કુંડળીમાં આ ગ્રહ દશા નક્કી કરે છે તમારુ પ્રમોશન !

Posted By:
Subscribe to Oneindia News

દરેક નોકરી કરનાર વ્યક્તિને તેના પ્રમોશનની ચિંતા હોય છે. કારણ કે પ્રમોશન જ તમારુ ભવિષ્ય નક્કી કરે છે. પ્રમોશન પર કુટુંબની સુખ-સમૃધ્ધિ નિર્ભર છે. ભવિષ્યના સપના, પ્લાન બધુ જ પ્રમોશન પર ટકેલું છે. ઘણા કિસ્સામાં જોવા મળે છે કે સખત મહેનત કરવા છતાં કેટલાક લોકો જીવનમાં આગળ વધી શકતા નથી, જ્યારે કેટલાક લોકોની યોગ્યતા ન હોવા છતાં તેઓ આગળ નીકળી જાય છે. તમે જાણો છો આવું કેમ થતું હશે?

જ્યોતિષ દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રહ નક્ષત્ર અને કુંડળીમાં બનેલા યોગ-દુર્યોગ પરથી જાતકના જીવનની ઉન્નતિ અને અધોગતિ નક્કી થાય છે. ઘણી વાર ગ્રહોની દશાને આધારે જોઈ શકાય છે કે વ્યક્તિ નોકરીમાં કઈ ઉંચાઈએ પહોંચશે, કયુ પદ મેળવશે અને તેનું વેતન ક્યાં સુધી પહોંચશે.

કુંડળીમાં દશમભાવથી પ્રમોશન વિશે જાણી શકાય છે

જ્યોતિષ પ્રમાણે કુંડળીના દશમભાવ પરથી પ્રમોશન વિશે જાણી શકાય છે. સૂર્ય, ગુરુ, શુક્ર, બુધ, ગ્રહોની ઉચ્ચ, સ્વરાશિ, મિત્ર રાશિ વગેરે દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિ જીવનમાં કેટલે ઉંચે સુધી જશે.

સૂર્ય કે મંગળ

સૂર્ય કે મંગળ

 • દશમ ભાવમાં સૂર્ય કે મંગળ ઉચ્ચ, સ્વરાશિ, મિત્ર રાશિમાં હોય અને લગ્નેશ શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ જલ્દી પ્રમોશન મેળવે છે.
 • દશમ ભાવમાં ગુરુ, શુક્ર કે બુધ ઉચ્ચ રાશિ, સ્વરાશિમાં હોય અને તેના પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો જલ્દી જલ્દી સફળતા મળે છે.
 • નવમેશ નવમ ભાવમાં હોય અને લગ્નેશની લગ્ન પર દ્રષ્ટિ હોય તો દરેક મુશ્કેલીઓ હોવા છતાં વ્યક્તિ સફળતા મેળવે છે.
દશમેશ લગ્નમાં હોય

દશમેશ લગ્નમાં હોય

 • દશમેશનો લગ્નેશ કે ત્રિકોણેશથી સંબંધ હોય
 • દશમેશ લગ્નમાં હોય
 • નવમેશ, દશમેશ, લાભેશનો યોગ હોય
 • લગ્નેશ દશમ ભાવમાં હોય અને તેના પર પાપની દ્રષ્ટિ ન હોય અથવા દશમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોય તો વ્યક્તિને પ્રમોશન માટે સારી તકો મળે છે.
પ્રમોશન અટકવા પાછળ ગ્રહ દશા

પ્રમોશન અટકવા પાછળ ગ્રહ દશા

 • દશમ ભાવમાં શનિ હોય અને તે ઉચ્ચ કે સ્વરાશિનો ન હોય
 • શનિ લગ્ન ચતુર્થ ભાવમાં બેઠો હોય તે પણ ઉચ્ચ કે સ્વરાશિનો ન હોય
 • શનિ અષ્ટમ ભાવમાં હોય
 • રાહુ-કેતુ દ્રિતિય-અષ્ટમ કે ચતુર્થ-દશમમાં હોય
 • છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં સ્વામી દશમ સ્થાનમાં હોય,
 • દશમેશ અને લગ્નેશ શનિ, રાહુ, કેતુથી દ્રષ્ટ હોય તો વ્યક્તિનું પ્રમોશન અટકે છે.
પ્રમોશન કે સ્થાન પરિવર્તન માટે જવાબદાર ગ્રહ દશા

પ્રમોશન કે સ્થાન પરિવર્તન માટે જવાબદાર ગ્રહ દશા

જ્યારે શનિ ગોચરવશ જન્મ કુંડળીમાં સ્થિતિ પોતાના મિત્ર ગ્રહો શુક્ર, બુધ, રાહુ થી 1, 2, 6, 9, 10, 11 માં ભાવમાં નવમ-પંચમ યોગ બનાવે છે, ત્યારે સ્થાન પરિવર્તન અને પ્રમોશન થાય છે. તેનાથી વેતનમાં પણ વધારો થાય છે.

દશમ ભાવમાં સ્થિત રાશિ

દશમ ભાવમાં સ્થિત રાશિ

 • જ્યારે ગુરુનું ગોચર ભ્રમણ જન્મકુંડળીમાં દશમ ભાવમાં સ્થિત રાશિ પર હોય તો તે સમય પણ પ્રમોશન માટે લાભકારક હોય છે. આ સમયે થનાર સ્થાનાંતર લાભ કરાવે છે.
 • કુંડળીમાં દશમ ભાવમાં સ્થિતિ સારી હોય તો દશમેશની મહાદશા કે અંતર્દશામાં તેના સહયોગી ગ્રહની દશા, અંતરદશામાં પણ લાભપૂર્ણ પદોન્નતિ થાય છે. આ સમયે થનારું સ્થાનાંતરણ શુભ ગણાય છે.
English summary
Transfer and promotion in job is a must otherwise you will get bored soon. Sometimes it take long and you are fed up of your old job,Here is some astro tips.
Please Wait while comments are loading...