રાશિ પ્રમાણે જાણો તમારા બોસને કેવી રીતે કરશો ડીલ

આમતો આપણું ભવિષ્ય આપણા જ હાથમાં હોય છે, આપણે જેમ ઈચ્છીએ તેમ તેને બનાવી શકીએ છીએ પણ તેનો અર્થ એ નથી કે આપણે હસ્તરેખા કે કુંડળી કે રાશિફળને ઈગ્નોર કરીએ.

આમતો આપણું ભવિષ્ય આપણા જ હાથમાં હોય છે, આપણે જેમ ઈચ્છીએ તેમ તેને બનાવી શકીએ છીએ પણ તેનો અર્થ એ નથી કે આપણે હસ્તરેખા કે કુંડળી કે રાશિફળને ઈગ્નોર કરીએ. આપણા સિતારા જ આપણું આવનારુ ભવિષ્ય જણાવે છે. આમ જોઈએ તો દરેક રાશિ કેટલાક બિંદુઓને આધારે દરેક વ્યકિતની જાણકારી આવે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવિશું કે રાશિને આધારે ઓફિસમાં આવનારા ઉતાર-ચઢાવ ભરેલા વાતાવરણમાં દરેક રાશિ કઈ રીતે પોતાને સાચવે છે અને ઓફિસમાં કેવી રીતે તે પોતાની પોઝિશન જાળવી રાખે છે.

મેષ- વિનમ્ર બનો

મેષ- વિનમ્ર બનો

નેગોશિએશનની જ્યારે વાત આવે છે ત્યારે આ રાશિના જાતકોએ થોડા વિનમ્ર બનવું જોઈએ. જો સેલરી કે ઓછા ઈન્ક્રીમેન્ટને લઈ ગુસ્સો છો તે ધ્યાન રાખવું કે તમે સારુ કામ કેવી રીતે આપી શકો અને તમારુ લેવલ કેવી રીતે જાળવી શકો. તમારુ બધુ જ ધ્યાન કામ પર લગાવો.

વૃષભ- બીજા પાસા વિશે પણ વિચારી રાખો

વૃષભ- બીજા પાસા વિશે પણ વિચારી રાખો

આ રાશિના જાતકોએ સમાધાન માટે તૈયાર થવું નહિ. દૅઢતાથી કામ કરવાને કારણે તેઓ દરેક પગલે સફળતા મેળવે છે, પણ જ્યારે ઓફિસમાં કોઈ બહેસબાજી શરૂ થઈ જાય તો જરૂરી છે કે બીજા પાસાઓ વિશે પણ વિચાર કરવો. સાથે જ બોસને વિશ્વાસ અપાવો કે જે રીતે તમે વિચારી રહ્યા છો તે રીતે આ મુદ્દાનો કોઈને કોઈ ઉકેલ જરૂર આવી જશે.

મિથુન- બોસને સમજો

મિથુન- બોસને સમજો

જ્યારે કોઈ મુદ્દે તર્કબાજી થાય ત્યારે આ રાશિના જાતકોએ પોતાનું કૌશલ્ય દેખાડી મુદ્દાને ખતમ કરવા પ્રયત્ન કરવો. આ રાશિના લોકો વાતચિતમાં નિપુણ હોય છે, પણ જ્યારે બોસની વાત આવે ત્યારે સાચવીને બોલવું. હંમેશા યાદ રાખો કે બોસ બધાનો ઈન્ચાર્જ છે, બોસના તમામ નિર્ણયો તરફ આંગળી ચિંધવા કરતા બને તો તેમને સમજવાનો પ્રયત્ન કરો અને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરો.

કર્ક- તમારી વાત જણાવો

કર્ક- તમારી વાત જણાવો

આ રાશિના જાતકો માત્ર પોતાની જરૂરિયાતો વિશે વિચારે છે. જેને કારણે ઘણી જગ્યાએ જોવા મળે છે કે તેઓ પોતાની લાગણીઓને છૂપાવે છે અને થોડા ડરેલા પણ રહે છે. તેમની માટે મહત્વનું છે કે તેઓ બોસ સાથે ખુલીને વાત કરે, કારણ કે વિના કહે બોસ તેમની વાત સમજી શકવાના નથી. જેથી તમારે એક્સપ્રેસિવ થવાની જરૂર છે.

સિંહ- સંયમ જાળવો

સિંહ- સંયમ જાળવો

આ રાશિના જાતકોએ શાંત રહેવાની જરૂર છે. તેઓ પોતાના દરેક કામને લઈ ભાવનાત્મક થઈ જાય છે. કોઈ મદ્દો તેમની માટે અજાણ્યો લાગે તો તે પોતાનું ટેમ્પર ગુમાવી દે છે અને ગુસ્સો દર્શાવી દે છે. જેથી આ રાશિના જાતકોએ પહેલા શાંતિથી વિચારવું અને વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો.

કન્યા- ખુલીને વાત કરો

કન્યા- ખુલીને વાત કરો

જ્યાં સુધી બને ત્યાં સુધી કામના મુદ્દે ખુલીને વાત કરો. આ રાશિની ખાસિયત છે કે તેઓ પૂરતી ડિટેલ સાથે કામ કરે છે અને તેમની આ ખાસિયતને કારણે તેઓ ઓફિસમાં સારુ પ્રદર્શન કરે છે. તમારો બોસ જાણે છે કે કોઈ પણ નિર્ણય માટે તમે કોઈ પણ હદ સુધી કામ કરી શકો છો.

તુલા- સમસ્યાને તપાસો

તુલા- સમસ્યાને તપાસો

આ રાશિના જાતકોએ સમસ્યાના ઉંડાણ સુધી જવું જરૂરી છે. આ રાશિના લોકોની ટેવ છે કે તેઓ દરેક ચીજોમાં વ્યવહાર કુશળતા દર્શાવા લાગે છે. જો કે પહેલા તેમણે દરેક પરિસ્થિતિ વિશે જાણી અને પરખી લેવું જોઈએ. ઘણીવાર કોઈ વ્યકિત પ્રત્યે તેમના વિચાર કે લાગણી સાચી હોય પણ બોલતા પહેલા તે વ્યકિતને જરૂર તપાસી લેવી.

વૃશ્ચિક- સાવધ રહો

વૃશ્ચિક- સાવધ રહો

વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાનું ધ્યાન બોસ સાથે સામંજસ્ય જાળવવા પાછળ લગાવવું જોઈએ. કારણ કે મોટાભાગના કિસ્સામાં બને છે તેઓ ભૂલી જાય છે કે બોસ સાથે તેમનું જેવું ટ્યુનિંગ અન્ય કોઈનું પણ બની શકે છે. જ્યારે બીજી તરફ બોસ કંઈક અલગ કરવાનો પ્લાન કરે તો સાવધ રહેવું, નહિં કે નવા મુદ્દા વિશે વિચારવામાં પોતાના પર દબાણ લાવવું.

ધન- હાર ન માનો

ધન- હાર ન માનો

આ રાશિના જાતકોની ટેવ છે કે તેઓ જલ્દી હાર માની લે છે અને ચીજોને છોડી દે છે. જેથી જ્યારે ઓફિસમાં ખરાબ સમયે તેઓ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે તો તેઓ ત્યાંથી ભાગી છૂટવાના પ્રયત્નો કરવા લાગે છે.

મકર

મકર

તમારુ વ્યક્તિત્વ બિંદાસ અને ભડાસ કાઢી નાખવાનું છે. જેથી કોઈ મુશ્કેલીમાં ન ફસાવવું હોય તો તમે પરફેક્ટ છો તેમ માનવાનું છોડી દો. સાથે જ તમારો આત્મવિશ્વાસ જળવાય તેનું પણ ધ્યાન રાખો. બોસ સાથે કોઈ પણ અનબન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

કુંભ- સમજો અને વિચારો

કુંભ- સમજો અને વિચારો

આ રાશિના લોકોએ સમજીવિચારીને કામ કરવું. સાથે જ તમારા અનબન વાળા મુદ્દાઓને બધાની સામે જાહેર કરશો નહિં. કારણ કે તમે બધાના ફેવરેટ છો, જેથી તમારા મુદ્દાને સુપરવાઈઝરની સામે જ મુકો. કોઈ સહકર્મી વિશેની ફરિયાદ હોય તો પૂરતા સબૂતો સાથે વાત કરો, નહિંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

મીન

મીન

આ રાશિના લોકો ખુલ્લા મન અને વિચારો વાળા હોય છે. તેઓ પોતાના માટે હંમેશા બોલે છે, તેમને દબાણમાં કામ કરવું ગમતુ નથી. તેમ છતાં તેમના પર પ્રેશર નાખવામાં આવે તો તેઓ વિના સંકોચે પોતાની વાતને રજૂ કરી દે છે. જેને કારણે તેઓ ઘણા સંબંધો પણ બગાડી મુકે છે. આ રાશિના જાતકોએ પોતાના સુપરવાઈઝર પર વિશ્વાસ રાખવો, કારણ કે સુપરવાઈઝર હંમેશા કંપનીના ફાયદા વિશે વિચારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X