• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓટો ક્ષેત્રમાં ત્રણ અક્ષર ‘એએમજી’નો અનોખો ઇતિહાસ

|

ત્રણ અક્ષર ‘એએમજી'નો ઉલ્લેખ અન્ય ઓટોમોબાઇલ કંપનીઓની ‘નશ્વર' ચેસીસમાં કંપકંપી છોડાવવા માટે ઘણી છે. મર્સડીઝ-બેન્ઝ એએમસી કાર્સ પોતાની ઘણી જ ઝડપી રફતાર અને લાજવાબ સ્ટાઇલિંગ તથા પરફોર્મન્સ માટે જાણીતી છે. આ કાર્સ સામાન્ય રીતે સુપરકારની શ્રેણીમાં આવે છે. જો તમે એ વિચારો છોકે મર્સડીઝ-બેન્ઝ કાર્સની ચાહત ઘણી વધારે હોય છે, તો એએમજી સ્પોર્ટ્સ સેડાન અને એસયુવી તમારી ચાહતને આગામી લેવલ પર લઇ જશે.

એએમજીની શરૂઆતની પાછળની કહાણી પણ ઓછી રોચક નથી. 1965માં મર્સડીઝ-બેન્ઝે મોટરસ્પોર્ટ્સની બહાર આવવાનો નિર્ણય કર્યો. કંપનીના આ નિર્ણયે બે એન્જીનિયર્સ હાંસ-વરનર ઓફ્રેક્ટ (Hans-Werner Aufrecht) અને અહહાર્ડ મેલ્ચર(Erhard Melcher)ને ઘણા નિરાશ કર્યા. તેઓ ગમે તેમ કરીને 300 એસઇ હાંસલ કરવામાં સફળ થયા અને તેમણે તેની ક્ષમતા 170થી 238 બીએચપી સુધી પહોંચાડવામાં સફળતા મેળવી. આ કારે ઘણું સારું પ્રદર્શન કર્યું. 1965ની જર્મન ટૂરિંગ કાર ચેમ્પિયનશિપમાં તેમણે 10 રેસ જીતી. તો ચાલો તસવીરો થકી જાણીએ એએમજીના ઇતિહાસને.

એએમજીનો રોચક ઇતિહાસ

એએમજીનો રોચક ઇતિહાસ

એએમજીના ઇતિહાસને જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

એએમજી કંપનીની શરૂઆત

એએમજી કંપનીની શરૂઆત

એએમજી કંપનીની શરૂઆત 1967માં એએમજી મોટરેન્બૂ યૂંડ એનટવિક્લૂન્ગસ્ગેસેલશોફ્ટ એમબીચેચ એટલે એએમજી એન્જીન પ્રોડક્શન એન્ડ ડેવલોપમેન્ટ લિમિટેડ(AMG Motorenbau und Entwicklungsgesellschaft mbH (AMG Engine Production and Development, Ltd.)ના નામથી થઇ. ઓફ્રેક્ટ અને મેલ્ચરે સ્ટૂટગોર્ટની નજીક બુર્ગસ્ટોલ એન ડૂર મુરમાં કંપનીની શરૂઆત કરી. એએમજીનો અર્થ Aufrecht, Melcher and Großaspach એટલે ઓફ્રેક્ટ ટાઉન ઓફ બર્થ છે. (Aufrecht's town of birth).

1971માં માઇલસ્ટોન

1971માં માઇલસ્ટોન

મોટરસ્પોર્ટ્સના વિશ્વમાં એએમજીએ 1971માં માઇલસ્ટોન હાસલ કર્યો. સ્પા 24માં એએમજી મર્સીડિઝ એસઇલી 6.8 પોતાની શ્રેણીમાં વિજેતા બની અને બીજા ક્રમાંકે રહી. આ એક મોટી જીતી હતી. ‘રેડ કાથેડ્રલ'ના ટ્રેક પર પોતાના કરતા હળવી કાર્સને પછાડીને આ મુકામ હાંસલ કરી. આ જીતે એએમજીને વિશ્વભરમાં સ્થાપિત કરી દીધું.

કારના ઇન્ટીરિયરમાં બદલાવ

કારના ઇન્ટીરિયરમાં બદલાવ

1970ના દશકામાં સંશોધિત કાર્સની માંગ વધવા લાગી અને તેની સાથે જ એએમજીએ એન્જીન સાથે જ કારના ઇન્ટીરિયરમાં પણ બદલાવનો વિકલ્પ આપ્યો. 1976માં એએમજી અને એક ડઝનભર કર્મચારી અફ્ફલ્ટરબાખ જતા રહ્યાં જ્યાં ખાસ કરીને તેના માટે એક વર્કશોપ અને ઓફીસ તૈયાર કરવામાં આવ્યો હતો. (હાલની ઓફીસ સાથે જોી શકાય છે. 1986માં એએમજીએ એકદમ નવી પાંચ લીટરની વી8 એન્જીન મેલ્ચર ઇન્સ્ટોલ કર્યા. આ એક નવુ, ફોર-વોલ્વ સિલેન્ડર ઇ ક્લાસ શ્રેણીમાં સામેલ થયો. આ કાર આજ સુધી એક આઇકોન બની ગઇ છે. આ કારનું નિક નેમ ધ હેમર આપવામાં આવ્યું.

1980માં ડેમલર બેંજ શરૂ કર્યું

1980માં ડેમલર બેંજ શરૂ કર્યું

1980ના દશકાના અંતિમ વર્ષોમાં ડેમલર બેંજ અને એએમજીએ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમાં એએમજીને રેસિંગ પાર્ટનર બનાવ્યું. આ જોડીની સૌથી મોટી સફળતા 190 રેસકાર હતી, જેણે 1988થી 1993ની વચ્ચે 50 ટીટીએમ જીત હાંસલ કરી.

એએમજીમાં મોટી સફળતા

એએમજીમાં મોટી સફળતા

1990માં એએમજી માટે એક મોટી સફળતા મળી. આ વર્ષે તેમણે ડેમલર બેંજ એજી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. એએમજી ઉત્પાદ હવે મર્સડીઝ-બેંજે વિશ્વભરમાં ફેલાયેલા ડીલરશીપ નેટવર્ક અને સેલ્સ અને સર્વિસ આઉટલેટ્સ પર વેંચી શકે અને હવે મર્સીડિઝ અને એએમજી ઉત્પાદની ડિઝાઇન પર પણ સાથે કામ કરી શકશે.

આ કોર્પોરેશનનું પહેલું ઉત્પાદન 276 બીએચપી મર્સીડિઝ-બેન્ઝ સી36 એએમજી હતી, જે 1993માં સામે આવી. આ નવી કારને બીએમડબલ્યુની ઇ36 એમ3ને આકરી ટક્કર આપી. તેની સાથે જ તેની શરૂઆતને ભવિષ્યમાં એએમજીના મોડલ્સ અંગે સંકેત પણ આપ્યા. 1990ના બાકીના વર્ષોમાં મર્સીડિઝ પોર્ટપોલિયા પર આધારિત અનેક એએમજી મોડલ્સ આવ્યા. તેમાં વિશ્વભરમાં પસંદ કરવામાં આવેલી સીએલકે-જીટીઆર સુપરકાર પણ સામેલ હતી.

સુપરચાર્જ વી8 અને વી6 એન્જીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું

સુપરચાર્જ વી8 અને વી6 એન્જીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું

2000ના પ્રારંભિક વર્ષોમાં મર્સડીઝ અને એએમજીએ સુપરચાર્જ વી8 અને વી6 એન્જીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સિલસિલો 2006માં એએમજીએ પોતાની જાતે તૈયાર કરેલા, નેચરલ-એસ્પેરેટેડ 6.2 લીટરનો વી8 મિલ(સાથમાં જોઇ શકો છો) લોન્ચ કર્યું ત્યાં સુધી ચાલ્યું. આ વર્ષે એએમજીએ એલાન કર્યું ટર્બોચાર્જિંગથી અધિક પાવર હાંસલ કરી શકશે. આ ચલણ આજસુધી ચાલું છે.

આજે મર્સીડિઝ-એએમજીના ખાતામાં 20 કરતા વધારે મોડલ્સ

આજે મર્સીડિઝ-એએમજીના ખાતામાં 20 કરતા વધારે મોડલ્સ

આજે મર્સીડિઝ-એએમજીના ખાતામાં 20 કરતા વધારે મોડલ્સ છે. દરેક મોડલ શક્તિશાળી પ્રદર્શન કરે છે અને અને એટલું જ ખાસ છે જેટલી માત્ર મર્સીડિઝ-એએમજી કાર થઇ શકે છે. મર્સીડિઝ એએમજીનું ચલણ ‘વન મેન વન એન્જીન' છે એટલે કે દરેક કાર એટલી ખાસ છેકે બીજાથી એકદમ અલગ. તેમાં એક એકલો એન્જીનીયર એક એન્જીનને બનાવે છે અને પોતાના એન્જીન પર પોતાની નેમપ્લેટ સતત તેની પૂર્ણ રીતે ખાસ બનાવે છે.

પેટ્રોનાસ એફ1 ટીમનો ઉલ્લેખ કર્યા વગર અધુરી

પેટ્રોનાસ એફ1 ટીમનો ઉલ્લેખ કર્યા વગર અધુરી

2014 મર્સીડિઝ-એએમજી પેટ્રોનાસ એફ1 ટીમનો ઉલ્લેખ કર્યા વગર અધુરી લ્યૂઇસ હેમિલ્ટન અને નિકો રોસબર્ગે આ વર્ષની ચેમ્પિયનશિપમાં બાકી પ્રતિદ્વંદ્ધીઓને પછાડી દીધા. એફ1ના ઇતિહાસમાં આ પ્રકારની સુરક્ષા પહેલા ક્યારેય જોવા મળી નહોતી અને ભવિષ્યમાં અન્ય ટીમો માટે તેને બદલી નાખવામાં કઠિનથી કઠિન થઇ રહ્યું છે. 2014એ મોટરસ્પોર્ટ્સ અને મર્સીડિઝના દીવાનાઓના મન પર એએમજીની ઉંડી છાપ છોડી દીધી છે. હવે લાગી રહ્યું છેકે કંપનીની શાનદાર ઇતિહાસમાં અનેક નવી યાદગાર અધ્યાય જોડનારા છે.

English summary
Read our history of AMG story and find out facts about Mercedes AMG, the performance division of Mercedes Benz.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more