'R' અક્ષરવાળા પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે..
'R' અક્ષરવાળાને કોઈની સાથે કંઈ જ લેવા દેવા હોતી નથી, તેઓ પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'Q' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'R' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો!
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'R' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'R' થી શરૂ થતું હોય તેવા લોકો અંતર્મુખી હોય છે.
- તેમને કોઈની સાથે ખાસ લેવા-દેવા હોતી નથી.
- ઓછું બોલવું અને પોતાની દુનિયાંમાં જ મસ્ત રહેવું, એ જ તેમનો સ્વભાવ છે.
- તેઓ હંમેશા કંઈકને કંઈક નવું શોધવામાં વ્યસ્ત રહે છે.

- જ્યાં જ્ઞાન મળતું હોય, તેવી જગ્યાઓ તેમને વધુ પસંદ પડે છે. પરિણામે તેમના મિત્રોની યાદીમાં લેખકો, દાર્શનિકોની સંખ્યા વધુ હોય છે.
- હંમેશા નવું શોધનારા આ લોકો રિસર્ચ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે છે, તેઓ સારા વૈજ્ઞાનિક બની શકે છે.
- તેઓ ઝડપી પ્રગતિ કરે છે.
- કોણ શું કહે છે અને શું કરે છે તેનાથી તેમને કોઈ લેવાદેવા નથી.

- પ્રેમ અને સેક્સને લઈ તેઓ થોડા રિઝર્વ ટાઈપના રહે છે.
- હંમેશા કંઈક ને કંઈક નવું શોધવાની તલપમાં તેઓ ઘણું બધુ મેળવી લે છે.
- પોતાના જીવનમાં તેઓ નામચીન હસ્તિનુ સ્થાન પ્રાપ્ત કરે છે.
- તેમને પૈસા, માન-સન્માન; બધું જ નસીબથી મળે છે.

- તેઓ મનથી ઘણાં સારા હોય છે. સમય આવતા તેઓ કોઈની પણ મદદ કરવા તૈયાર હોય છે.
- જ્ઞાનનો ભંડાર ગણાતા આ લોકો બીજા માટે અને સમાજ માટે ઉપયોગી સાબિત થાય છે.
- ઘણીવાર તેઓ અત્યંત ગુસ્સે થઈ જાય છે, પણ મનથી કોમળ હોય છે.












Click it and Unblock the Notifications
