For Quick Alerts
For Daily Alerts
'U' અક્ષર વાળા જોશીલા, હોંશિયાર અને નેકદિલ હોય છે
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'T' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'U' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'U' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..
- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'U'થી શરૂ થતું હોય તેવા લોકો જોશિલા, હોંશિયાર અને સારા મનના હોય છે.
- નાની-નાની વાતોથી ખુશ થનારા આ લોકો પોતાના નજીકના લોકોને ભરપૂર ખુશ રાખે છે.
- મુખ પર સ્મિત સાથે તેઓ પોતાના સફળતાના પથે આગળને આગળ વધતા જ જાય છે.
- તેમને સફળતા મળતા વાર લાગે છે, પણ તેમનું નસીબ હંમેશા તેમની પર મહેરબાન હોય છે.
- પોતાના લોકો અને પોતાની ચીજોને અત્યંત પ્રેમ કરનારા આ લોકોના વ્યકિતત્વમાં એવું કંઈક હોય છે, જે તેમને ભીડથી જૂદા પાડે છે.
- ક્યાં તો તેઓ ઘણાં ઉંચા અને ક્યાં તો ઘણા નીચા હોય છે, કહેવાનો અર્થ એ કે તેમને ભીડમાં પણ સરળતાથી ઓળખી શકાય છે.
- તેમનો મીઠો સ્વભાવ તેમને લોકોની નજીક લઈ આવે છે.
- તેઓ પોતાના લોકો અને બીજા માટે ત્યાગ પણ કરી જાણે છે.
- પોતાના પ્રેમ માટે કંઈ પણ કરી છૂટનારા આ લોકો બહુ વધારે રોમેંટિક હોય છે.
- તેઓ પોતાની સેક્સલાઈફને લઈ વધુ ઉત્સાહી રહે છે.
- પોતાના જીવનસાથી માટે તે કોઈપણ હદે જવા તૈયાર રહે છે.
- પૈસા, માન-સન્માન ધરાવનારા આ લોકોમાં ઘમંડ નામની કોઈ વસ્તુ નથી હોતી, હા પણ તેમનો સ્વભાવ થોડો હઠીલો હોય છે.
- પરંતુ જો તેમને પ્રેમથી સમજાવવામાં આવે, તો તેઓ તરત માની પણ જાય છે.
- તેઓ પોતાના બાળકોને પણ ઘણો પ્રેમ કરે છે, પરિણામે તેમને બાળકોની કંપની વધુ ગમે છે.