For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમાં જેવો ભાવ, એવી જ દેખાય છે દુનિયા, વાંચો આ કથા

મનુષ્યનુ મન જેવુ વિચારી લે છે તેવુ જ પોતાની આસપાસના પરિવેશની કલ્પના કરવા લાગે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મનુષ્યનુ મન વિચિત્ર તો છે પરંતુ સર્વશક્તિશાળી પણ છે. એ જેવુ વિચારી લે છે તેવુ જ પોતાની આસપાસના પરિવેશની કલ્પના કરવા લાગે છે. મનુષ્ય જીવનમાં આવનાર અનેક સુખ-દુઃખ, સારુ-ખોટુ, ઘટનાઓ વગેરે મનની જ ઉપજ છે. આને ધારણા બનાવવી પણ કહી શકાય છે. એટલે કે આપણા મનમાં કોઈના પ્રત્યે જેવી ભાવના હશે એવી જ દુનિયા આપણે દેખાય છે. માટે કહેવામાં આવ્યુ છે કે પોતાના મનને સદા સકારાત્મક વાતોમાં પરોવવુ જોઈએ. આવો, આને શ્રીરામચરિતમાનસની એક બોધ કથાથી સમજવાનો પ્રયત્ન કરીએ.

hanuman

આ કથા શ્રીરામટરિતમાનસના લંકાકાંડમાં મળે છે. ભગવાન શ્રીરામ લંકાના સુબેલ પર્વત પર રાતે પોતાના સહાયકો સાથે બેઠા છે. તેમણે પૂર્વ દિશા તરફ ઉદિત ચંદ્રમાને જોઈને બધાને એક પ્રશ્ન પૂછ્યો - ચંદ્રમાં જે કાળાશ છે, તે શું છે? પોત-પોતાની બુદ્ધિ અનુસાર બધાનો જવાબ આપો.

ચંદ્રમાં પૃથ્વીની છાયા દેખાઈ રહી છે

સૌથી પહેલા સુગ્રીવે કહ્યુ - ચંદ્રમાં પૃથ્વીની છાયા દેખાઈ રહી છે. વિભીષણે કહ્યુ - ચંદ્રમાંને રાહુએ માર્યો હતો, એ જ ઈજાનુ નિશાન કાલો ડાઘ ચંદ્રમાના હ્રદય પર પડ્યો છે. વિભીષણે પર તેના ભાઈ રાવણે ચરણ પ્રહાર કર્યો હતો તેના જ સંસ્કાર તેના મન પર પડ્યા હતા. અંગદે કહ્યુ - જ્યારે બ્રહ્મા રતિનુ મુખ બનાવ્યુ ત્યારે તેમણે ચંદ્રમાનો સારો ભાગ કાઢી લીધો. વળી, છેદ ચંદ્રમાના હ્રદયમાં વર્તમાનમાં છે કારણકે કિષ્કિંધાપતિ બાલીના સામ્રાજ્યના ઉત્તરાધિકારી બનેલા સુગ્રીવ અને તેના યુવરાજ બનાવવામાં આવ્યા. માટે અંગદને લાગે છે કે તેના જીવનનો સારો ભાગ અર્થાત રાજ્ય તેના હાથમાંથી જતુ રહ્યુ. પ્રભુ શ્રીરામે કહ્યુ - વિષ ચંદ્રમાનો ખૂબ જ પ્રેમાળ ભાઈ છે. આના કારણે તેણે વિષને પોતાના હ્રદયમાં સ્થાન આપી રાખ્યુ છે. વિષયુક્ત પોતાના કિરણ સમૂહને ફેલાવીને તે વિયોગી નર-નારીઓને બાળતો રહે છે. શ્રીરામના આ કથમાં તેમનો લક્ષ્મણ પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. સાથે જ સીતાનો વિરહ પણ દેખાય છે.

શ્યામ સુંદર મૂર્તિ સદા ચંદ્રમાના હ્રદયમાં નિવાસ કરે છે

અંતમાં હનુમાનજીએ કહ્યુ - હે પ્રભુ! ચદ્રમા તમારો પ્રિય દાસ છે. તમારી શ્યાન સુંદર મૂર્તિ સદા ચંદ્રમાના હ્રદયમાં નિવાસ કરે છે. એ શ્યામપણાની ઝલક ચંદ્રમામાં છે. હનુમાનજી પ્રભુ શ્રીરામના ભક્ત છે, તેમના હ્રદયમાં રામજી સદૈવ નિવાસ કરે છે માટે તેમને ચંદ્રમાંમાં શ્રીરામની મૂર્તિ જ દેખાય છે.

આ કથાના માધ્યમથી સમજી શકાય છે કે જેના મનમાં જેવી ભાવના હોય તેનો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ એવો જ થઈ જાય છે. આ બોધ કથાના બહાને શ્રીરામ બધાના મનને જાણે છે. સુગ્રીવ રાજા છે એટલા માટે પૃથ્વીની છાયાની વાત કરે છે. પૃથ્વી અર્થાત સામ્રાજ્ય વિસ્તારની વાત તેમના મનમાં રહે છે. ભગવાને તેમને કિષ્કિંધાના રાજા બનાવી દીધા. અંગદને યુવરાજ હોવાથી રાજ્યની વાસના છે માટે તેને લાગે છે કે તેના જીવનનો સારભાગ જ જતો રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામ સાથે માત્ર હનુમાનજી જ રહે છે બાકી બધા પાછા જતા રહે છે કારણકે એક માત્ર હનુમાનજીએ જ ચંદ્રમાના હ્રદયમાં પ્રભુની શ્યામળી મૂરત વસવાી વાત કહી છે. માટે હનુમાનજી સદા તેમના પ્રિય બનીને તેમની પાસે રહી ગયા.

Rashi Parivartan April 2021: બૃહસ્પતિનુ મહારાશિ પરિવર્તન 5 એપ્રિલથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાયRashi Parivartan April 2021: બૃહસ્પતિનુ મહારાશિ પરિવર્તન 5 એપ્રિલથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાય

English summary
You see what you think, Read touching story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X