Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BMW તમામ મોડેલ્સને રજૂ કરશે BS-6 અવતારમાં, પ્રોડક્શન શરૂ

BMW તમામ મોડેલ્સને રજૂ કરશે BS-6 અવતારમાં, પ્રોડક્શન શરૂ

જર્મન કાર કંપની BMW એ જાહેરાત કરી છે કે કંપનીના તમામ પેટ્રોલ મોડેલ હવે બીએસ-6 પ્રમાણે હશે. ભારતમાં કંપનીના તમામ પેટ્રોલ સંચાલિત મોડેલ હવે નવા ઉત્સર્જન માપદંડોનું પાલન કરશે. કંપનીએ વધુમાં કહ્યું છે કે આગામી મહિનામાં ડીઝલ મોડેલ પણ અપડેટ કરવામાં આવશે. બીએસ-6 ડીઝલ વેરિએન્ટનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યુ છે.

6 - સિરીઝ જીટી સામેલ

6 - સિરીઝ જીટી સામેલ

આ લિસ્ટમાં 5 - સિરીઝ, 6 - સિરીઝ જીટી સામેલ છે. કંપની ટૂંક સમયમાં જ ત્રીજા બીએસ-6 ડીઝલ મોડેલ એક્સ 1નું ઉત્પાદન પણ શરૂ કરશે.

મોડેલ પસંદ કરવાની પરવાનગી

મોડેલ પસંદ કરવાની પરવાનગી

બીએમડબલ્યુ ભારતમાં લોન્ચ કરાયેલા નવા મોડેલને બીએસ-4, અને બીએસ-6 બંને પ્રકારે રજૂ કરશે. બીએમડબલ્યુ ગ્રાહકોને કોઈ પણ મોડેલ પસંદ કરવાની પરવાનગી આપી છે.

કિંમતમાં વધારો

કિંમતમાં વધારો

BMWએ કહ્યું છે કે તેઓ પોતાના બીએસ-6 વાહનોની કિંમતમાં 6 ટકાનો વધારો કરી શકે છે. કંપનીએ પોતાના બીએસ-4 મોડેલ પર ફાઈનાન્સ ઓફર અને ડિસ્કાઉન્ટની પણ રજૂઆત કરી છે.

આ વર્ષે 3 – સિરીઝ લૉન્ચ કરી

આ વર્ષે 3 – સિરીઝ લૉન્ચ કરી

કંપનીએ ચાલુ વર્ષે ભારતીય માર્કેટમાં 3 - સિરીઝ લૉન્ચ કરી છે. ભારતમાં લેટેસ્ટ જનરેશન BMW 3 સિરીઝની કિંમત 41.40 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત)થી શરૂ થશે.

ત્રણ વેરિયન્ટ

ત્રણ વેરિયન્ટ

નવી BMW 3 સિરીઝને ત્રણ વેરિયન્ટ અને 2 એન્જિનના ઓપ્શનમાં લોન્ચ કરાઈ છે. કંપનીએ પોતાના એમ5 કોમ્પિટિશન મોડેલને બજારમાં 1.54 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ,ભારત)માં લોન્ચ કર્યા છે.

શ્રેષ્ઠ સેડાન કાર

શ્રેષ્ઠ સેડાન કાર

નવી BMW એમ 5 કોમ્પિટિશન, એમ 5 સ્ટાન્ડર્ડની સરખામણીએ વધુ સારી સેડાન કાર છે, વધુ સારા ફીચર્સ સાથે આવે છે.

અમારા વિચાર

અમારા વિચાર

BMW ભારતીય માર્કેટમાં અગ્રણી કાર બ્રાન્ડ છે. BMW ભારતમાં પોતાના પ્રોડક્શન પોર્ટફોલિયોમાં બીએસ-6 મોડેલ રજૂ થનારી સેગમેન્ટની પહેલી બ્રાન્ડ છે.

BMW હાલ ભારતમાં આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે, જેને લીધે જ છેલ્લા મહિનામાં કેટલીક નવી કાર્સ લોન્ચ થઈ છે. 3-સિરીઝ અને એમ - 5 કોમ્પિટિશન ઉપરાંત BMWએ ભારતમાં પોતાની મુખ્ય સેડાન અને SUV, 7 સિરીઝ અને X7 રજૂ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X