જેનિલિયાએ રિતેશને ગિફ્ટ કરી મોડલ એક્સ SUV, જાણો ખાસિયતો

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડના જાણીતા અભિનેતા રિતેશ દેશમુખના 40માં બર્થ ડે પર તેની પત્ની જેનિલિયાએ એક ટેસ્લા મોડલ એક્સ ઇલેક્ટ્રિક એસયૂવી કાર ગિફ્ટ કરી હતી. આ એસયુવી કાર જાણીતા નિર્માતા ટેસ્લા દ્વારા બનાવવામાં આવે છે. આ કાર એક ઇલેક્ટ્રિક એસયૂવી કાર છે. આ કારની અનેક ખાસિયતો છે. તે વિશે વધુ જાણીએ...

મોડલ એક્સનો પાવર

મોડલ એક્સનો પાવર

એસયૂવી કારના પાવરની વાત કરવામાં આવે તો તે માત્ર 4.8 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. તેની ટોપ સ્પિડ 250 કિ.મી. પ્રતિ કલાક છે. તેમાં લગાવવામાં આવેલી બન્ને મોટર 752 બીએચપી પર 967 એનએમ ટાર્કનું ઉત્પાદન કરે છે.

આ કારની ખાસિયત

આ કારની ખાસિયત

એસયૂવી કારની સૌથી મોટી ખાસિયત તેની સીટ છે. તમે એસયૂવી કારની સીટને સરળતાથી આગળ-પાછળ કરી શકો છો. આ ઉપરાંત ત્રીજી લાઇનની સીટનો જો તમે ઉપયોગ ન કરવાના હોવ તો તમે તેને સાવ ફ્લેટ કરી શકો છો. આ રીતે તમે કારમાં સામાન રાખવાની વધારાની જગ્યા બનાવી શકો છો. આ ઉપરાંત આ કારમાં ઓટોમેટિક કીલેસ એન્ટ્રી અને ઓટોમેટિક રિયલ લિફ્ટગેટ જેવી ખાસિયતો પણ છે.

વધારાની સુવિધાઓ

વધારાની સુવિધાઓ

આ કારમાં દુનિયાની સૌથી મોટી ગ્લાસ પૈનોરમિક વિન્ડશીલ્ડ મળશે. મોડલ એક્સમાં બીજી અને ત્રીજી લાઇનની સીટ સુધી સરળતાથી પહોંચવા માટે ફોલ્ડન વિંગ ડોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેફ્ટીને ધ્યાનમાં રાખીને કારમાં ઇલેક્ટ્રિક ઓલ-વીલ ડ્રાઇવ, પાર્કિગ સેન્સર, ઓટોમેટિક ઇમરજન્સિ બ્રેક, બ્લાઇન્ટ સ્પોટ વોર્નિંગ વગેરે જેવી સુવિધાથી એસયૂવી એક્સ સજ્જ છે.

તજજ્ઞનોની રાય

તજજ્ઞનોની રાય

ટેસ્લા ઇલેક્ટ્રિક એસયૂવી કારને કંપનીએ ભારતમાં હજૂ સુધી લોન્ચ નથી કરી. પરંતુ તે એક ગિફ્ટ તરીકે ભારતમાં આવી પહોંચી છે, ત્યારે ચોક્કસ ભારતમાં ચાલતા બીજી ઇલેક્ટ્રિક વાહનોની સામે તે એક ટક્કર લઈ શકે તેમ છે. આવનાર સમયમાં કંપની પોતાની કાર ભારતના બજારમાં લોન્ચ કરે તેવી પણ શક્યતા રહેલી છે.

English summary
genelia dsouza ritesh deshmukh birthday gift tesla model x suv. Read more detail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.