For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આ 7 બાઇક્સ આપને કરાવશે ઘણો ફાયદો!

|
Google Oneindia Gujarati News

[ઓટોમોબાઇલ] ભારત એક એવો દેશ છે જ્યાં મોટરબાઇકની ઇંધણની કિંમત લોકોની અર્થવ્યવસ્થા અને પરિવહન પર ભારે અસર કરે છે. જેને ધ્યાનમાં રાખીને મોટરબાઇક નિર્માતા ખૂબ જ લાંબા સમયથી બાઇકનું નિર્માણ કરી રહ્યા છે.

સ્વાભાવિક છે કે કોઇ વિશેષ કારણોથી વસ્તુ બનાવવાનો પ્રારંભ કરે છે તો સ્પર્ધામાં વધારો થાય છે. માટે અમે અત્રે ભારતમાં ઉપલબ્ધ 7 મોટરબાઇક આપને બતાવી કહ્યા છીએ જે નિર્માતા ઉપલબ્ધ કરાવે છે.

એક નજર સસ્તી સાત ફળદાયી કારો પર...

ઇંધણમાં ફાયદો કરાવશે આ બાઇક્સ

ઇંધણમાં ફાયદો કરાવશે આ બાઇક્સ

1. બજાજ સીટી 100:
કિંમત: 35,034 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 80 કિમી/લીટર સીટી 100માં 99.27 સીસીનું એર કૂલ્ડ, સિંગલ સિલેંડર એન્જીન લાગેલું છે જે 8.2 પીએસ પાવર અને 8 એનએમ હાઇ પ્રકારનું ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 4 સ્પીડવાળું ગિયર બોક્સ લાગેલું છે.

2. ટીવીએસ સ્ટાર સ્પોર્ટ:

2. ટીવીએસ સ્ટાર સ્પોર્ટ:

કિંમત: 37,489 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 66 કિમી/લીટર ટીવીએસ સ્ટાર સ્પોર્ટમાં 99.7 સીસી, સિંગલ સિલિંડર, પાવર પ્લાન્ટ લાગેલું છે જે 7.6 બીએચપી અને 7.5 એનએમનું ઉચ્ચતમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં પણ 4 સ્પીડવાળુ ગિયર બોક્સ લાગેલું છે.

3. યામાહા ક્રક્સ:

3. યામાહા ક્રક્સ:

કિંમત: 38,650 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 63 કિમી/લીટર તેમાં 106 સીસીનું એર કૂલ્ડ, સિંગલ સિલેંડર એન્જિન લાગેલું છે, જે 7.4 બીએચપી અને 7.5 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. ક્રક્સમાં પણ 4 સ્પીડ ટ્રાંસમિશન લાગેલું છે.

4. હીરો એચએફ ડોન:

4. હીરો એચએફ ડોન:

કિંમત: 39,470 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 72 કિમી/લીટર હીરો એચએફ ડોનમાં 97 સીસી, સિંગલ સિલેંડર એન્જીન લાગેલું છે જે 7.7 બીએચપી અને 8 એનએમ ટોર્ક ઉત્પન્ન કર છે, જે હીરો મોટોકોર્પની એક વ્યાજબી ભાવની મોટર બાઇક છે. તેમાં પણ 4 સ્પીડવાળું ગિયર બોક્સ લાગેલું છે.

5. મહિન્દ્રા પંટેરો:

5. મહિન્દ્રા પંટેરો:

કિંમત: 39,650 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 49 કિમી/લીટર પંટેરોમાં 106 સીસી, એર કૂલ્ડ એન્જીન લાગેલું છે જે 8 બીએચપી અને 8.5 ટોર્ક ઉત્પન્ન કરે છે. તેની સાથે જ તેમાં 4 સ્પીડવાળું ગિયર બોક્સ પણ લાગેલું છે.

6. હોંડા સીડી 110 ડ્રીમ:

6. હોંડા સીડી 110 ડ્રીમ:

કિંમત: 46,212 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 83 કિમી/લીટર આ પ્રારંભિક હોંડામાં 110 સીસીનું એન્જીન લાગેલું છે જે 4 સ્પીડવાળા ગિયર બોક્સની સહાયતાથી 8.25 બીએચપી અને 8.26 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે.

7. સુઝુકી હયાતે:

7. સુઝુકી હયાતે:

કિંમત: 44,969 રૂપિયા (દિલ્હીના એક્સ-શોરૂમની કિંમત પ્રમાણે)
માઇલેજ: 69 કિમી/લીટર હયાતેમાં 113 સીસીનું એર કૂલ્ડ એન્જીન આપેલું છે જે 8.3 બીએચપી અને 8.8 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. અન્ય મોટરસાયકલોની જેમ હયાતે પણ 4 સ્પીડવાળું ગિયર બોક્સ લાગેલું છે.

નિર્ણય:

નિર્ણય:

આ તમામ 7 લાભદાયી મોટરસાયકલોની તુલના કરવા પર એ માલૂમ પડે છે કે હોંડા સીડી 110 ડ્રીમ પેટ્રોલની દ્રષ્ટિએ સૌથી વધારે સસ્તી મોટરબાઇક છે. બજાજ સીટી 100 પમ તેની નજીક જ છે તથા સૌથી વધારે સસ્તી મોટરબાઇક છે. સુઝુકી હયાતે ખૂબ જ આકર્ષક છે, ત્યારબાદ મહિન્દ્રા પંટેરોનું સ્થાન આવે છે.

English summary
7 affordable, budget motorcycles that return good fuel efficiency available in the Indian market today. Which of these fuel efficient motorcycle is the winner?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X