For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારની એવરેજ વધારે તેવા 15 કાર માઇલેજ ટીપ્સ

|
Google Oneindia Gujarati News

જો આપણે આ દેશમાં કોઇ એક કામ સારી રીતે કરી શકીએ તો એ ઇકોનોમીકલી ડ્રાઇવ. આપણે ભારતીય ડ્રાઇવર્સમાં એક બાબત સામાન્ય હોય છે અને એ છે સૌથી સારી એવરેજ આપતી કાર. જો કે, આપણે હંમેશા ફ્યૂલ સેવિંગનો આગ્રહ રાખીએ છીએ, જ્યારે કેટલાક લાંબી યાત્રા દરમિયાન પોતાની કાર્સને ડેમેજ કરે છે, જેની પાછળનું કારણ આપણી યોગ્ય રીતે કાર ચલાવવાની ડ્રાઇવિંગ હેબિટ છે.

ત્યારે આજે અમે અહી એવી જ કટેલીક કાર્સ ટીપ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે તમારી કાર્સને સારી એવરેજ આપી શકે છે, પરંતુ સેફલી અને એ પણ તમારી કારને કોઇપણ પ્રકારનું નુકસાન કર્યા વગર. અમે આશા રાખીએ છીએ કે આ ટીપ્સ માત્ર તમારી કારને એવરેજ આપતી કરીને તમારા પોકેટને ફાયદો જ નહીં કરાવે પરંતુ તમે અવેર થશો અને તમારી ડ્રાઇવિંગ સ્કીલ ઇમ્પ્રૂવ થશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ટીપ્સ અંગે.

એવરેજ વધારવા માટેની ટીપ્સ

એવરેજ વધારવા માટેની ટીપ્સ

આગળની તસવીરો પર ક્લિક કરો અને જાણો એવરેજ વધારવા અંગેની ટીપ્સ.

સ્લો ડાઉન!

સ્લો ડાઉન!

મોટાભાગની કાર્સમાં 60થી80ની સ્પીડ વચ્ચે સારુ ફ્યૂલ એફિસિઅન્ટ હોય છે. તેથી કારને કાંતો તેના કરતા વધારે ચલાવવાની અથવા તેના કરતા ઓછી ચલાવવાનો પ્રયાસ ના કરો. ટ્રાફિકમાં ગેપ્સ રાખવાનો પ્રયાસ પણ ના કરો, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી સ્પીડને જાળવી રાખો.

કારને સ્મૂથ રાખો

કારને સ્મૂથ રાખો

ગેસને બચાવવા માટે આ ટીપ્સ ઘણી જ કારગર છે. તેથી તમારા થ્રોટલ ઇમ્પુટ્સ અને ગેર ચેન્જ્સ બાબતે સ્મૂથ રહો. આ માટે એક પ્રયાસ છેકે એવું ફીલ કરો કે એક્સિલેટર પર ઇંડુ છે અને ડ્રાઇવ કરો. તમારા થ્રોટલ ઇમ્પુટ્સ પોતાની રીતે સ્મૂથર થઇ જશે. જ્યારે તમે રેડ લાઇટ જુઓ ત્યારે તમે પહેલાથી જ સ્લો ડાઉન થઇ જાઓ અને તમારા પગને ગેસ પેટલ પરથી હટાવી લો.

સાચી રીતે ગીયર ઉપયોગ કરો

સાચી રીતે ગીયર ઉપયોગ કરો

જો તમે વધારે એવરજે ઇચ્ચતા હોવ તો તમારા માટે એ યોગ્ય ટીપ્સ છેકે ગેરને પહેલા ચેન્જ કરવાનું રાખો. આ એક નેચરલ ડ્રાઇવિંગ સ્કિલ છે. પરંતુ આપણે લો ગીયર્સ કરવામાં ભૂલ કરી દઇએ છીએ. જ્યારે આપણે રોડની સાઇડમાં ઉભા હોઇએ છીએ ત્યારે આપણે મોટા સ્પીડબ્રેકરને ક્રોસ કરતી કાર્સના એન્જીનમાંથી કેટલોક અવાજ સાંભળીએ છીએ. જેની પાછળનું કારણ ડ્રાઇવર્સ દ્વારા યોગ્ય રીતે ગીયર્સ ચેન્જ નહીં કરવાનું છે. જેના કારણે કારને પણ લાંબા સમય બાદ નુકસાન થાય છે.

બધી લાઇટ્સ બંધ કરી દો

બધી લાઇટ્સ બંધ કરી દો

આ એક સામાન્ય રુલ છે, જો તમે તમારી કારને 30 સેકન્ડ કરતા વધારે સમય સુધી ઉભી રાખો તો કારની દરેક વસ્તુને બંધ કરી દો. તેથી તેને ચાલુ રાખો નહીં કારણ કે તેનાથી કારને ચાલુ રાખવામાં ઘણા ફ્યૂલની જરૂર રહે છે.

જ્યારે જરૂર ન હોય ત્યારે એસી બંધ રાખો

જ્યારે જરૂર ન હોય ત્યારે એસી બંધ રાખો

આપણા દેશની સ્થિતિ એવી છે કે આપણે લાંબો સમય સુધી બારીને ખુલ્લી રાખી શકતા નથી. પ્રદુષણ અને ઉચ્ચ તાપમાન હોવાના કારણે એસી ચાલું રાખવું જરૂરી રહી જાય છે, એસી ઘણો પાવર અને ફ્યૂલનો ઉપયોગ કરે છે, તેથી જ્યારે વાતાવરણ હળવું હોય ત્યારે એસીને બંધ રાખો. તેમજ તેને લો બ્લોઅર મોડમાં રાખો તેથી ઓછું ફ્યૂલ વપરાશે.

યોગ્ય ટાયર અને ટાયર પ્રેશર

યોગ્ય ટાયર અને ટાયર પ્રેશર

આ ક્રિટિકલ છે. જો તમારા ટાયરમાં યોગ્ય પ્રેશર મેઇનટેન કરો તો તેનાથી ત્રણ ટકા એવરેજ વધી શકે છે. તેમજ લોઅર રોલિંગ રેઝિસ્ટેન્સના ટાયરને ઇન્સ્ટોલ કરો તેથી તે એનર્જી વેસ્ટેજ ઓછી કરવામાં મદદ કરશે. જો તમે લોંગ ટ્રીપમાં જાઓ તો રેગ્યુલર ટાયરનો ઉપયોગ કરો તેથી ફ્યૂએલ બચાવશો. તેના કારણે હાઇ પરફોર્મન્સ ટાયર્સ જ્યારે હેન્ડલિંગ્સ અને ગ્રીપના હાયર લેવલ્સ પુરુ પાડે, તેમ જ તે હાયર રોલિંગ રેઝિસ્ટેન્સ આપે છે, જે કારને ફ્યૂલ ઇકોનોમી પૂરી પાડે છે.

તમારી કારને રેગ્યુલરલી સર્વિસ કરો

તમારી કારને રેગ્યુલરલી સર્વિસ કરો

જો તમે કારને રેગ્યલરલી સર્વિસ નહીં કરાવો તો તે ફ્યૂલ ઇકોનોમી નહીં આપે. એર ફિલ્ટર, ફ્યૂલ ફિલ્ટર અને સ્પાર્ક પ્લગને ચેક કરાવવાનું રાખો. દરરોજ 60 હજાર કિ.મીએ ઓક્સિજન સેન્સરને ચેક કરાવો, તેનાથી 20 ટકા એવરેજ વધી જશે.

કારમાં વજન હળવો રાખો

કારમાં વજન હળવો રાખો

જો કાર વધારે વજન ધરાવતી હશે તો તે વધારે ફ્યૂએલ ખાશે. તેથી જ્યારે તમે બહાર જાઓ ત્યારે કામ વગરની સામગ્રીને લઇ જવાનું ટાળો, તેનાથી વજન હળવો રહેશે અને કાર એવરેજ આપવામાં મદદરૂપ થશે.

કોલ્ડ ફ્યૂલ અને ક્લોઝ્ડ કેપ્સ

કોલ્ડ ફ્યૂલ અને ક્લોઝ્ડ કેપ્સ

જ્યારે ઠંડીમાં ફ્યૂલ સઘન હોય છે ત્યારે તે પ્રવાહી થવામાં સમય લે છે અને ગેસ પેદા કરે છે. તેથી ફ્યૂલને વોલ્યુમ દ્વારા પમ્પ પર પુરાવો તેથી તેમને વધારે ફ્યૂએલ મળે. ઉનાળામાં વહેલી સવારે ફ્યૂલ પૂરાવવાનું રાખો, પરંતુ જ્યારે પણ ફ્યૂલ પુરાવો ત્યારે ફ્યૂલ કેપને ચેક કરવાનું રાખો.

એડવાન્સમાં પ્લાન ટ્રીપ્સ કરો

એડવાન્સમાં પ્લાન ટ્રીપ્સ કરો

જ્યારે પણ તમે બહાર જવાનું વિચારો ત્યારે એડવાન્સમાં ટ્રીપને પ્લાન કરો, જેમાં ક્યાં ઉભા રહેશો અને કેટલું અંતર છે, તેથી તમે તમારા ફ્યૂલનો બચાવ કરી શકો છો.

કાર અનુરુપ ફ્યૂએલ અને લુબ્રિકેન્ટ્સ

કાર અનુરુપ ફ્યૂએલ અને લુબ્રિકેન્ટ્સ

કેટલીક ઓઇલ કપંનીઓ એવા દાવા કરતા હોય છેકે સારું પાવર, એવરેજ અને એફિસિઅન્સી આપવા માટે ખાસ ફ્યૂલની વાતો કરે છે, ત્યારે તમારી કાર્સમાં એ જ ફ્યૂએલ અને લુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરો જે તમારી કાર માટે યોગ્ય હોય, કારણ કે તમારી કાર દરેક પ્રકારના ફ્યૂએલ અને લુબ્રિકેન્ટ્સ માટે બનેલી નથી હતી, તેથી તમારી કારના એન્જીન માટે જે યોગ્ય ઓઇલ જરૂરી હોય તેને વારો અને તેનાથી તમારી કાર સારી એફિસિએન્સી પર પરફોર્મ કરશે.

 ઓટોમેટિક કારને મોડ્યુઅલ મોડમાં ચલાવો

ઓટોમેટિક કારને મોડ્યુઅલ મોડમાં ચલાવો

મોટાભાગના ઓટો બોક્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છેકે તેને તમે એક ચોક્કસ સ્પીડમાં કાર ના ચલાવો ત્યાં સુધી અપસિફ્ટ થતા નથી. જ્યારે લેસ ટોર્કમાં ઓટોમેટિક ગીયરબોક્સ ડિફરન્સિએટિટ પરિસ્થિતમાં પરિવર્તિત થવામાં એબલ નથી, ત્યારે એન્જીનને લોઅર ગીયરમાં ચલાવવાની જરૂર રહે છે, તેથી તે વધારે વધુ ફ્યૂલ વાપરે છે. તેથી જો ગીયરબોક્સમાં મેન્યુઅલ ઓપશન હોય તો મેન્યુઅલ સ્વિચમાં જઇને મેન્યુઅલ મોડમાં કરો અને તેનાથી ગીયર ચેન્જ તમે કરી શકો અને તમારી એવરેજને વધારી શકો છો.

મોટા વ્હીકલને ફોલો કરો

મોટા વ્હીકલને ફોલો કરો

જો તમને તમારા ગંતવ્ય સ્થળો પર જવામાં ઉતાવળ ના હોય તો કોઇ મોટા વાહનને ફોલો કરો, જેથી તમે ટ્રેસ વગર વાહન ચલાવી શકશો, પરંતુ જો ટ્રક અને બસની પાછળ હોવ તો સેફ ડિસટન્સ રાખો, તેનાથી એન્જીનને ઓછો માર પડશે અને ફ્યૂલ પણ બચશે.

કાર સ્ટાર્ટ કરતા પહેલા તૈયાર થઇ જાઓ

કાર સ્ટાર્ટ કરતા પહેલા તૈયાર થઇ જાઓ

આપણે હંમેશા કારમાં બેસતાની સાથે જ તેને સ્ટાર્ટ કરી દઇએ છીએ, અને ચાલું કારે અન્ય તૈયારીઓ કરતા હોઇએ છીએ. તેથી કારને શરૂ કરતા પહેલા એ તમામ તૈયારી કરી લો તેથી માર્ગ દરમિયાન કાર ચલાવવામાં સમસ્યાઓ ન આવે.

ઘરે કારને રિવર્સમાં પાર્ક કરો

ઘરે કારને રિવર્સમાં પાર્ક કરો

જ્યારે તમે ઘરે હોવ ત્યારે હંમેશા કારને રિવર્સ પાર્ક કરો. તેનાથી તમે સરળતાથી કારને ચલાવી શકો છો. તમે દરરોજ ફ્યૂલને બચાવી શકો છો.

English summary
If there's one thing we do well in this country, it is drive economically. The majority of us Indians drive with only one thing in our minds, and that is squeezing the best possible mileage out of the car. However, in our attempts to constantly save fuel, some of us even end up damaging our cars in the long run, since we adopt not-so-correct driving habits to save that precious last buck.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X