For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રફ્તારની રાણી ફરારીનો આવો છે મહાન ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ આપણે ઝડપ, લક્ઝી અને શાનદાર સ્પોર્ટ કાર્સની વાત કરીએ છીએ તો ફેરારીનું નામ હોઠો પર આવવુ એ સામાન્ય વાત છે. જી હાં, વિશ્વ ભરમાં એકથી એક શાનદાર લક્ઝરી સ્પોર્ટ કાર્સને રજૂ કરનારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફેરારીની કાર્સ પ્રકાર શાનદાર હોય છે, તેવી જ રીતે આ કંપનીનું અતિત પણ એટલું જ રસપ્રદ અને રોચક છે. શું તમારા મનમાં એ પ્રશ્ન આવ્યો છે કે, આખરે આ કંપનીનું નામ ફેરારી શા માટે છે?

કે પછી આ કંપની વિશ્વમાં આટલી લોકપ્રિય કેવી રીતે થઇ? એવા અનેક પ્રશ્નો હોય છે, જે તમારા મનમાં હશે, જેના જવાબ શોધવા થોડા મુશ્કેલ હશે, પરંતુ અમે તમારી આ જિજ્ઞાસાવૃત્તિને ધ્યાનમાં રાખીને ઓટોમોબાઇલ જગતના ઇતિહાસ સાથે જોડાયલા ઓટો ઇતિહાસને આપવાની શરૂઆત કરી છે. આજે અમે તેમને અમારા આ લેખમાં ફેરારી સાથે જોડાયેલી કેટલીક એવી વાતો અંગે જણાવીશું જે અંગે કદાચ તમે સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય. સાથે જ અમે તમને આ અદભૂત કાર નિર્માતા કંપનીની શેર પણ કરાવીશું.

ફેરારી આજે વિશ્વ ભરમાં પોતાની શાનદાર સ્પોર્ટ કાર્સના કારણે જાણીતી છે. ઘણા જ આકર્ષક લુક, દમદાર એન્જીન ક્ષમતા અને આધુનિક ફીચર્સથી સજેલી ફેરારીની કાર્સને જોઇને કોઇપણ કાર પ્રેમીની ધડકનો એકવાર વધી જાય છે. તાજેતરમાં ફેરારીએ ભારતીય બજારમાં અધિકૃત રીતે ડગ માંડ્યું છે. આ પહેલા ફેરારીની કાર્સ ઇમ્પોર્ટ કરીને દેશના રસ્તા પર ઉતારવામાં આવતી હતી, પરંતુ હવે તેવું નહીં થાય, હવે ફેરારીની કાર્સ દેશમાં ઉપલબ્ધ છે. તો ચાલો તસવીરો થકી કરીએ ફેરારીની રોમાંચક યાત્રા.

ફેરારીનો મહાન ઇતિહાસ

ફેરારીનો મહાન ઇતિહાસ

ફેરારી વિશ્વની એક શાનદાર સ્પોર્ટ કાર નિર્માતા કંપની છે. અત્યાર સુધીમાં ફેરારીએ વિશ્વના શાનદાર રસ્તાઓથી લઇને એફ 1 રેસના ટ્રેક સુધી પોતાની અદભૂત હાજરી પુરાવી છે. આગળ નેક્સ્ટ બનટ પર ક્લિક કરો અને શરૂ કરો ફેરારીની રોમાંચક ઐતિહાસિક યાત્રાને.

ફેરારી કંપનીની સ્થાપના

ફેરારી કંપનીની સ્થાપના

ફેરારી કંપનીની સ્થાપના વર્ષ 1929માં ઇટલીમાં રહેતા એન્જો ફેરારીએ કરી હતી. આ તસવીર એન્જો ફેરારીની છે. એ સમયે કંપનીનું નામ સુડેરિયા ફેરારી(Scuderia Ferrari) હતું. આ દરમિયાન કંપની રેસ ટ્રેકના ડ્રાઇવર્સને સ્પોન્સર કરતી હતી અથવા તો પછી ખાસકરીને રેસ માટે કાર્સનું નિર્માણ કરતી હતી. તત્કાલિન સમયમાં કંપની સામાન્ય કાર્સનું નિર્માણ કરતી નહોતી.

ફેક્ટરીનો મુખ્ય દ્વાર

ફેક્ટરીનો મુખ્ય દ્વાર

આ છે ફેરારીનું ઇટલી સ્થિત હેડક્વાર્ટર અને ફેક્ટરીનો મુખ્ય દ્વાર.

ફેરારીના લોગો સાથે જોડાયેલી રોચક વાત

ફેરારીના લોગો સાથે જોડાયેલી રોચક વાત

તમને બધાને ફેરારી કંપનીના લોગોને ધ્યાનથી જોયો હશે. આ લોગોમાં એક કાળા રંગના ઘોડાને ઉડતો દર્શાવવામાં આવ્યો છે. આ લોગો પાછળ પણ એક કારણ છે, જીહાં આ લોગો ઇટલીના એરફોર્સમાં સામેલ (Francesco Baracca) ફ્રાન્સેસ્કો બરાકા યુદ્ધ વિમાન પર બનેલા ફ્લાઇંગ હોર્સની કોપી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે, વિમાન પર એક સ્થળે એ જ કાળા રંગના ઘોડાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ વિમાનનો પ્રયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને આજ સુધી ફેરારીના કંપની લોગો તરીકે આ ફ્લાઇંગ હોર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

કંપનીનો વર્તમાન લોગો

કંપનીનો વર્તમાન લોગો

આ છે કંપનીનો વર્તમાન લોગો જેનો ઉપયોગ કંપની કરે છે. આ લોગોમાં પીળા રંગના આધારે કાળા રંગના ઘોડાને ઉડતો દર્શાવવામાં આવ્યો છે.

ફેરારીની ફેક્ટરીની અંદરનું દ્રશ્ય

ફેરારીની ફેક્ટરીની અંદરનું દ્રશ્ય

આ દ્રશ્ય ફેરારીની ફેક્ટરીની અંદરનું છે. જ્યાં કંપની પોતાની કાર્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ પોતાની સૌથી પહેલી યાત્રી કારનું નિર્માણ વર્ષ 1949માં કર્યું હતું. એ કારનુ નામ ટીપો 125 હતું, જેની ડિઝાઇન ગિયાચીનો કોલંબો (Giaochino Columbo)એ કરી હતી.

ફેરારીની સૌથી લોકપ્રિય અને વધું વેચાયેલી કાર

ફેરારીની સૌથી લોકપ્રિય અને વધું વેચાયેલી કાર

ફેરારીએ અત્યારસુધી વિશ્વમાં અનેક શાનદાર કાર્સને રજૂ કરી છે, જેમાં ફેરારી 450 ઇટૈનિયા, ફેરારી બર્લિનેટા, ફેરારી ટીપો જેવી શાનદાર કાર સામેલ છે, પરંતુ ફેરારીની શાનદાર સ્પોર્ટ કાર ફેરારી ગ્રાં ટૂરિજ્મો અત્યારસુધીની સૌથી લોકપ્રીય અને વધું વેચાયેલી કાર છે.

શાનદાર ટેક્નિક અને દમદાર એન્જીન માટે જાણીતી

શાનદાર ટેક્નિક અને દમદાર એન્જીન માટે જાણીતી

ફેરારી વિશ્વ ભરમાં પોતાની શાનદાર ટેક્નિક અને દમદાર એન્જીન માટે જાણીતી છે. અત્યારસુધીની સૌથી ફાસ્ટ ફેરારી કાર કંપનીએ વર્ષ 2002માં રજૂ કરી હતી. આ કારનું નામ ફેરારી એફ 60 હતું.

ગંભીરતા સાથે કરવામાં આવે છે કામ

ગંભીરતા સાથે કરવામાં આવે છે કામ

ફેરારી પોતાની ફેક્ટરીમાં ઘણી જ ગંભીરતાથી કાર્ય કરે છે. કંપનીનું સંપૂર્ણ ધ્યાન રહે છે કે, તે પોતાના ગ્રાહકોને સંપૂર્ણ રીતે સંતુષ્ઠ કરે, કદાચ એ જ કારણ છે કે ફેરારીએ આ ફેક્ટરીમાં કોઇપણ સામાન્ય વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે.

ચેકિંગના બે ચરણમાંથી કર્મીએ થવું પડે છે પસાર

ચેકિંગના બે ચરણમાંથી કર્મીએ થવું પડે છે પસાર

એટલું જ નહીં ફેરારીની આ ફેક્ટરીમાં જ્યાં કર્મચારીઓને પ્રેવશ અને નિકાસ દરમિયાન ચેકિંગના બે ચરણમાંથી પસાર થવું પડે છે, જેથી ના તો કોઇ પણ સામાન કે વસ્તુને પોતાની સાથે લાવી શકે અને ના તો કંઇ બહાર લઇ જઇ શકે.

શાનદાર કાર્સ થકી ફેરારી બની રસ્તાની રાણી

શાનદાર કાર્સ થકી ફેરારી બની રસ્તાની રાણી

એક સમય હતો જ્યારે ફેરારીની સૌથી નજીકની સ્પર્ધા મેસેરેટી સાથે હતી, પરંતુ ફેરારીએ પોતાની શાનદાર કાર્સ થકી વિશ્વના રસ્તાઓ પર રાજ કર્યું અને આજે મેસેરેટીનું સંચાલન ફેરારી દ્વારા કરવામાં આવે છે.

ફીઆટની સબ બ્રાન્ડ છે ફેરારી

ફીઆટની સબ બ્રાન્ડ છે ફેરારી

તમને જણાવી દઇએ કે ફેરારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફિઆટની સબ બ્રાન્ડ છે. આજના સમયમાં ફિઆટ ભારતીય બજારમાં પોતાની શાનદાર ટર્બો ચાર્જ્ડ મલ્ટીજેટ એન્જીનનું શાનદાર વેચાણ કરી રહી છે, જેનો પ્રયોગ મારુતિ સુઝૂકી સ્વિફ્ટ, ટાટા ઇન્ડિકા, ફોર્ડ ફિગો જેવી કાર્સમાં કરવામાં આવી રહ્યું છે.

ફેરારીની શાનદાર ઇમારત

ફેરારીની શાનદાર ઇમારત

આ શાનદાર ઇમારતને જોઇને તમે ચોંકી ગયા હશો કે આખરે આ શું છે? સ્પોર્ટ કાર નિર્માતા કંપની ફેરારીએ 4 નવેમ્બર વર્ષ 2010એ વિશ્વ માટે આ શાનદાર ઇમિરાતને શરૂ કરી હતી. આ ઇમારત ફેરારીનું હેડક્વાર્ટર નથી, પરંતુ કંપનીએ તેને પોતાની બ્રાન્ડિંગ માટે બનાવ્યું હતું. જેનો શાનદાર ઓક્ટોપસ જેવો લૂક, તેમજ તેને ફેરારી પાર્કના નામથી પણ ઓળખવામાં આવે છે, આ પાર્કમાં રોલર કોસ્ટર જેવી આકર્ષક રાઇડની પણ મજા માણી શકો છો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X