Leo Yearly Horoscope 2019: સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2019
આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રહેશે. વર્ષની શરૂઆતમા તમને શરદી-ખાંસીની સમસ્યા રહેશે, તમને શારીરિક થાક રહેશે.
આ વર્ષે તમારુ સ્વાસ્થ્ય ખૂબ સારુ રહેશે. વર્ષની શરૂઆતમા તમને શરદી-ખાંસીની સમસ્યા રહેશે, તમને શારીરિક થાક રહેશે. જો કે ફેબ્રઆરી સુધીમાં તમને તેમાં રાહત જણાશે. કેરિયરમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમને નવી નોકરી માટેની તક મળી રહેશે. આર્થિક જીવનમાં નાની-નાની ચેલેન્જો આવશે પણ તમને સારુ પરિણામ પણ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન તમને ધનહાની થવાની શક્યતા છે. આ વર્ષે તમારુ પ્રેમ જીવન ચેલેન્જભર્યુ રહેશે. જેથી સાવધાન રહેજો. ગેરસમજને કારણે તમારા સંબંધોમાં ખટાશ આવશે.

આર્થિક
આ વર્ષે તમે કેટલાક સારા કામો પાછળ ખર્ચા કરશો. બીજા પાસેથી મદદ લેવામાં સંકોચ કરશો નહિં. કેટલાક કારણોને લીધે તમારે દેવું કરવાની નોબત આવી શકે છે. જો કે બને તેટલું ટાળજો. શેયર બજારમાં તમને લાભ થશે. વધુ લાલચમાં પડશો નહિં. ઘર, વાહન કે કોઈ સંપતિને લગતો દસ્તાવેજ સાચવીને રાખજો, તમારી સાથે દગો થઈ શકે છે. પૈસા અને પ્રતિષ્ઠાનું નુકશાન થઈ શકે છે. રોકાણ દરમિયાન તમારા પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખજો.

આરોગ્ય
જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ તમને ચિંતા રહેશે. માસના મધ્ય સુધી તમારી તબિયતમાં સુધારો આવશે. તમારી આક્રમક પ્રવૃતિને નિયંત્રણમાં રાખજો. સતત ચાલતા વિવાદોથી તમે બેચેન રહેશો. આંખોનું ખાસ ધ્યાન રાખજો. નિયમિત જીવનશૈલીને કારણે તમારા જીવનમાં ઘણા સુધારા થઈ શકે છે. જેના પર ધ્યાન આપજો. ધાર્મિક પ્રવાસથી તમને લાભ થશે.

નોકરી અને વેપાર
આ વર્ષે કેરિયર ક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે. અને તમને નવી જ્ગ્યાએ નોકરી કરવાની તક મળશે. તમારી મહેનતથી કાર્યક્ષેત્રે નવી ઉન્નતિ હાંસલ કરશો. આ વર્ષે આર્થિક જીવનમાં ચેલેન્જોનો સામનો કરશો. જો કે ધનના આવન-જાવન પર વધુ ફરક પડશે નહિં. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ધન મામલે થોડા સાચવીને રહેજો. કેરિયરમાં નવી ઓળખ અને સફળતા મળશે.

સંબંધો
કૌટુંબિક જીવનની દ્રષ્ટિએ આ સમય મજાનો રહેશે. ઘરનું વાતાવરણ શાંતિભર્યુ રહેશે સાથે જ ઘરમાં ખુશીઓ આવશે. ઘરના સભ્યો વચ્ચે તાળમેળ સારો રહેશે. જાન્યુઆરીમાં ઘરની જવાબદારીઓમાં વધારો થશે. જો કે તમે તમારા દમે બધુ સાચવી શકશો. તમારા લગ્નજીવનમાં મિશ્રિત પરિણામ મેળવશો. નાની-નાની અનબન રહેશે. છતાં બધુ સામાન્ય ચાલશે.

લવ લાઈફ
તમારી લવ લાઈફમાં કેટલીક ચેલેન્જો આવી શકે છે. જેથી તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પ્રિય સાથે કોઈ વાતે અનબન થઈ શકે છે. અથવા કોઈ ગેરસમજને કરાણે તમારા સંબંધમાં ખટાશ આવશે. આ વર્ષે પ્રેમી યુગલો લગ્નજીવનનો નિર્ણય લેવામાં સફળ રહેશે. તમારી વચ્ચે પ્રેમ ભાવના રહેશે અને મુલાકાતો વધશે. એકબીજાને ન ગમે તેવું કરવાનું ટાળજો.

શિક્ષણ
વિદ્યાર્થીઓ અભ્યાસમાં ચેલેન્જનો સામનો કરશે. આ વર્ષે અભ્યાસમાં અનેક મુશ્કેલીઓ આવશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહિં. કોઈ કારણસર તમારા અભ્યાસ પર અસર પડશે. તમે ભણવા-લખવાનો શોખ વિકસિત કરશો. કેરિયરમાં સફળતા માટે તમારે સખત મહેનત કરવી પડશે. વર્ષની શરૂઆતમાં સ્પર્ધાની તૈયારી કરનારા જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
