર તમને નુકશાન થઈ શકે છે. બીજાની સફળતાને વખાણી તમે તેનો લાભ ઉઠાવી શકશે.

  • આર્થિક પક્ષ-માસની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે નહિં.
    • આરોગ્ય-રક્તપાતની સમસ્યાઓ તમને હેરાન કરી શકે છે.
    • કરિયર અને વ્યવસાય-નવો વ્યવસાય શરૂ કરવાથી બચજો.
    • પ્રેમ સંબંધ-પ્રેમમાં સંયમથી કામ લેજો, નહિંતર મુશ્કેલી આવી શકે છે.

    ફ્રેબુઆરી

    ફ્રેબુઆરી

    ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય કુંભ રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો સામાન્ય રહેશે. તેમને અનુભવવા દો, જેમનો તમે ખ્યાલ રાખો છો. તમારા નજીકના લોકોની સંભાળ રાખો અને તેમની સાથે સમય વિતાવો. તેમને શિકાયતનો કોઈ મોકો આપશો નહિં. તમને લાગશે કે તમે તમારા દિવસો વેડફી રહ્યા છો. પરિણામે તમારા દિવસનું યોગ્ય પ્લાનિંગ કરો.

    • આર્થિક પક્ષ-આર્થિક મુદ્દાઓ માટે આ સમય સામાન્ય રહેશે.
      • આરોગ્ય-દમાની સમસ્યાથી પરેશાન થનારા લોકોને આરામ મળશે.
      • કરિયર અને વ્યવસાય-વ્યવસાય કરતા પહેલા તેના તમામ પાસાઓની ચકાસણી કરી લેજો. નોકરી કરનારા લોકો પોતાના સહયોગીઓ સાથે મેળ રાખીને ચાલે.
      • લગ્નજીવન-લગ્નજીવનમાં સંતાન પક્ષને લઈ થોડી મુશ્કેલી આવી શકે છે.
      • પ્રેમ જીવન-રોમાંસની દ્રષ્ટિએ આ માસ જિંદગીનો મહત્વનો સમય થવાનો છે.
        માર્ચ

        માર્ચ

        માર્ચ મહિનામાં સૂર્ય મીન રાશિમાં સંક્રમણ કરશે. મંગળ 10 માર્ચે ધન રાશિમાં જ પ્રવેશ કરશે. આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો મધ્યમ કહી શકાશે. ધાર્મિક અનુષ્ઠાનોમાં મન લાગશે. આ મહિને જાતકો કાર્ય માટે નવી અવસરો મેળવી શકશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સંઘર્ષનો રહેશે. જો તમે આકર્ષણ અને હોંશિયારીનો ઉપયોગ કરશો તો ઈચ્છિત વ્યવહાર મેળવી
        શકશે.

        • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિમાં આશા રાખવાથી લાભ થશે નહિં.
          • આરોગ્ય-પિડિત લોકોને રાહત મળી શકે છે.
          • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય ઉન્નતિનો છે.
          • લગ્નજીવન-લગ્નજીવનમાં નિરંતરતા આવશે.
          • પ્રેમ જીવન-આ સમયે તમે અસહજતા અનુભવશો
          એપ્રિલ

          એપ્રિલ

          એપ્રિલ માસમાં સૂર્ય મેષ રાશિમાં સંક્રમણ કરશે. મંગળ એપ્રિલ માસમાં ધન રાશિમાં ભ્રમણ કરશે. આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો સારો રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યો કરી શકશો. શિક્ષણના ક્ષેત્રે કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે. મકાનના બાંધકામ માટે કરેલા પ્રયત્નો સફળ થશે. છોકરીના લગ્ન નક્કી થવાની શક્યતા છે. સરકાર સાથે જોડાયેલા મુદ્દાઓમાં પ્રગતિ આવશે. કાર્ય યોજનાઓ પ્રત્યે વિચાર-વિમર્શ કરશો.

          • આર્થિક પક્ષ-આર્થિક સ્થિતિ સારી રહેવાની શક્યતા છે.
            • આરોગ્ય-આરોગ્યમાં સુધારો આવશે.
            • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય ઠીક નથી.
            • લગ્નજીવન-લગ્નજીવનમાં તમને આનંદ આવશે.
            • પ્રેમ જીવન-આ સમય પ્રેમની મસ્તીમાં ડુબી જવાનો છે.
            મે

            મે

            મે મહિનામાં સૂર્ય વૃભષ રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે મે મહિનો મધ્યમ રહેશે. પિતાની મદદ તમારા જીવનમાં પરિવર્તન લાવશે. તમારો મજાકીયો સ્વભાવ સામાજીક મેળાઓમાં તમારી લોકપ્રિયતા વધારશે. એક તરફી આકર્ષણ તમારી ખુશીઓને વિખેરી નાખશે. કોઈ પણ ખર્ચીલા કામ કે યોજનામાં હાથ નાખતા પહેલા સારી રીતે સમજી-વિચારી લેજો.

            • આર્થિક પક્ષ-ખર્ચા પર નિયંત્રણ લાવજો.
              • આરોગ્ય-અસ્થમાના રોગી આ સમયે ખાસ ધ્યાન રાખે.
              • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો માટે આ સમય ખાસ છે.
              • લગ્નજીવન-લગ્નજીવનમાં પરસ્પરના તાળમેળનો અભાવ રહેશે.
              • પ્રેમ જીવન-પ્રેમમાં આ સમયે આનંદની અનુભૂતિ થશે.
              જૂન

              જૂન

              જૂન મહિનામાં સૂર્ય મિથુન રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે જૂન મહિનો સારો કહી શકાય તેમ નથી. જેઓ ઉધારી માટે તમારી પાસે આવે તેને નજરઅંદાજ કરવા તમારા હિતમાં રહેશે. માસને ખાસ બનાવવા માટે કુટુંબના લોકો સાથે સાંજના સમયે સમય વિતાવજો. સરકારી નોકરી કરનારા આ સમયે થોડા હેરાન રહેશે, પરિણામે બેદરકારી રાખશો નહિં. મિત્રોને લઈ મન ઉદાસ રહેશે.

              • આર્થિક પક્ષ-રોકાયેલા કાર્યોથી આર્થિક સ્થિતિમાં નુકશાન આવશે.
                • આરોગ્ય-આંખની સમસ્યા તમને પરેશાન કરી શકે છે.
                • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકોની ઉન્નતિમાં અડચણો આવશે.
                • લગ્નજીવન-લગ્નજીવનમાં કૌટુંબિક મુદ્દાઓથી મુશ્કેલી ઊભી થશે.
                • પ્રેમ જીવન- પ્રણય સંબંધોમાં પરસ્પર તાળમેળ જાળવી રાખજો.
                જુલાઈ

                જુલાઈ

                જુલાઈ મહિનામાં સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના લોકો માટે જુલાઈ મહિનો સામાન્ય રહેશે. અચાનક પ્રવાસને કારણે તમે દોડા-દોડ અને તણાવનો ભોગ બની શકો છો. કોમ્યુનિકેશનના અભાવે મુશ્કેલી ઊભી થઈ શકે છે, જો કે બેસીને વાત કરવાથી ગુંચવળોને ઉકેલી શકાશે. પ્રવાસથી વ્યવસાયિક સંબંધોમાં સુધારો આવશે.

                • આર્થિક પક્ષ-માનસિક તાણને કારણે આર્થિક પક્ષ નબળો થશે, જો કે માસના અંત સુધીમાં તમને રાહત જણાશે.
                  • આરોગ્ય-સાંધાના રોગીઓ આ સમયે હેરાન રહેશે.
                  • કરિયર અને વ્યવસાય-અધ્યાપનનું કાર્ય કરનારા આ સમયે મુશ્કેલીમાં રહેશે. વેપારમાં કોઈ નવું કામ શરૂ કરશો નહિં.
                  • લગ્નજીવન-લગ્નજીવનમાં વિવિધતા વધશે.
                  • પ્રેમ જીવન-મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
                  ઓગસ્ટ

                  ઓગસ્ટ

                  ઓગસ્ટ માસમાં સૂર્ય સિંહ રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે આ માસ મધ્યમ રહેશે. તમારા સંબંધોમાં નવો જીવ પૂરવાનો સમય આવી ગયો છે. તમે તમારા ઉદેશ્યોની પૂર્તિ કરવામાં સફળ રહેશો. જો કે તે માટે બીજા કોઈની મદદ લેશો નહિં. આજે તમે શું અનુભવો છો તે બીજાને જણાવવા ઉતાવળા થશો નહિં.

                  • આર્થિક પક્ષ-સારી આવક થવાની શક્યતા છે. દેવું કરવાથી બચજો.
                    • આરોગ્ય-વધુ પડતુ જમવાથી બચજો.
                    • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારાને આરામ અનુભવાશે.
                    • લગ્નજીવન-સંબંધોમાં મિઠાસ વધશે.
                    • પ્રેમ જીવન-પરસ્પર તાળમેળનો અભાવ રહેશે
                    સપ્ટેમ્બર

                    સપ્ટેમ્બર

                    સપ્ટેમ્બર માસમાં સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો સારો કહી શકાય. દૂર સ્થાને શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રગતિ આવશે. નવા વિચારો અને નવી સોચ સાથે નવા કાર્યોનું સૃજન કરશો.

                    • આર્થિક પક્ષ-નવા સ્ત્રોત ઉભા થશે, જે તમારી આર્થિક સમસ્યાઓને સુધારવામાં મદદ કરશે.
                      • આરોગ્ય-ચામડીને લગતા રોગોથી હેરાન થશો.
                      • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા લોકો માટે સ્થાન પરિવર્તનના સંકેતો છે.
                      • લગ્નજીવન-લગ્નજીવન સામાન્ય રહેશે.
                      • પ્રેમ જીવન-પ્રેમ કરનારા લોકો બહાર ફરવા જવાનું આયોજન કરશે.
                      ઓક્ટોબર

                      ઓક્ટોબર

                      ઓક્ટોબર માસમાં સૂર્ય તુલા રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ સામાન્ય રહેશે. જવાબદારીઓથી ભાગવાનો પ્રયત્ન કરશો નહિં. કોઈ સારી વ્યક્તિનું સાનિધ્ય મેળવશો, જેથી મન ખુશ રહેશે. માતૃપક્ષથી તમને સુખનો અનુભવ થઈ શકે છે. નકામી યાત્રાથી માનસિક ગુંચવણ વધશે. આ સમયે તમે કોઈ મોટા વાહનની ખરીદી કરી શકો છો.

                      • આર્થિક પક્ષ-આ મહિનાની શરૂઆતમાં આવક સારી જણાઈ રહી છે.
                        • આરોગ્ય-માઈગ્રેનની સમસ્યાથી હેરાન થઈ જશો.
                        • કરિયર અને વ્યવસાય-નોકરી અને વેપાર કરનારા લોકો માટે આ સમય આરામ કરવાનો નથી.
                        • લગ્નજીવન-દાંપત્યજીવનમાં ખેંચતાણનું વાતાવરણ રહેશે.
                        • પ્રેમ જીવન-તમારો સમય મજા કરવાનો છે.
                        નવેમ્બર

                        નવેમ્બર

                        નવેમ્બર મહિનામાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો મધ્યમ રહેશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય નવી દિશા લઈને આવી રહ્યો છે. બાળકો સાથે સમય વિતાવવાથી નિરાંતનો અહેસાસ થાય. માત્ર એક દિવસને ધ્યાનમાં રાખી જીવવાની આદત પર કાબુ રાખો અને જરૂરથી વધારે સમય અને પૈસા મનોરંજન પાછળ ખર્ચશો નહિં.

                        • આર્થિક પક્ષ-આ માસમાં તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
                          • આરોગ્ય-આ સમયે તમને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.
                          • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકોના આ સમયે વખાણ થશે.
                          • લગ્નજીવન-લગ્નજીવનમાં સ્થિરતા આવશે.
                          • પ્રેમ જીવન-પ્રણય સંબંધોમાં વધુ આગળ વધવાનો પ્રયત્ન કરશો નહિં.
                          ડિસેમ્બર

                          ડિસેમ્બર

                          ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે. આ રાશિના જાતકો માટે ડિસેમ્બર માસ સારો રહેશે નહિં. તમારા ઝગડાળુ સ્વભાવને કારણે દુશ્મનોની સંખ્યા વધતી જશે. કોઈને તમારુ નિયંત્રણ કરવા દેશો નહિં, કે તે તમને દુઃખી કરી જાય અને તે માટે તમારે પાછળ પછતાવું પડે. તમારા ખર્ચામાં વધારો થશે, જે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. જીવનસાથીના સંબંધિઓની દખલ લગ્નજીવનનું સંતુલન ખોરવી દેશે.

                          • આર્થિક પક્ષ-આવક થવાની શક્યતાઓ જણાતી નથી.
                            • આરોગ્ય-શ્વાસના દર્દીઓ આ સમયે સાચવીને રહે.
                            • કરિયર અને વ્યવસાય-નોકરી કરનારા જાતકો આ સમયે જરા પણ બેદરકારી કરે નહિં. વેપારમાં લાભ થઈ શકે છે, પણ કોઈ નવો વેપાર કરવા વિશે હાલ વિચારશો નહિં.
                            • લગ્નજીવન-જીવનસાથીના વ્યવહારથી તમે સંતુષ્ટ રહેશો નહિં.
                            • પ્રેમ જીવન-પ્રેમનો એકરાર કરવામાં મોડું કરશો નહિં. એકબીજાનું સન્માન કરજો.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+
    loader
    X