For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓટો વિશ્વની આ કાર્સ બની શકે છે તમારી ડ્રીમ કાર

By Super
|
Google Oneindia Gujarati News

ઓટો માર્કેટમાં દરરોજ એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર્સ રજૂ કરવામાં આવે છે. ત્યારે ચોક્કસપણે આપણે કઇ કાર નિર્માતા કંપનીની કઇ કાર ખરીદવીએ નક્કી કરવું કપરું થઇ પડે છે. જોકે, માર્કેટમાં ખાસ કરીને મર્સીડિઝ બેન્ઝ, ફેરારી, હોન્ડા, ટોયોટા, શેરવોલે સહિતની કંપનીઓ દ્વારા સમયાંતરે વિરોધી કંપનીઓને માત આપવા માટે અનેકવિધ સુવીધાઓ સાથે પોતાની કાર લોન્ચ કરવામાં આવે છે, જેના કારણે ક્યારેક આપણે કાર પસંદગીમાં થાપ ખાઇ જઇએ છીએ.

જો તમે પણ કાર પસંદગી કરવાને લઇને થોડી મુંઝવણ અનુભવી રહ્યાં છો તો, તમારી આ મુંઝવણને દૂર કરવા માટે અમે અહીં કેટલીક શાનદાર કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જે તમારી આ મુંઝવણને મહદઅંશે દૂર કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ એવી કેટલીક કાર્સ અંગે કે જેને તમે ખરીદી શકો છો. જે કાં તો લોન્ચ થઇ ગઇ છે અથવા તો ટૂંક સમયની અંદર લોન્ચ થવા જઇ રહી છે.

ટેલ્સા મોડલ એસ(Tesla Model S)

ટેલ્સા મોડલ એસ(Tesla Model S)

આ એક ઇલેક્ટ્રિક અલ્ટરનેટીવ ફ્યુએલ વ્હીકલ છે. આ કારને એકવાર ચાર્જ કરવામાં આવ્યા બાદ 80 માઇલની એવરેજ આપી શકે છે. તેમજ આ કાર 10 સેકન્ડ સુધીમાં 60 એમપીએચ સુધી પહોચી શકે છે.

રેન્જ રોવર(Range Rover)

રેન્જ રોવર(Range Rover)

લેન્ડ રેન્જ રોવરની વાત કરવામાં આવે તો તેમાં 5.0L V8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 375 hp @ 6500 rpm છે. કારના ફ્યુએલ ઇકોનોમી, 12 એમપીજી સિટી અને 20 એમપીજી હાઇવે છે.

હોન્ડા સીઆર વી(Honda CR-V)

હોન્ડા સીઆર વી(Honda CR-V)

હોન્ડા સીઆર વીમાં 2.4L I4 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 185 hp @ 7000 rpm છે. કારની ફ્યુએલ ઇકોનોમી, 23 એમપીજી સિટી અને 31 એમપીજી હાઇવે છે.

શેરવોલે કોર્વેટ(Chevrolet Corvette)

શેરવોલે કોર્વેટ(Chevrolet Corvette)

શેરવોલે કોર્વેટમાં 6.2L V8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારના હોર્સપાવર 430 hp @ 5900 rpm છે. કારની ફ્યુએલ ઇકોનોમી, 16 એમપીજી સિટી અને 26 એમપીજી હાઇવે છે.

પોર્શે 911(Porsche 911)

પોર્શે 911(Porsche 911)

પોર્શે 911માં 3.8 liters H-6 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 500 hp @ 6,000 rpm છે. ફ્યુએલ ઇકોનોમીની વાત કરવામાં આવે તો, 16 એમપીજી સિટી અને 24 એમપીજી હાઇવે છે.

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ(Mercedes-Benz S-Class)

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ(Mercedes-Benz S-Class)

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસમાં 4.7L V8ના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 429 hp @ 5250 rpm છે. કારની ફ્યુએલ ઇકોનોમી, 15 એમપીજી સિટી અને 25 એમપીજી હાઇવે છે.

બીન્ટલે કોન્ટિનેન્ટલ જીટીસી(Bentley Continental GTC)

બીન્ટલે કોન્ટિનેન્ટલ જીટીસી(Bentley Continental GTC)

બીન્ટલે કોન્ટિનેન્ટલ જીટીસીના એન્જીનની વાત કરવામાં આવે તો કારમાં 6.0L W12 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 552 hp @ 6100 rpm છે. ફ્યુએલ ઇકોનોમીની વાત કરીએ તો, 10 એમપીજી સિટી અને 17 એમપીજી હાઇવે છે.

ટોયોટા એવલોન(Toyota Avalon)

ટોયોટા એવલોન(Toyota Avalon)

ટોયોટા એવલોનની વાત કરવામાં આવે તો, તેમાં 3.5L V6 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારના હોર્સપાવર 268 hp @ 6200 rpm છે. ફ્યુએલ ઇકોનોમીની વાત કરવામાં આવે તો 21 એમપીજી સિટી અને 31 એમપીજી હાઇવે છે.

ફોર્ડ ફોકસ(Ford Focus)

ફોર્ડ ફોકસ(Ford Focus)

ફોર્ડ ફોકસના એન્જીનની વાત કરવામાં આવે તો, તેમાં 2.0L Ti-VCT GDI I-4ના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કારના હોર્સપાવર 160 @ 6500 છે. કારની ફ્યુએલ ઇકોનોમીની વાત કરવામાં આવે તો 23 એમપીજી સિટી અને 32 એમપીજી હાઇવે છે.

 મિનિ કૂપર( Mini Cooper)

મિનિ કૂપર( Mini Cooper)

આ કારે અમેરિકાનો દિલ પર જોરદાર જાદૂ ચલાવ્યો છે, જો તમે પણ કોઇ શાનદાર કાર ખરીદવા માંગતા હોવ તો આ કાર તમારા માટે કદાચ યોગ્ય રીતે ફીટ બેસી શકે છે. કારના એન્જીનની વાત કરવામાં આવે તો આ કારમાં 1.6 ઇન લાઇન 4 ડીઓએચસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્યુએલ ઇકોનોમીની વાત કરવામાં આવે તો ગેસોલીન 29 એમજીપી સીટી, 37 એમજીપી હાઇવે છે.

ફેરારી એફએફ(Ferrari FF)

ફેરારી એફએફ(Ferrari FF)

ફેરારીની કારનું નામ સંભળતા જ કાર ચાહકોના મનમાં તેમની ખુબીઓની યાદી આવી જાય છે. ત્યારે ફેરારીની ફેરારી એફએફને કેવી રીતે ભુલી શકાય જો તમે નવી કાર ખરીદવા ઇચ્છતા હોવ તો આ કાર તમારી ડ્રીમ કાર તરીકે ખરી ઉતરી શકે તેમ છે. આ કારના એન્જીનની વાત કરવામાં આવે તો કારમાં 6.3L V-12 એન્જીન છે. તેમજ કારમા 651 હોર્સપાવર છે, જે કારને 3.7 સેકન્ડમાં 60 એમપીએચ સુધી પહોંચાડી શકે છે.

નિસાન અલ્તિમા( Nissan Altima)

નિસાન અલ્તિમા( Nissan Altima)

હાલના સમયે રીડિઝાઇન કરવામાં આવેલી ફોર્ડ ફ્યુઝન, હોન્ડા એકર્ડ અને નિસાન અલ્તિમામાંથી કઇ કાર ખરીદવીએ નિર્ણય કરવો ઘણો કપરો છે. જો કે, અહીં વાત નિસાન અલ્તિમા અંગે કરી રહ્યાં છીએ, ત્યારે આ કાર રિડીઝાઇન કરવામાં આવેલી ફોર્ડ ફ્યુઝન અને હોન્ડા એકર્ડ કરતા સારી છે. આ કારની ખુબીઓ અંગે વાત કરીએ તો કારમાં 2.5 લી ઇન લાઇન 4 ડીઓએચસી એન્જીન છે, ફ્યુએલ ઇકોનોમીની વાત કરવામાં આવે તો ગેસોલીન 27 એમપીજી સીટી, 38 એમપીજી હાઇવે છે.

English summary
Here is the List of Best Cars, who you can buy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X