For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડટ્સને લોન્ચ કરી સૌથી સસ્તી એમપીવી ‘ગો’ પ્લસ

|
Google Oneindia Gujarati News

નિસાનની લો કોસ્ટ બ્રાન્ડ ડટ્સનને વિશ્વ સમક્ષ વધુ એક સૌથી સસ્તી કારને લોન્ચ કરી છે. આ વખતે ડટ્સને કોઇ નાની હૈચબેક કાર નહીં પરંતુ એમપીવી કારને લોન્ચ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીનની ક્ષમતાથી સજેલી ડટ્સનની આ ગો પ્લસ એમપીવીને લોકો ઘણી પસંદ કરી રહ્યાં છે.

ડટ્સને તાજેતરમાં જ દેશમાં પોતાની ગ્લોબલ લોન્ચિંગ દરમિયાન હૈચબેક કાર ગોને લોન્ચ કરી હતી. આ વખતે કંપનીએ પોતાની બીજી શાનદાર કાર એમપીવી ડટ્સન ગોરીછે. કંપનીએ આ એમપીવીને સપ 4 મીટર સેગ્મેન્ટમાં તૈયાર કરી છે.

જાણકારોનું માનવું છે કે, પોતાના આકર્ષક લુક અને ઓછી કિંમતના કારણે આ કાર દેશની અનેક દિગ્ગજ એમપીવી કારને ટક્કર આપી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, ડટ્સનની આ નવી શાનદાર એમપીવી ગો પ્લસને.

જકાર્તામાં લોન્ચ કરવામાં આવી હતી

જકાર્તામાં લોન્ચ કરવામાં આવી હતી

કંપનીએ પોતાની આ કારને જકાર્તામાં લોન્ચ કરી છે. આ કંપની તરફથી ગો હૈચબેક બાદ ગો પ્લલસ એમપીવી તરીકે બીજું મોડલ છે. કંપની આ કારને આગામી વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરશે.

 એમપીવી કારની ખાસ વાત

એમપીવી કારની ખાસ વાત

આ એમપીવી કારની સૌથી ખાસ વાત એ છે કે તેની અંદર જેટલી સ્પેશ આપવામાં આવી છે, તેટલી જ તેની કિંમત ઓછી છે. જેમ કે નિસાને ડટ્સનને એક લો કોસ્ટ કાર બ્રાન્ડ તરીકે લોન્ચ કરીને ઘોષણા કરી હતી.

7 સીટર એમપીવી

7 સીટર એમપીવી

ડટ્સન ગો પ્લસ એક 7 સીટર એમપીવી છે. આ કારની લંબાઇ 3,995 એમએમ, પહોળાઇ 1,635 એમએમ અને ઉંચાઇ 1,485 એમએમ છે. કંપની આ કારને ઇન્ડોનેશિયામાં લગભગ 100 મિલિયન ઇન્ડોનેશિયન મુદ્રા એટલે કે લગભગ 5.5 લાખ રૂપિયા ભારતીય મુદ્રામાં લોન્ચ કરશે.

 ગો પ્લસનું એન્જીન

ગો પ્લસનું એન્જીન

કંપનીએ ગો પ્લસમાં 1.2 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોહ કર્યો છે. આ એન્જીનનો પ્રયોગ કંપનીએ ગો હૈચબેક કાર અને નિસાન માઇક્રામાં પણ કર્યો છે. જો કે, કંપનીએ આ કારના ડીઝલ વેરિએન્ટ અંગે કોઇ જાહેરાત કરી નથી. આ કારમાં કંપનીએ 5-સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સનો પ્રયોગ કર્યો છે.

ગો પ્લસનું ઇન્ટિરીયર

ગો પ્લસનું ઇન્ટિરીયર

કંપનીએ આ કારનું ઇન્ટિરીયર મહદંશે પોતાની હૈચબેક કાર જેવું જ રાખ્યું છે. કંપનીએ તેના ગીયર લીવરને ડેશબોર્ડમાં જ એટેચ કર્યું છે. જેના કારણે ફ્રન્ટ રોમાં વધારે લેગ રૂમ મળી રહે છે, જો કે, કંપનીએ ફ્રન્ટ રોમાં બે સીટનો જ પ્રયોગ કર્યો છે, પરંતુ આ રોમાં બે વયસ્ક અને એક નાનું બાળક સહેલાયથી બેસી શકે છે.

કારની ફ્રન્ટ રો

કારની ફ્રન્ટ રો

તમે તસવીરમાં જોઇ શકો છો કે, ફ્રન્ટ રોમાં કંપનીએ શાનદાર સ્પેશ આપી છે. જો કે, કંપની આ કારમાં 1.2 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, પરંતુ કારનું વજન વગેરે ઓછા કરી દેવામાં આવ્યા છે, જેથી સારું માઇલેજ આપે છે.

કારની બીજી રો

કારની બીજી રો

બીજી રોમાં કંપનીએ બે સીટને એક સાથે પેક કરી છે, જેના કારણે વચ્ચે બેસનારાને હેડ રેસ્ટનો લાભ નહીં મળે, તેમ છતાં ત્રણ લોકો સહેલાયથી બેસી શકે છે.

કારની ત્રીજી રો

કારની ત્રીજી રો

સેકન્ડ રોની સીટને તમે જરૂરિયાત અનુસાર ફોલ્ડ કરી શકો છો. તમે જોઇ શકો છો કે ત્રીજી લાઇનમાં પણ બે લોકોને બેસવાની વ્યવસ્થા આપવામાં આવી છે.

પ્રાઇઝ સેગ્મેન્ટમાં શાનદાર સ્પેશ

પ્રાઇઝ સેગ્મેન્ટમાં શાનદાર સ્પેશ

પોતાના પ્રાઇઝ સેગ્મેન્ટમાં શાનદાર સ્પેશ પ્રદાન કરનારી આ એકમાત્ર કાર છે. તમને કારના બૂટ સ્પેશને પણ સહેલાયથી જોઇ શકો છો. કારની અંદર સ્પેશના મામલે આ કાર મારુતિ સુઝૂકીને આકરી ટક્કર આપે છે.

 કારનો રિયર વ્યૂ

કારનો રિયર વ્યૂ

રિયર વ્યૂમાં કંપનીએ શાનદાર ટેલ લાઇટ અને આકર્ષક ગો પ્લસ બેચનો ઉપયોગ કર્યો છે.

English summary
Datsun GO+ MPV was unveiled in Jakarta yesterday. The new Datsun MPV will be launched next year. Datsun GO+ MPV is a sub-4 meter MPV with a price of less than 6 lakhs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X