For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્સ માટે આવી રહ્યાં છે ગોરિલા ગ્લાસ

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ વર્લ્ડમાં પણ નીતનવા પ્રયોગો કરવામાં આવે છે, લોકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીઓ દરરોજ કંઇક ને કંઇક અવિષ્કારમાં લાગેલી રહે છે. ગોરિલા ગ્લાસથી તમે બધા પણ અવગત હશો. જી હાં, અત્યારસુધી ગોરિલા ગ્લાસનો ઉપયોગ માત્ર મોબાઇલમાં જ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ગોરિલા ગ્લાસથી સજેલી કાર પણ રસ્તા પર હવા સાથે વાત કરી જોવા મળશે.

તમને જણાવી દઇએ કે અત્યારસુધી ટેમ્પર્ડ ગ્લાસનો પ્રયોગ કારની વિન્ડ શિલ્ડ અને વિન્ડો વગેરેમાં કરવામાં આવે છે, જેમાં બે ટેમ્પર્ડ ગ્લાસની વચ્ચે એક ફાઇબરની લેયર હોય છે, જે કાંચને સુરક્ષા સાથે ડાર્કનેસ પણ પ્રદાન કરે છે. સામાન્ય રીતે જ્યારે કારના ગ્લાસ પર પ્રહાર થાય છે તો ગ્લાસ સંપૂર્ણપણે તૂટી જતો નથી, તેનું મુખ્ય કારણ ગ્લાસની વચ્ચે લાગેલી આ ફાઇબર લેયર હોય છે.

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. જેથી ગ્લાસ ઝડપથી તૂટી જાય નહીં અને કારની અંદર કે આસપાસના લોકોને ઇજા પહોંચે નહીં. ખેર, આ વાત તો થઇ સાધારણ ગ્લાસની. ચાલો હવે જાણીએ, ગોરિલા ગ્લાસ અંગે.

ક્યાં ક્યાં થાય છે ગોરિલા ગ્લાસનો ઉપયોગ

ક્યાં ક્યાં થાય છે ગોરિલા ગ્લાસનો ઉપયોગ

હાલના સમયમાં ગોરિલા ગ્લાસનો પ્રયોગ મોંઘા સ્માર્ટ ફોન, આઇપેડ, ટેબલેટ વગેરેમાં કરવામાં આવી રહ્યો છે. આ ગ્લાસ આ ગેજેટ્સની સ્ક્રિન પર લગાવેલા હોય છે.

મજબૂત હોય છે આ ગોરિલા ગ્લાસ

મજબૂત હોય છે આ ગોરિલા ગ્લાસ

કહેવામાં આવે છે કે, આ ગ્લાસ ઘણા મજબૂત અને મારક ક્ષમતા સહન કરાનારા હોય છે.

આ ખાસ વાત હોય છે ગોરિલા ગ્લાસમાં

આ ખાસ વાત હોય છે ગોરિલા ગ્લાસમાં

આ ગ્લાસની વધુ એક ખાસ વાત એ છે કે આ ગ્લાસ પર સ્ક્રેચ વગેરે પડવાનો ભય રહેતો નથી. આ ઉપરાંત એક સામાન્ય ગ્લાસની સ્પર્ધામાં વજનમાં ઘણા હળવા હોય છે.

કારમાં લગાવાશે ગોરિલા ગ્લાસ

કારમાં લગાવાશે ગોરિલા ગ્લાસ

અમેરિકાની કંપની કારનિંગે કાર માટે ગોરિલા ગ્લાસ બનાવવાનો દાવો કર્યો છે. કંપનીના વાઇસ પ્રેસિંડેન્ટ જેફરી ઇવેન્સને ગ્લાસ અંગે જણાવ્યું છે કે, તેઓ હાલ કારના વિન્ડ શિલ્ડ અને વિન્ડો માટે ગોરિલા ગ્લાસના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. ગોરિલા ગ્લાસ એક સામાન્ય ગ્લાસ કરતા ઘણા સારા છે. તે વજનમાં હળવા અને રેલિસ્ટીંગ પાવર એટલે કે મજબૂતીમાં પણ ઘણા સારા છે.

કાર માટે અનેક રીતે ઉપયોગી

કાર માટે અનેક રીતે ઉપયોગી

ઇવેન્સને જણાવ્યું કે, આ ગ્લાસનો જ્યારે કારમાં પ્રયોગ કરવામાં આવશે તો કારના કાંચ વગેરે પર સામાન્યતઃ પડતાં સ્ક્રેચ વગેરેનો ભય નહીં રહે. સાથે જ ઓછા વજનની સાથે કારની માઇલેજમાં પણ સારી મદદ કરશે. જો કે, તેણે એ અંગે કોઇ જાણકારી આપી નથી કે, ક્યારે આ ગ્લાસનો ઉપયોગ કારમાં કરવામાં આવશે. કંપની હાલ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

English summary
Corning Gorilla Glass will be used in automobiles car windshield windows.Corning Gorilla Glass will improve car mileage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X