For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય માર્કેટમા ધૂમ મચાવવાની તૈયારીમાં છે આ કાર્સ

|
Google Oneindia Gujarati News

ભારતીયોમાં કાર પ્રેમ વધી રહ્યો છે. હાલ એવી સ્થિતિ નિર્માણ પામી છે કે પાર્કિંગ પ્લેસમાં નજર ફેરવવામાં આવે તો આપણને વિશ્વભરની કાર નિર્માતા કંપનીઓની એકથી એક શાનદાર કાર ભારતના દરેક શહેરના પાર્કિંગ પ્લોટમાં જોવા મળી જાય છે.

ભારતમાં આ રીતે વધી રહેલા ઓટો વિશ્વને ધ્યાનમાં રાખીને ભારતીય ઓટો બજારમાં કાર રજૂ કરતી કંપનીઓ દ્વારા એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર રજૂ કરીને યુવાનોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાના પ્રય્તનો કરવામાં આવી રહી છે. ત્યારે આ અગાઉ અમે અહીં ટોપ એસયૂવી અંગે જણાવ્યું હતું, આ વખતે અમે બીજી શાનદાર કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની ભારતમાં આતુરતા પૂર્વક રાહ જોવામાં આવી રહી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ કાર અંગે.

બીએમડબલ્યુ મિનિકૂપર

બીએમડબલ્યુ મિનિકૂપર

બીએમડબ્લ્યુ કાર તેની વૈભવી અને શાનદાર કાર્સ માટે ભારત સહિત વિશ્વભરમાં જાણીતી છે. ભારતમાં લક્ઝરીયસ કાર્સ રજૂ કરતી વિરોધી કંપનીઓને સક્ષમ અને મજબૂત પડકાર આપવા માટે બીએમડબલ્યુ દ્વારા નવી મિનિકૂપર કારને બજારમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે.

ફિઆટ સેડિસી

ફિઆટ સેડિસી

ભારતમાં ઓટો બજાર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેને જોઇને ફિઆટ દ્વારા તેની એક શાનદાર કાર ભારતીય બજારમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આ કાર બે એન્જીનમાં રજૂ કરવામાં આવશે. પેટ્રોલ એન્જીન 5 સ્પીડ એન્યુઅલ ટ્રાન્સમિશન અને ડીઝલ એન્જીન છ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન હશે. નોંધનીય છે કે આ કારને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

હુન્ડાઇ આઇ 45

હુન્ડાઇ આઇ 45

હુન્ડાઇ તેની આઇ 45 કારનું નિર્માણ 1,998 to 2,359 સીસી 4 ઇનલાઇન ડીઓએચસી એન્જીન સાથે 2L MPI અને 2.4L GDI સાથે સાથે કરવાની છે, આ કાર પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને એન્જીનમાં બજારમાં રજૂ કરાશે. જો કે ડીઝલ પહેલા કંપની આ કારના પેટ્રોલ મોડલને બજારમાં રજૂ કરશે.

ટોયોટા એવાન્ઝા

ટોયોટા એવાન્ઝા

થાઇલેન્ડમાં સફળતાના શિખરો સર કર્યા બાદ ટોયોટા એવાન્ઝા ભારતીય બજારમાં પણ એ જ સફળતાં હાસલ કરવાની તૈયારીમાં છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એવાન્ઝા ટોયોટાની ઇનોવા કરતા સસ્તી કાર છે. જેમાં 1.5 લિટરના પેટ્રોલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઔડી ક્યુ 1

ઔડી ક્યુ 1

ઔડી ભારતમાં લક્ઝરી કાર્સ રજૂ કરતી કંપનીઓમાં હાલ ટોચના ક્રમે છે. તેણે પોતાની કાર્સના આધૂનિક લુક અને ફીચર્સથી ભારતીયોમાં ખાસ કરીને યુવાનોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આ વખતે ઔડી કાર તેની ક્યુ શ્રેણી ક્યુ 1 એસયૂવી લોન્ચ કરી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ક્યુ 1 હાલ ભારતીય બજારમાં ધૂમ મચાવી રહેલી એસયૂવી કાર્સને સારી એવી સ્પર્ધા આપશે.

બજાજ આરઈ 6

બજાજ આરઈ 6

બજાજને તેની આરઈ6ને ભારતીય બજારમાં રજૂ કરવા માટેની પરવાનગી ભારત સરકાર તરફથી આપવામાં આવી છે. આ કારની કિંમત 1.3 લાખની આસપાસ હશે અને તેમાં 4 વાલ્વ ડીટીએસઆઇ એન્જીનનો ઉપયોગ કરવામા આવ્યો છે.

વોલ્વો એસ 90

વોલ્વો એસ 90

વોલ્વો દ્વારા ભારતીય બજારમાં વિરોધી કંપનીઓને પડકાર ફેંકવા માટે વોલ્વો એસ 90ને ઉતારવાનું વિચારી રહી છે. આ કારમાં યુરો વી કોમ્પિલએન્ટ ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે.

ઔડી એ 3

ઔડી એ 3

ઔડી ભારતમાં લક્ઝરી કાર્સ રજૂ કરતી કંપનીઓમાં હાલ ટોચના ક્રમે છે. તેણે પોતાની કાર્સના આધૂનિક લુક અને ફીચર્સથી ભારતીયોમાં ખાસ કરીને યુવાનોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આ વખતે ઔડી કાર તેની એ શ્રેણીમાં એ3 રજૂ કરવા જઇ રહી છે.

હુન્ડાઇ આઇ30

હુન્ડાઇ આઇ30

હુન્ડાઇ કંપની ભારતમાં શાનદાર ફીચર્સ સાથે સૌને પરવળે તેવી કાર માર્કેટમાં રજૂ કરવા માટે જાણીતી છે. આ વખતે તે તેની આઇ શ્રેણીમાં આઇ30 કાર લોન્ચ કરવા જઇ રહી છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જીનમાં માર્કેટમાં રજૂ કરાશે.

મારુતિ કર્વો

મારુતિ કર્વો

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ તેની મારુતિ 800ના સ્થાને નવી એન્ટ્રી લેવલની મારુતિ કર્વો લોન્ચ કરવા જઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મારુતિની આ કર્વો કાર ટાટા દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી સસ્તી કારને સીધો પડકાર ફેંકશે.

English summary
Here is the list of some awaited cars that could be launched in the Indian market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X