• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શા માટે લોકો કરે છે આ બુલેટની પૂજા?

|

આપણે લોકોને મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં માથું ટેકવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઇને બાઇકની સામે માથું ટેકવતા જોયા છે ખરા, પોતાના જીવનની સલામતીની દૂઆ બાઇક સમક્ષ કરતા જોયા છે, જો તમે આવું ના જોયું હોય તો, રાજસ્થાન જતા રહો. રાજસ્થાન આમપણ વિશ્વભરના આશ્ચર્ય અને રહસ્યોથી ભરેલું છે. તેવામાં વધુ એક આશ્ચર્યજનક વાત એ છે કે અહીં લોકો બુલેટ સામે માથું ટેકવી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે માથું ટેકવવા આવી રહેલા લોકોની જમાત ઘણી લાંબી અને જૂની છે. જી હાં, આ બાઇકની સામે માત્ર સામાન્ય લોકો જ માથું નથી ટેકવતા પરંતુ આ વિસ્તારની જવાબદારી જેમના માથા પર છે એટલે કે પોલીસકર્મીઓ પણ બાઇકની ઘણી પૂજા કરે છે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે એવું તે શું છે કે આ બાઇકની લોકો પૂજા-અર્ચના કરે છે. તો ચાલો અમે તમને જણાવી દઇએ, તેની પાછળ છૂપાયેલા રહસ્ય અંગે.

આ મામલો રાજસ્થાન પ્રાંતનો છે. રાજસ્થાનથી અમદાવાદ જતા રાષ્ટ્રીય માર્ગ પર પાલી એક એવી જગ્યા છે, પાલીથી લગભગ 20 કિમી દૂર રોહિત પોલીસ મથક વિસ્તારમાં આ બુલેટનું મંદિર આવેલું છે. આ આખા મામલા પાછળ એક જૂની કહાણી છૂપાયેલી છે. પાલી શહેર પાસે ચોટિલા ગામમાં 1988માં ઠાકુર જોગ સિંહ રહેતા હતા. તે સમયે તેમના મોટા પુત્ર ઠાકુર ઓમ સિંહ રાઠોર પણ હતા.

બુલેટ પાછળની કહાણી

ઓમ સિંહ પહેલા થી જ બુલેટ પર સવારી કરવાના શોખિન હતા. કદાચ એ જ કારણ હતું કે રાજસી ઠાઠના કારણે 1988માં તેમની પાસે શાનદાર બુલેટ હતી. પાલી વિસ્તારના લોકોની વાત માનીએ તો તે સમયે એક રાત્રે ઓમ સિંહ આ રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતા. રસ્તામાં કિનારા પર એક મોટો પથ્થર હતો, જ્યાં મોટાભાગે અકસ્માત થતા રહેતા હતા. આ સ્થળે ઓમ સિંહ પણ માર્ગ અકસ્માતના શિકાર થઇ ગયા.

જ્યાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું. થોડા સમય બાદ રસ્તે જતા એક વ્યક્તિએ તેમને રસ્તા પર પડેલા જોયા. તે ઓળખી ગયો કે આ ઓમ સિંહ છે કારણ કે આ વિસ્તારમાં કોઇને પાસે બુલેટ નહોતી. થોડા સમયમાં જ આ વાત આગની જેમ ફેલાઇ ગઇ. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમના મૃતદેહનો કબજો મેળવ્યો અને બાઇકને પોલીસ મથકે મોકલી દીધી.

પરંતુ ચોંકાવનારી મામલો ત્યારે બન્યો જ્યારે સવારે બુલેટ પોલીસ સ્ટેશનમાં નહોતું. તુરત જ પોલીસે બુલેટની શોધ આદરી અને પોલીસને આ બુલેટ એ જ સ્થળ પાસે એક ઝાડ નીચેથી મળી જ્યાં ગત રાત્રે એકસ્માત થયું હતું. બુલેટ જોઇને પોલીસકર્મીના જીવમાં જીવ આવ્યો અને ફરીથી તેઓ બુલેટને પોલીસ મથકે લઇ ગયા, પરંતુ બીજા દિવસે પણ એ જ ઘટના ઘટી. વારંવાર આ ઘટના થવાના કારણે પોલીસે મામલાને ગંભીરતાથી લીધો, બાદમાં પોલીસકર્મીઓએ સ્થાનિક ગ્રામીણો સાથે સલાહ સૂચન કરીને આ બુલેટને ઝાડ નીચે જ એક ચબુતરો બનાવીને રાખી દીધી.

તો ચાલો જોઇએ બુલેટ બાબાની કેટલીક રોચક તસવીરો.

આખરે લોકો આ બુલેટની શા માટે કરે છે પૂજા

આખરે લોકો આ બુલેટની શા માટે કરે છે પૂજા

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ આ બાબત પાછળ ગ્રામીણોને વિશ્વાસ શા માટે છે.

ઓમ સિંહ કોઇનું ખરાબ નહોતા ઇચ્છતા

ઓમ સિંહ કોઇનું ખરાબ નહોતા ઇચ્છતા

ગામવાસીઓનું માનવું છેકે ઓમ સિંહ ઘણા જ સારા વ્યક્તિ હતા, તે ક્યારેય કોઇનું ખરાબ નહોતા ઇચ્છતા, પરંતુ પ્રકૃતિની ક્રુરતા આગળ તે પણ બેબસ હતા, જેના કારણે તેઓ આ દુર્ઘટનાનો શિકાર બની ગયા.

 આજે પણ રાત્રે તેઓ આવે છે ઝાડ નીચે

આજે પણ રાત્રે તેઓ આવે છે ઝાડ નીચે

ગામવાસીઓ માને છે કે ઠાકુર ઓમ સિંહ આજે પણ રાત્રે ઝાડ નીચે આવે છે અને ત્યાંથી પસાર થતા લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડે છે.

 ત્યારબાદ ક્યારેય પણ નથી થઇ દુર્ઘટના

ત્યારબાદ ક્યારેય પણ નથી થઇ દુર્ઘટના

લોકોનું માનવું છે કે એ જ કારણ છે કે ત્યાં ક્યારેય કોઇ દુર્ઘટના થતી નથી.

 એટલા માટે કરવામાં આવે છે પૂજા

એટલા માટે કરવામાં આવે છે પૂજા

આ જ કારણ છે કે ગામવાસીઓએ આ બુલેટની પૂજા અને અર્ચના કરે છે.

બુલેટ પાસે દેખાયા છે ઓમ સિંહ

બુલેટ પાસે દેખાયા છે ઓમ સિંહ

એટલું જ નહીં કેટલાક ગ્રામીણોએ દાવો કર્યો છે કે તેમણે રાત્રે ઓમ સિંહને બુલેટ પાસે જોયા પણ છે.

બુલેટને કહેવાય છે બુલેટ બાબા

બુલેટને કહેવાય છે બુલેટ બાબા

આ બુલેટને આજે બુલેટ બાબાના નામથી ઓળખવામાં આવે છે અને એક લાંબા સમયથી લોકો આ બુલેટની પૂજા અને અર્ચના કરી રહ્યાં છે.

એક ચમત્કાર

એક ચમત્કાર

ઉપરાંત આ એક ચમત્કાર પણ છે કે ઓમ સિંહના નિધન બાદ ક્યારેય પણ બીજી વખત અહીં આવો કોઇ હાદસો થયો નથી.

ઓમ બાનાનો ચબૂતરો

ઓમ બાનાનો ચબૂતરો

આ છે ઓમ બાનાનો ચબૂતરો છે, જ્યાં લોકો પૂજા અને અર્ચના કરે છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે.

પૂજાના સામાનની છે દૂકાનો

પૂજાના સામાનની છે દૂકાનો

આ બુલેટની આસ-પાસ પૂજા સામગ્રી, પ્રસાદ, ચુંદળી વગેરેની ઘણી બધી દૂકાનો આવેલી છે.

 પોલીસ પહેલા ટેકવે છે માથું પછી જાય છે ડ્યૂટી પર

પોલીસ પહેલા ટેકવે છે માથું પછી જાય છે ડ્યૂટી પર

એટલું જ નહીં આ વિસ્તારમાં તેનાત થનાર પોલીસકર્મી સૌથી પહેલા આ બુલેટ બાબાની સામે માથું ટેકવે છે અને પછી પોતાની ડ્યૂટી પર જાય છે.

English summary
Legend has it that, OM Bana's bullet 350cc mysteriously return to the accident spot. Moreover it was found under the same tree where he died. After the death of OM Banna velagers built a temple to worship the supernatural motorcycle and christened it Bullet Baba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more