જાણીતો રેસર નિકી હેડન હવે નથી રહ્યો આ દુનિયામાં!

Subscribe to Oneindia News

રેસિંગ અને બાઇકના શોખીનો માટે એક દુખદ સમાચાર છે. પૂર્વ મોટોજીપી વર્લ્ડ ચેમ્પિયન વિજેતા નિકી હેડનની બાઇક દુર્ધટનામાં મોત થઇ છે. દુખની વાત તો એ છે કે નિકીને જે વસ્તુ સૌથી વધુ પ્રિય હતી તે જ તેમની મોતનું કારણ બન્યું. નિકીને સ્પીડ અને રેસિંગનો જબરો શોખ હતો. પણ ગત અઠવાડિયે સાઇક્લિંગ દરમિયાન જ તેમને એક અકસ્માત નડ્યો. અને તે અકસ્માત એટલો જીવલેણ હતો કે તેમના તેના પ્રાણ લઇ લીધા.

niki hayden

ગત બુધવારે અમેરિકાના રેસર 35 વર્ષીય હેડન ઇટલમાં જ્યારે એક્સરસાઇઝ કરવા માટે સાયકલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનો એક કાર સાથે અકસ્માત થયો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ આવી હતી. ઇટલીના મોરીજિયો બુફાલિની હોસ્પિટલમાં હેડનની સારવાર કરવામાં આવી હતી. હેડન પાંચ દિવસ સુધી કોમમાં રહ્યા અને પછી તેમની મોત થઇ ગઇ. હેડનની મોત પછી ઇટલીની પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે હેડને 2003માં મોટર સાયકલિંગની એલિટ હરિફાઇ પ્રવેશ કર્યો હતો. અને 2006માં તેમણે વિશ્વ ચેમ્પિયનશીપ જીતી હતી. હેડનને આ હરિફાઇ તેના મિત્ર પર હરીફ તેવા દુનિયાના જાણીતા રેસર વૈલેંટિનો રોસીને હરાવીને જીતી હતી. તમને જણાવી દઇએ કે રોસી આ પહેલા પાંચ વાર વિશ્વ ચેમ્પિયનશીપ જીતી ચૂક્યા છે. હેડનનો જન્મ ઓવેન્સબોરા,કેંટકીમાં થયો હતો.

રેડ બુલ હોન્ડાના તેમના નિધન બાદ શોક વ્યક્ત કરતા એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે " હેડન ટ્રેક પર એક સાચા વિજેતા હોવાની સાથે જ તેમના સ્વભાવના કારણે જ પણ પ્રશંસકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા."

English summary
former MotoGP world champion Nicky Hayden dies. Read here more
Please Wait while comments are loading...