શું ડટ્સનની ‘ગો’ સાબિત થશે ધ મારુતિ અલ્ટો ‘કિલર’?
જાપાનીઝ કાર નિર્માતા કંપની નિસાનની લો કોસ્ટ બ્રાન્ડ ડટ્સન 1914માં અસ્તિત્વમાં આવી હતી. ડટ્સન શરૂઆતમાં DATના નામથી પણ જાણીતી હતી, જેનો અર્થ થાય છે. લાઇટિંગ ફાસ્ટ. જે ડ્યૂરેબલ, એટ્રેક્ટિવ અને ટ્રસ્ટવર્થીને પ્રમોટ કરતી હતી. 1986માં નિસાને ડટ્સન નામને બંધ કર્યું પરંતુ 2013માં ફરીથી કંપનીએ એ નામને બજારમાં મુક્યું છે. જો કે આ કારને મારૂતિ સુઝુકીની અલ્ટો કારની કિલર તરીકે પણ જોવામાં આવી રહી છે.
ડટ્સન દ્વારા ભારતમાં રોડ શો યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તેની એન્ટ્રી લેવવની હેચબેક ‘ગો'નો રજૂ કરવામાં આવશે. આ માટે કંપની દ્વારા દેશભરમાંથી 90 જેટલા શહેરોની પંસદગી કરવામાં આવશે અને આ શહેરો ડટ્સનની ગો કારના ઝલવાના સાક્ષી બનશે. કંપની દ્વારા જે રોડ શોનું આયોજન કરવામાં આવશે તેનાથી લોકોને આ કાર લોન્ચ થયા પહેલા તેને ચલાવવાનો અને તેના અંગે જાણવા મળશે.
નિસાન દ્વારા ડટ્સને લઇને 14મી ડિસેમ્બરે એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં કંપની દ્વારા આ નવી કાર અંગેની અનેક બાબતો જણાવવામાં આવી હતી. કાર્સમાં જે એલિમેન્ટ્સ આપ્યા છે, એ અંગે જાણીને કદાચ તમે પણ ચોંકી જશો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ કારમાં કેવા પ્રકારના ફીચર અને એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે.

ગો કારમાં આપવામાં આવેલું એન્જીન
ડટ્સની ગો એ મોર્ડન હેચબેક છે, જેની ડિઝાઇન તમે સારા ડ્રાઇવિંગની અનુભૂતિ કરાવશે. ડટ્સનના એન્જીન અંગે વાત કરવામા આવે તો તેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જેમાં પાંચ સ્પીડ ગીયરબોક્સ છે. ડટ્સનના આ મોડલને મારુતિ અલ્ટો 800 અને હુન્ડાઇ ઇઓનની સામે રજૂ કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે.

કારની લંબાઇ પર કરવામા આવ્યું ખાસ
કારની બાહ્ય લંબાઇ માટે ડટ્સનના એન્જીનીયર્સ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મેટ્રો સિટીમાં ગીચતા વાળા રસ્તા હોય છે, જેથી તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કારની પહોળાઇ 1635 mm, ઉંચાઇ 1485 mm અને લંબાઇ 3785 mm છે.

લોંગ વ્હીલબેસ
આશ્ચર્યજનક વાત એ છે કે કારમાં લોન્ગ વ્હીલબેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 2450 mm છે. આ ઉપરાંત કારમાં હેડરૂમ, શાનદાર લેગરૂમ આપવામાં આવ્યા છે.

મનોરંજનની સુવિધા
કારના મનોરંજન અંગે વાત કરવામાં આવે તો કારમાં મોબાઇલ ડોકિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં તમે તમામ પ્રકારના મ્યુઝીકનો આનંદ લઇ શકો છો. તમારે માત્ર તમારા સ્માર્ટફોનને ડોક કરવાનો છે અને મ્યુઝીક સાંભળવાનું છે.

ડટ્સનની કિંમત
ડટ્સનની આ કારનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. કારની કિંમત અંગે વાત કરવામાં આવે તો કંપની દ્વારા કારની કિંમત 4 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ગોના ટોપ વેરિએન્ટની છે.












Click it and Unblock the Notifications
