For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500 કેજી સોનામાંથી બનેલી કારની કિંમત જાણીને રહી જશો દંગ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ભરમાં એકથી એક શાનદાર અને વૈભવી સ્પોર્ટ કારને રજૂ કરનારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની લેમ્બોર્ગિનીએ આ વખતે કોઇ સામાન્ય નહીં પરંતુ સોનામાંથી બનેલી કારને રજૂ કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દંગ કરી મુકે તેવી કિંમત સાથે આ કારને બજારમા ઉતારી છે.

આ કારની કિંમતનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે, આ સોનામાંથી બનેલી એક કારની કિંમતમાં તમે 12 નવી લેમ્બોર્ગિની અવેંટાડોર કારને ખરીદી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ સોનામાંથી બનેલી આ મુલ્યવાન લેમ્બોર્ગિની અવેંટાડોરને.

રોબર્ટ ગલ્પેને બનાવી છે આ કાર

રોબર્ટ ગલ્પેને બનાવી છે આ કાર

તમને જણાવી દઇએ કે, આ કાર એક મોડલ છે, જેને જર્મનીના રોબર્ટ ગલ્પેનએ બનાવી છે. આ કોઇ સાચી કાર નથી, તેને બસ એક શો કેસમાં રાખવા માટે બનાવવામાં આવેલી સોનાની કાર તરીકે તૈયાર કરવામાં આવી છે. હાલ આ કારને કોન્સેપ્ટ મોડલ તરીકે તૈયાર કરવામાં આવી છે. જેને દુબઇમાં આયોજિત થનારી એક હરાજીમાં રજૂ કરવામાં આવશે.

આ કારની કિંમત

આ કારની કિંમત

આ કારની હરાજીની કિંમત 7.5 મીલિયન ડોલર નક્કી કરવામાં આી છે, આ કિંમતમાં તમે 12 નવી લેમ્બોર્ગિની કારને ખરીદી શકો છો. આ કારનું નિર્માણ સંપૂર્ણ 24 કેરેટ સોનામાંથી કરવામાં આવ્યું છે.

આ કારનું નિર્માણ

આ કારનું નિર્માણ

આ કારનું નિર્માણ 500 કેજી સોનાના એક બ્રીકમાંથી કરવામાં આવશે. આ બ્રીકને કાપીને કારનો આકાર આપવામાં આવશે. જાણકારી અનુસાર કાર તૈયાર થયા બાદ તેનું વજન માત્ર 25 કેજી રહી જશે. એટલે કે કાર સંપૂર્ણ પણે સોલિડ ગોલ્ડમાંથી બનાવવામાં આવશે.

આ કારની હરાજી

આ કારની હરાજી

આ કારની હરાજી દરમિયાન તેને એક બુલેટ પ્રુફ કાંચની અંદર રાખવામાં આવશે અને લોકોને દર્શાવવામાં આવશે, આ ઉપરાંત આ ગ્લાસ પર સોનાની બનેલી લેમ્બોર્ગિની કંપનીનો લોગો પણ લગાવેલો હશે. આવું પહેલીવાર નથી કે કંપનીએ આ કારને આ રીતે રજૂ કરી છે. આ પહેલાં પણ કંપનીએ પોતાની કાર્સને કાસ લુક સાથે રજૂ કરી છે.

English summary
Robert Gulpen will made a solid gold lamborghini Aventador scale model. The gold Aventador auction price starts at $7.5 million.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X