Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિશ્વના સૌથી જોખમી રસ્તાઓ, ડ્રાઇવ કરવું છે અહીં ખતરનાક

વિશ્વના દરેક ક્ષેત્રને અન્ય ક્ષેત્ર સાથે જોડવા માટે રોડને લાઇફલાઇન ગણવામાં આવે છે, જેના પર વિવિધ ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા નિર્માણ પામવામાં આવેલી કાર અને બાઇક સહિતના વાહનોને આપણે વિહરતા જોઇએ છીએ. જોકે વિશ્વમાં ઘણા એવા રસ્તા છેકે જે પોતાની સુંદરતા માટે જાણીતા છે, તો કેટલાક રસ્તા એવા પણ છે કે વિશ્વના સૌથી જોખમી રસ્તા પણ ગણાય છે.

થોડાક સમય પહેલા આપણે ભારતના સૌથી લાંબા હાઇવે અંગે વાંચ્યુ હતું, આ વખતે અમે અહીં વિશ્વના કેટલાક એવા રસ્તાઓ અંગે તમને આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેને વિશ્વમાં સૌથી જોખમી રસ્તાઓ તરીકે ઓળખવામાં આવે છે, તો ચાલો તસવીરો થકી આપણે આ જોખમી રસ્તાઓ અંગે જાણીએ.

ધ વિડો મેકર, યુકે

ધ વિડો મેકર, યુકે

આ ઇંગ્લેન્ડના પીક ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે અને તેને એ537 પણ કહેવામાં આવે છે. આ વિશ્વનો અને યુકેનો સૌથી ખતરનાક રોડ માનવામાં આવે છે. ખતરનાક હોવા ઉપરાંત આ રોડ બાઇક રાઇડર્સમાં પણ ઘણો જ લોકપ્રિય છે કારણ કે, ત્યાં ઓપર સ્પેશ મળી જાય છે. આ રોડ પર 2007થી 2011 દરમિયાન 44 ગંભીર અકસ્માતો થયા છે.

ગુઓલિંઆગ ટનલ, ચીન

ગુઓલિંઆગ ટનલ, ચીન

તાઇહાંગ માઉન્ટેન અંદર આ ટનલ આવેલી છે, જેને વિશ્વનો સૌથી વધુ ખતરનાક રોડ માનવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા 1972માં માઉન્ટેનની અંદર ટનલ બનાવીને આ રોડ બનાવવામાં આવ્યો હતો. જેથી તેઓ દેશના અન્ય હિસ્સા સાથે જોડાઇ શકે, આ રોડને બનાવવામાં પાંચ વર્ષ લાગ્યા હતા. આ ટનલ 16 ફૂટ ઉંચી અને 13 ફૂટ પહોળી છે. આ ટનલ પ્રવાસીઓને આકર્ષિત કરે છે, આ ટનલમાં વાહન ચલાવતી વખતે ડ્રાઇવરની એક નાની ભૂલ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

જલાલાબાદથી કાબુલ, અફઘાનિસ્તાન

જલાલાબાદથી કાબુલ, અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના 65 કિ.મીના રોડમાં અનેક અકસ્માતો થયા હોવાના અહેવાલ છે અને તેથી તેને વિશ્વનો ખતરનાક રોડ માનવામાં આવે છે. તેમજ ઘણો જ વાંકો ચૂકો છે અને આ રોડને ધરતી પરનો જોખમી રોડ મનાય છે, ડ્રાઇવર જો પોતાના વાહનને ચકાસવા માગતો હોય તો તે આ રોડ પર ચકાસી શકે છે.

ઝોજી લા, ભારત

ઝોજી લા, ભારત

વિશ્વના ખતરનાક રોડમાં એક રોડ ભારતનો ઝોજી લા પણ છે, આ રોડ કશ્મીર અને લદાખની વચ્ચે આવેલો છે અને તે સમુદ્રી તલથી 3,528 મીટરે આવેલો છે. આ નવ કિ.મીના રોડને લદાખની લાઇફલાઇન કહેવામાં આવે છે કારણ કે આ રસ્તો લદાખને વિશ્વ સાથે જોડે છે. શિયાળા દરમિયાન બરફ વર્ષા થતા આ રોડ બંધ થઇ જાય છે.

સ્ટેલ્વિઓ પાસ, ઇટલી

સ્ટેલ્વિઓ પાસ, ઇટલી

આ રોડને ઓસ્ટ્રિયન એમ્પાયર દ્વારા 1820 અને 1825ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો, આ રોડ સ્ટેલ્વિઓને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. આ રોડ 1871 મીટર લાંબો છે. આ રોડ પર પણ નાની અમથી ભૂલ મોટા અકસ્માતને નોતરે છે.

કારાકોરમ હાઇવે, પાકિસ્તાન

કારાકોરમ હાઇવે, પાકિસ્તાન

આ હાઇવેને હાઇએસ્ટ આંતરરાષ્ટ્રીય માર્ગ કહેવામાં આવે છે, આ રોડ ચીન-પાકિસ્તાન સરહદ પર આવેલો છે. આ રોડ ઘણો જ જોખમી અને ત્રાસદાયક માનવામાં આવે છે, ચીનને આ રસ્તો બાંધવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને ચીન તેને મૈત્રી રસ્તાનું નામ આપે છે. આ રસ્તે ડ્રાઇવરે ઘણી જ સાચવેતી સાથે વાહન ચલાવવું પડે છે.

હાઇવે ઓફ ડેથ, ઇરાક

હાઇવે ઓફ ડેથ, ઇરાક

આ રોડને હાઇવે 80 કહેવામાં આવે છે, તેને હાઇવે ઓફ ડેથ કહેવામાં આવે છે. આ સિક્સ લેન કુવૈત શહેરને બસરા સાથે જોડે છે. આ રસ્તા પર અકસ્માત થવાની અહેવાલો ઘણા મળ્યા છે અને આ રસ્તા પર યુએસ એરક્રાફ્ટ દ્વારા ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ હેઠળ અનેકવાર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X