ચેતતા રહેજો તમારી સ્માઈલ જણાવી દેશે કે તમે કેવા છો ?

Posted By:
Subscribe to Oneindia News

હસવું એ જીવન છે. જીવનનો સાચો આનંદ હસતા રહેવામાં છે. જેને હસવાની કળા આવડે છે તે જીવનના તમામ સુખોનો આનંદ લઈ શકે છે. જે લોકો ખુલીને હસી નથી શકતા તેમને જીવન જીવ્યાનો કોઈ આનંદ નથી હોતો. હસવું એ સ્વર્ગ સમાન છે તથા રડવું નરક સમાન છે. વ્યકિતની સ્માઈલ તેના સ્વભાવનું ચિત્રણ કરે છે. આજે અમે તમને જણાવીશું કે હસવાના અનેક પ્રકારોને આધારે તમે સામેવાળી વ્યકિતના સ્વભાવને કઈ રીતે ભેદી શકશો.

smile

ખિલખિલાટ હસવું
ખિલખિલાઈને હસનારા લોકો સહર્દયી, સહનશીલ, દયાળુ અને બધાનું હિત ઈચ્છનારા હોય છે. આવા લોકો પર વિશ્વાસ કરી શકાય છે. તેમને ભગવાનમાં પૂરી શ્રધ્ધા હોય છે. તેઓ હંમેશા બધાને ખુશ રાખે છે. પોતાના પાર્ટનર સાથે તેઓ પૂરી વફાદારી નીભાવે છે.

ઠહાકા મારી હસવું
ઠહાકા મારીને ઉંચા સ્વરમાં હસનારા લોકો પોતાના જીવનમાં એક ઉંચા મુકામે પહોંચવા સતત પ્રયત્નશીલ રહે છે. તેમનાં હસવામાં તેમનો અહંકાર પણ દેખાય છે. બીજાની પીઠ પાછળ ખોદણી કરતા તેમને ગમતી નથી. તેમના ઈગોને જે ઠેસ પહોંચાડે છે, તેમને તે છોડતા પણ નથી. આવા લોકો સમાજમાં ઘણા લોકપ્રિય હોય છે. કોને ક્યાં યુઝ કરવા તેમાં તેમને મહારત હાંસલ હોય છે.

smile

અટકી અટકીને હસવું
રોકાઈ રોકાઈને હસનારા લોકો પોતાના કામમાં ઘણા ચતુર હોય છે. આવા લોકોના દિમાગમાં હંમેશા કંઈકને કંઈક ચાલતું જ રહે છે. તેઓ બીજાને સમજે છે અને તેમના પ્રત્યે પણ તેવો જ વ્યવહાર કરવા પ્રયત્ન કરે છે. તેમનું માનસિક સંતુલન સારુ હોય છે, પણ તેઓમાં બચપનું અને હલ્કાપણું ઝળકી જાય છે.

શાંત સ્મિત
એવા લોકો જેમની મુસ્કાન શાંત હોય છે. તેઓ પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરતા હોય છે. આ લોકો ગંભીર, ધૈર્યવાન, શાંતિપ્રિય, વિશ્વાસુ અને ચરિત્રવાન હોય છે. તેઓ પોતાની વાતને ઓછા શબ્દોમાં વ્યક્ત કરવા ઈચ્છે છે. તેઓ સૌની સાથે સામાન્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કરે છે. તેમના શાંત સ્વભાવ લોકોને પોતાના તરફ આકર્ષે છે.

smile

હણહણાટી વાળું હાસ્ય
ઘોડાની જેમ હણહણાટીદાર હસનારા લોકો ચાલબાજ, ધૂર્ત, અંહકારી અને ચરિત્રહિન હોય છે. લોકો પાસેથી પોતાનો મતલબ કેવી રીતે કાઢવો તેમને ઘણું સારુ આવડે છે. સ્વાર્થ પૂરો થતા તેઓ તે
વ્યકિતને છોડી દે છે. કામ કઢાવવામાં, લોકોની બૂરાઈ કરવામાં જરાય ચૂકતા નથી. આવા લોકોથી દૂર રહેવામાં ભલાઈ છે.

નાની નાની વાતે હંસવુ
જે લોકો દરેક વ્યકિતને હંસીને મળે છે અને નાની નાની વાતો પર નકામા જ હસતા રહે છે, તેવા લોકો ઘણા મિલનસાર હોય છે, તેમનાં જનસંપર્કનું ક્ષેત્ર વ્યાપક હોય છે, તેઓ સ્વાર્થી પણ હોય છે. તેમને સમજી શકવું બધાના બસની વાત નથી. કઈ વ્યકિતને ક્યાં વાપરી જવું તે કલા તેમને વધુ સારી આવડે છે. તેઓ પોતાનું દિમાગ હંમેશા લોકોથી સ્વાર્થ સિધ્ધ કરવામાં ગાવે છે.

smile

હસતી વખતે ગાલમાં ખાડા પડવા
જે લોકોને હંસતી વખતે ગાલમાં ખાડા પડતા હોય એવા લોકો જલ્દી જ સૌનામાં ભલી જાય છે. તેઓ આત્મ-વિશ્વાસી હોય છે, મિલનસાર અને રોમેંટિક હોય છે. જે છોકરીને હસતા ગાલમાં ખાડા પડતા હોય તેવી છોકરીઓ એક થી વધુ બૉયફ્રેન્ડ બનાવવામાં વિશ્વાસ રાખે છે. તેમને એકથી ક્યારે સંતોષ થતો નથી, જેને કારણે લોકો તેમના ચરિત્ર પર પણ શંકાઓ ઉઠાવે છે. આવી સ્ત્રીઓ ઘણી સંવેદનશીલ હોય છે, ઉપરાંત સ્વભાવે ઘણી જીદ્દી હોય છે.

English summary
Wants to know what you smile tell about you. Read here what your smile will tell this about your personality.
Please Wait while comments are loading...