• search

ઇતિહાસનો એક અધ્યાય ખતમઃ જાણો એમ્બેસેડર સાથે જોડાયેલા તથ્યો

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  એમ્બેસેડર ભારતીય ઓળખનો એક ભાગ છે. તમે કોઇ નેતા અંગે વિચારો છો તો તમે તેની કલ્પના એક સફેદ એમ્બેસેડર સાથે જોડીને કરી શકો છો. જ્યારે તમે આરામદાયક ટેક્સી અંગે વિચારો છો તો તમે કોઇ અન્ય કારની સરખામણીએ એમ્બેસેડરને વધારે મહત્વ આપો છો, પરંતુ હવે આ કારની નિર્માતા કંપનીએ તેનું નિર્માણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  આઇકોનિક એમ્બેસેડર બનાવનારી કંપની હિન્દુસ્તાન મોટર્સે કર્મચારીઓને થોડાક દિવસ પહેલા જ આ સમાચાર આપ્યા. એચએમ સીકે બિરલા ગ્રુપની કંપની છે અને તેમણે હવે એમ્બેસેડરનું નિર્માણ અનિશ્ચિત કાળ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દુસ્તાન મોટર્સે એમ્બેસેડરને મોરિસ ઓક્સફોર્ડ પ્લેટફોર્મ પર બનાવી અને 1957માં લોન્ચ કર્યા બાદ તેમાં આધુનિકતાની દિશામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નહીં. એમ્બેસેડર કંપની તરફથી બનાવવામાં આવતી એકમાત્ર કાર હતી ત્યારે તેમાં કોઇપણ પ્રકારના સુધારા કરવામાં ન આવ્યા તે એક આશ્ચર્ય પમાડે તેવી વાત છે.

  હિન્દુસ્તાન મોટર્સે અન્ય વાહન નિર્માતાઓ પાસેથી શીખવાની જરૂર હતી, જેમણે પોતાની ક્લાસિક કાર્સને આમ જ અસ્ત થવા ના દીધી. તેઓ પોતાની કારની મૌલિકતાને કાયમ રાખવા તેને આધુનિક રૂપ આપતી રહી. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ફોક્સવેગનની બીટલ, ફીએટ 500 તથા મિની કૂપર છે. તો ચાલો એમ્બેસડર સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર નજર ફેરવીએ.

  મોરિસ 10ને હિંદુસ્તાન 10 તરીકે એસેમ્બલ કરાઇ

  મોરિસ 10ને હિંદુસ્તાન 10 તરીકે એસેમ્બલ કરાઇ

  યુકેમાં ઓક્સફોર્ડની મોરીસ મોટર્સ લિમિટેડે જૂની મોરીસ ઓક્સફોર્ડ 3ની સીરિઝનું પ્રોડક્શન કર્યું હતું. 1957માં આ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિટિશ રાજને કારણે ગુજરાતના ઓખા બંદરે મોરિસ 10ને હિંદુસ્તાન 10 તરીકે એસેમ્બલ કરવામાં આવી હતી.

  1957માં હિંદુસ્તાન લેન્ડમાસ્ટર તરીકે ઉભરી

  1957માં હિંદુસ્તાન લેન્ડમાસ્ટર તરીકે ઉભરી

  1948માં કંપનીએ પશ્ચિમ બંગાળના ઉત્તરપુરામાં પ્લાન્ટ શીફ્ટ કર્યો હતો. 1954માં લાઈસન્સ મેળવ્યા બાદ મોરીસ ઓક્સફોર્ડ સીરિઝ 2 ઉત્તરપુરામાં બનાવવામાં આવી હતી અને અંતે 1957માં હિંદુસ્તાન લેન્ડમાસ્ટર તરીકે ઉભરી આવી.

  ભારતની પહેલી ડીઝલ કાર

  ભારતની પહેલી ડીઝલ કાર

  એમ્બેસેડર ભારતની પહેલી ડીઝલ કાર હતી. જેમાં 1489સીસી બીએમડબલ્યુ બી સીરીઝ ડીઝલ એન્જીન આપવામાં આવ્યું હતું.

  રાજકારણીઓની પહેલી પસંદ

  રાજકારણીઓની પહેલી પસંદ

  એમ્બેસેડરના કૂલ વેચાણમાં કુલ 16 ટકા જેટલું વેચાણ સરકારમાં કરવામાં આવતું હતુ અને રાજકારણીઓ તથા બ્યુરોક્રેટ્સની પહેલી પસંદ એમ્બેસેડર જ હતી.

  પ્રોડક્શન રેકોર્ડ

  પ્રોડક્શન રેકોર્ડ

  1984માં હિન્દુસ્તાન મોટર્સે અંદાજે 1 લાખ જેટલી એમ્બેસેડર બહાર પાડી હતી અને 2004માં કંપની દ્વારા રેકોર્ડ અંદાજે 9 લાખ જેટલી એમ્બેસેડરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

  બ્રાન્ડની કિંમતમાં ના કર્યો ઘટાડો

  બ્રાન્ડની કિંમતમાં ના કર્યો ઘટાડો

  2000માં હિંદુસ્તાન મોટર્સે ઉત્તરપરા પ્લાન્ટમાં સંપૂર્ણ અવમૂલ્યન પ્રાપ્ત થયું હોવા છતાંય કંપનીએ પોતાના વાહનોની કિંમતોમાં બિલકુલ ઘટાડો કર્યો નહોતો. ઘણાં જ નિષ્ણાતો માની રહ્યાં છે કે જો કિમંતોમાં ઘટાડો કર્યો હોત તો બ્રાન્ડ ટકી શકી હોત.

  વિશ્વની બેસ્ટ ટેક્સી

  વિશ્વની બેસ્ટ ટેક્સી

  2013માં ટોપ ગીયર દ્વારા હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડરને વિશ્વની બેસ્ટ ટેક્સી જાહેર કરી હતી. એમ્બેસેડરે ફોક્સવેગન બીટલ, રશિયન લિમોઝીન, બ્લેક લંડન કેબ સહિતની અન્ય કાર્સને પછાડી દીધી હતી.

  English summary
  Hindustan Motors will end the production of their Ambassador vehicle, which was the longest loved car in India. Here are 7 interesting facts about Ambassador.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more