હીરોએ બંદ કર્યુ ઇમ્પલ્સ બાઇકનું પ્રોડક્શન, જાણો કેમ?

Subscribe to Oneindia News

ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રની જાણીતી ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટો કોર્પ એ તેમની ડ્યુઅલ સ્પોર્ટ બાઇક ઇમ્પલ્સનું ઉત્પાદન ભારતમાં બંધ કરી નાખ્યુ છે. કંપનીએ તેમની વેબસાઈટ પરથી પણ આ મોડેલને નીકાળી દીધુ છે. હીરો મોટો કોર્પએ આ બાઇકને પહેલી વાર લંડનમાં વર્ષ 2010માં રજૂ કરી હતી. ત્યાર બાદ આ બાઇક ભારતના બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ હવે કંપનીએ, ભારતમાં આની ઓછી માંગ જોતા તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અને આજ કારણે હીરોએ આ બાઇકને તેમની સત્તાવાર વેબસાઇટ પરથી દૂર કર્યું છે.

hero

તમને જણાવી દઇએ કે ઇમ્પલ્સ બાઇક ભારતની પ્રથમ ડ્યુઅલ સ્પોર્ટ બાઇક હતી. જેનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવ્યું હતું. હીરોએ ઇમ્પલ્સ બાઇકમાં 149,2 સીસી સિંગલ સિલીન્ડર સાથે એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. આ બાઇકમાં 13 બીપીપી અને 13.4 એનએમ પીક ટોર્ક પેદા કરવાની ક્ષમતા હતી. આની સાથે બાઇકનાં એન્જિનમાં 5 સ્પીડ ગિયરબોક્સને પણ જોડવામાં આવ્યું હતુ.

bike

હીરો ઇમ્પલ્સના સિગ્નલ ડિઝાઇનને હોન્ડા એનએક્સઆર બ્રધર્સ માંથી લીધું હતું. જે બ્રાઝિલના બજારમાં હાલ વેચાય છે. આ બાઇકની ખાસિયત તે હતી કે તેમાં લાંબા પ્રવાસ માટે આગળ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સની સાથે પાછળ ડ્રમ બ્રેક્સ આપ્યું હતું. જે તેની રસ્તા પર પકડ બનાવી રાખતું હતું. ઉલ્લેખનીય છે કે હીરો કંપની હવે તેમની આગામી બાઇકના ઉત્પાદન પર કામ કરી રહી છે. કેટલાક ડીલરોએ 223 સીસીની ડ્યુઅલ સ્પોર્ટ બાઇક બનાવવાનું પણ તેને સુચવ્યુ હતું, પણ કંપનીએ આ વાતને નકારી કાઢી છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ બાઇકના બદલે હીરો કંઇ નવી સ્પોર્ટ્સ બાઇક આવનારા સમયમાં લોન્ચ કરશે.

English summary
Hero impulse discontinued india.Read Here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.