• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વરસાદ દરમિયાન કાર ચલાવતી આ વાતનું રાખો ધ્યાન, નહીં તો પડશે મોંઘુ

|
Google Oneindia Gujarati News

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસાદને કારણે રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે, તો બીજી તરફ વરસાદી પાણીથી ભરેલા રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે પછી બાઇક હોય કે અથવા કાર. વરસાદ દરમિયાન વાહન પર કંટ્રોલ અને સંભાળ થોડું મુશ્કેલ બની જાય છે.

વરસાદ દરમિયાન કાર ચલાવવામાં ઘણી સમસ્યાઓ આવે છે, જેમ કે લપસણો રસ્તો, કારની ઓછી બ્રેક પાવર, વરસાદ દરમિયાન વિઝિબિલિટીમાં ઘટાડો જેવી કેટલીક મુખ્ય સમસ્યાઓ છે. આજે અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે વરસાદ દરમિયાન સુરક્ષિત રીતે કાર ચલાવી શકો છો.

1. ખરાબ ટાયરને બદલો

1. ખરાબ ટાયરને બદલો

વરસાદને કારણે રસ્તા લપસણ બની જાય છે અને આવા લપસણો રસ્તાઓ પર ખરાબ ટાયર સાથે વાહન ચલાવવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાંતે ધ્યાનમાં રાખવું જોઈએ કે, વરસાદી મોસમ આવે તે પહેલાં, તમારી કારના ઘસાયેલા ટાયર બદલી લેવા જોઈએ.

2. બ્રેક્સ ચેક કરો

2. બ્રેક્સ ચેક કરો

રસ્તાઓ લપસણો હોવાથી વરસાદની ઋતુમાં બ્રેક પણ યોગ્ય રીતે કામ કરતી નથી. આવી સ્થિતિમાં તમારે ઝડપી કાર ચલાવવાનું ટાળવું જોઈએ અને ભયજનક વળાંક પર સાવચેત રહેવું જોઈએ. તેમજ વિન્ડસ્ક્રીન વાઇપર્સની તપાસ કરવી જોઇએ, જેથી કારની વિન્ડસ્ક્રીનમાંથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે.

3 કાર સ્પીડમાં ન ચલાવો

3 કાર સ્પીડમાં ન ચલાવો

આ બાબતેને ધ્યાનમાં રાખીને વરસાદી વાતાવરણમાં સલામત ડ્રાઇવિંગ માટે તમારે તમારી કારની બ્રેક્સ અને વિન્ડસ્ક્રીન તપાસવી જોઈએ અને જો તમને લાગે કે તે ખામીયુક્ત છે, તો તેને તાત્કાલિક રિપેર કરાવી લેવી જોઇએ.

4. ભીના હોય ત્યારે વાહન ન ચલાવો

4. ભીના હોય ત્યારે વાહન ન ચલાવો

જો તમે વરસાદમાં ભીના થઈ જાઓ તો કારમાં બેસો નહીં. તમારી જાતને સુકાવો અથવા તો કારની સીટ પર કપડું મૂકીને તેના પર બેસો. કારણ કે ભીની કાર સીટને કારણે પાછળથી વાહનમાં દુર્ગંધ પેદા થઇ શકે છે, જેમાંથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે.

5. કારની નિયમિત સર્વિસ કરાવો

5. કારની નિયમિત સર્વિસ કરાવો

આ સાથે તમારે વરસાદી ઋતુ પહેલા કારની સર્વિસ કરાવવી જોઈએ, કારણ કે વરસાદની ઋતુમાં કારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે નથી ઇચ્છતા કે, તમારી કાર વરસાદમાં ખરાબ થાય, તો ચોક્કસપણે તમારી કારની સર્વિસ કરાવો.

English summary
There are many problems in driving a car during rain, such as slippery road, low brake power of the car, loss of visibility during rain. Today we are going to tell you some ways, with the help of which you can drive the car safely during rain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X