ટૂંક સમયમાં ગુજરાતમાં શરૂ થશે હીરોનો પ્લાન્ટ

Posted By:
Subscribe to Oneindia News
hero-motorcorp
ગાંધીનગર, 26 જાન્યુઆરીઃ ભારતની સૌથી મોટી ટૂવ્હીલર નિર્માતા કંપની હીરો મોટો કોર્પ ટૂંક સમયમાં વડોદરા નજીક હાલોલ પાસે પોતાના પ્લાન્ટમાં કામ શરૂ કરી દેશે. કંપનીનો હેતુ આગામી 15 મહિનાની અંદર પ્લાન્ટ નિર્માણ કરવાનો છે. તેમ રાજ્ય સરકારની અધિકારીઓએ જણાવ્યું છે.

આ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે, હાલોલ ખાતે નિર્માણ પામી રહેલો અમારો પાંચમા પ્લાન્ટનો ખર્ચ 1100 કરોડ રૂપિયા છે. અમને 215માંથી 175 એકર જમીન આ પ્લાન્ટ માટે રાજ્ય સરકારના એસએસએ(સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટ)માં ફાળવી દેવામાં આવી છે. જે આગામી એકાદ બે મહિનામાં ફાળવી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે ટૂંક સમયમાં આ પ્લાન્ટના નિર્માણનું કામ કરીશું. અમને આશા છે કે આગામી નાણાકિય વર્ષ 2015-16માં આ પ્લાન્ટ ફ્લોર પર આવી જશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા કંપનીના ટોચના વરિષ્ઠ અધિકારીઓએ એસએએસએ માટે સરકાર સાથે રિવ્યુ બેઠક કરી હતી. આ પ્લાન્ટમાંથી વર્ષે 1.8 મીલિયન વ્હીકલ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી હશે.

ઉલ્લેખનીય છે કે કંપનીના ત્રણ પ્લાન્ટ છે, જે ગોરેગાંવ, ઘારુહેરા(હરિયાણા) અને હરિદ્વાર(ઉત્તરાખંડ)માં છે. જેમની કેપેસિટી વર્ષે સાત મીલિયન વ્હીકલ્સ પ્રોડ્યુસ કરવાની છે. કંપનીનો ચોથો પ્લાન્ટ રાજસ્થાનના નીર્માનામાં બંધાઇ રહ્યો છે. જેમાં 750,000 વ્હીકલ્સ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી હશે.

English summary
Hero MotoCorp,, the country’s largest two-wheeler maker, has started building the boundary wall at the site of its upcoming plant at Halol near Vadodara in Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.