
કમ્પૅરિઝનઃ યામાહા આલ્ફા આપી શકશે આ સ્કૂટર્સને ટક્કર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં કાર અને બાઇકની જેમ સ્કૂટર્સ પણ વધુ પ્રમાણમાં વેચાણ ધરાવી રહ્યાં છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોન્ડા એક્ટિવા છે. હોન્ડા એક્ટિવાએ વેચાણના મામલે હીરોની સ્પ્લેન્ડરને પછાડી દીધી છે. ભારતમાં સ્કૂટર્સની લોકપ્રિયતાને જોઇને વિવિધ ટૂ વ્હીલર્સ નિર્માતાઓ દ્વારા પોતાના અપગ્રેડ અને નવા સ્કૂટર ભારતીય બજારમાં ઉતારવામાં આવી રહ્યાં છે. યામાહાએ પણ પોતાનું નવું આલ્ફા સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે.
જોકે બજારમાં મોટી માત્રામાં સ્કૂટર્સની સંખ્યા હોવાના કારણે યામાહા આલ્ફાને તગડી સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ સ્કૂટર્સની સ્પર્ધા અંગે વાત કરીએ તો મહિન્દ્રા ગસ્ટો, વાસ્પા એસક્લુસિવો અને સ્કૂટી જેસ્ટ જેવા સ્કૂટર્સ તરફથી વેચાણના મામલે કોમ્પિટિશનમાં રહેવું પડશે. આજે અમે અહીં ઉક્ત ત્રણેય સ્કૂટર્સ સાથે યામાહા આલ્ફાની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં સ્કૂટરની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, એવરેજ, ફીચર્સ અને અપ અને ડાઉન સાઇડ અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

કિંમત અંગે સરખામણી
યામાહા આલ્ફાની કિંમતઃ- 48,000 રૂપિયા
મહિન્દ્રા ગસ્ટોની કિંમતઃ- 43થી 47 હજાર રૂપિયા
વાસ્પા એસક્લુસિવોની કિંમતઃ- 74,355 રૂપિયા
સ્કૂટી જેસ્ટની કિંમતઃ- 42,300 રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા આલ્ફા
એન્જીનઃ- 113.00 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઓએચસી, 2 વાલ્વ એન્જીન
પાવરઃ- 7.1 પીએસ
ટાર્કઃ- 8.1 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- મહિન્દ્રા ગસ્ટો
એન્જીનઃ- 109.6 સીસી, ઓલ એલ્યુમિનિયમ એમ ટેક 4 સ્ટ્રોક, એર કૂલર, 1 સિલિન્ડર
પાવરઃ- 8 બીએચપી
ટાર્કઃ- 9 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- વાસ્પા એસ્ક્લુસિવો
એન્જીનઃ- 125 સીસી, 3 વાલ્વ, એલ્યુમિનિયમ સિલિન્ડર હેડ 1 સિલિન્ડર એન્જીન
પાવરઃ- 10.06 પીએસ
ટાર્કઃ- 10.6 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- સ્કૂટી જેસ્ટ
એન્જીનઃ- 109.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, સીવીટીઆઇ, એર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 5.9 કેડબલ્યુ
ટાર્કઃ- 8.8 એનએમ

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- યામાહા આલ્ફા
અપસાઇડઃ- ક્વાલિટી, એર્ગોનોમિક્સ, હેન્ડલિંગ
ડાઉનસાઇડઃ- સ્કૂટરની કિંમત

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- મહિન્દ્રા ગસ્ટો
અપસાઇડઃ- ફીચર્સ, રિફાઇન્ડ પાવરપ્લાન્ટ
ડાઉનસાઇડઃ- સ્પોન્ગી બ્રેક્સ

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- વાસ્પા એસક્લુસિવો
અપસાઇડઃ- સ્ટાઇલિંગ, ઇમ્પ્રૂવ્ડ હેન્ડલિંગ, નવો શેડ્સ
ડાઉનસાઇડઃ- દેખાવ રેગ્યુલર વેસ્પા જેવો

અપસાઇડ અને ડાઉનસાઇડઃ- સ્કૂટી જેસ્ટ
અપસાઇડઃ- વાઇડ કમ્ફર્ટટેબલ સીટ, ડબલ રેટેડ મોનોશોક્સ, રાઇટ ટર્નિંગ રેડિયસ, અન્ટિકિડ ટ્યૂબલેસ ટાયર્સ, પાર્કિંગ બ્રેક, ઇઝી સેન્ટર સ્ટેન્ડ, બ્રાઇટર હેડલાઇટ્સ.
ડાઉનસાઇડઃ- ડિસ્ક બ્રેક નથી.

સ્પેશિયલ ફીચર્સઃ- યામાહા આલ્ફા
એનાલોગ સ્પીડોમીટર, ફ્યુઅલ ગજ, લો ફ્યુઅલ વોર્નિંગ લેમ્પ

સ્પેશિયલ ફીચર્સઃ મહિન્દ્રા ગસ્ટો
એનાલોગ ફ્યુઅલ ગજ, એનાલોગ સ્પીડોમીટર, હાઇટ એડ્જસ્ટેબલ સીટ, રિમોટ ફ્લીપ કી, ફાઇન્ડ મી લેમ્પ્સ, ગાઇડ લેમ્પ

સ્પેશિયલ ફીચર્સઃ- વાસ્પા એસક્લુસિવો
એનાલોગ ફ્યુઅલ ગજ, એનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ વોર્નિંગ લેમ્પ , ક્લોક, લો બેટરી ઇન્ડિકેટર, ઇનબિલ્ટ લોકેબલ ગ્લવ બોક્સ, સારી અન્ડર સીટ સ્ટોરેજ

સ્પેશિયલ ફીચર્સઃ-સ્કૂટી જેસ્ટ
19 લિટર અન્ટર સીટ સ્ટોરેજ, બેકલિટ સ્પીડોમીટર, લાર્જેસ્ટ અન્ડર સીટ સ્ટોરેજ, ઓપન ગ્લોવ બોક્સ, ફોલ્ડેબલ બેગ હૂક, અન્ડર સીટ બેગ હૂક, ડબલ સ્ટિચ્ડ સીટ, એલઇડી ટેઇલ લેમ્પ, ઇકોમીટર, લોન્ગ આઇડલિંગ ઇન્ડિકેટર

એવરેજ અંગે સરખામણી
યામાહા આલ્ફાની એવરેજઃ- 47 કિ.મી પ્રતિ લિટર
મહિન્દ્રા ગસ્ટોની એવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર
વાસ્પા એસક્લુસિવોની એવરેજઃ- 52 કિ.મી પ્રતિ લિટર
સ્કૂટી જેસ્ટની એવરેજઃ- 62 કિ.મી પ્રતિ લિટર