For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેરારીનો એક મજાક અને વિશ્વને મળી શાનદાર લેમ્બોર્ગિની

|
Google Oneindia Gujarati News

ઇટલીના જાણીતા ઉદ્યોગપતિ ફેરુચિયો લેમ્બોર્ગિની (Ferrucio Lamborghini)નો જન્મ 28 એપ્રિલે થયો હતો અને આજે જો તે જીવીત હોત તો તેમની ઉમર 94 વર્ષનીહોત. વિશ્વ યુદ્ધ દ્વીતિય બાદ, તેમણે એક નાની અમથી કંપની બનાવી, જે સેનાના અતિરિક્ત વાહનોનું વહન કરવા માટે ટ્રેક્ટરનું નિર્માણ કરતી હતી. ત્યારબાદ એરકન્ડિશન અને હીટિંગ સિસ્ટમ બનાવવામાં લાગી ગઇ. આ બન્ને બિઝનેસ ઘણો જ સફળો રહ્યો અને તેણે લેમ્બોર્ગિનીને એક ઘણા જ ધનિક વ્યક્તિ બનાવી દીધા.

પોતાની સફળતાના દમે તે એ સમયે પોતાના માટે અનેક સુપરકાર ખરીદી શકે. તેમણે ફેરારી 250 જીટી પણ સામેલ હતી. લેમ્બોર્ગિનીને એ કારનો ક્લચ થોડોક મુશ્કેલીવાળો લાગ્યો. તેમના જીવનમાં ત્યારે બદલાવ આવ્યો, જ્યારે તેમણે ક્લચની ફરિયાદ, ફેરારીના માલિક એંજો ફેરારીને કરી. ફેરારીએ લેમ્બોર્ગિનીનો મજાક ઉડાવતા તેમને ટ્રેક્ટર બનાવનારા કહ્યાં અને એ પણ કહ્યું કે સમસ્યા કારમાં નહીં પરંતુ ડ્રાઇવરમાં છે. આ વાતે લેમ્બોર્ગિનીને પોતાની પ્રતિસ્પર્ધી સ્પોર્ટ્સ કાર કંપની બનાવવા માટે પ્રેરિત કર્યા અને પછી 1963માં સંત અગાતા બોલોનીઝમાં ઓટોમોબિલી લેમ્બોર્ગિનીની સ્થાપના થઇ. લેમ્બોર્ગિનીએ એ જ વર્ષે પોતાની પહેલી સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની 350 જીટીવી લોન્ચ કરી.

કંપનીનો લોગો સાંઢ રાખવામાં આવ્યો અને તેમની અનેક કાર્સનું નામ પણ સાંઢના નામ પરથી રાખવામા આવ્યા. આ ચલણ આજ સુધી જારી છે. લેમ્બોર્ગિનીએ 1970માં પોતના ટ્રેક્ટર બિઝનેસમાં દૂકાળ આવતા પહેલા અનેક પ્રસિદ્ધ કાર્સનું નિર્માણ કર્યું. જેમાં પ્રતિષ્ઠિત મ્યિૂરા અને પોસ્ટર્સની શાન રહી કુંતાશ સામેલ રહી. ફેરુચિયો લેમ્બોર્ગિનીએ આખરે 1974ના તેલ સંકટ બાદ કંપનીમાં પોતાની તમામ ભાગીદારી વેંચી દીધી. આ તેલ સંકટના કારણે લોકો હાઇ પરફોર્મન્સ કાર્સને છોડીને વધુ માઇલેજ આપતા વાહનો તરફ ઝૂક્યા. ઓટોમોબિલી લેમ્બોર્ગિનીના માલિક અનેકવાર બદલ્યા અને આખરે 1990ના અંતમાં ફોક્સવેગને આ કંપનીની બાગડોર સંભાળી. 28 ફેબ્રુઆરી 1993મા લેમ્બોર્ગિનીનું મોત 76 વર્ષની ઉમરમાં થયું. તો ચાલો તસવીરો થકી આ કાર સાથે જોડાયેલી વધુ માહિતી જાણીએ.

મહાન કાર નિર્માતાના સફર પર એક નજર

મહાન કાર નિર્માતાના સફર પર એક નજર

મહાન કાર નિર્માતાના સફર પર એક નજર ફેરવવા સ્લાઇડર પર ક્લીક કરો.

લેમ્બોર્ગિની મ્યિૂરા (Lamborghini Miura)

લેમ્બોર્ગિની મ્યિૂરા (Lamborghini Miura)

ભવ્ય મ્યિૂરાનું નિર્માણ વર્ષ 1966 અને 1973ની વચ્ચે કરવામાં આવ્યું. પોતાના લોન્ચિંગ સમેય આ વિશ્વની સૌથી ઝડપી નિર્મિત થનારી કાર હતી. હાઇ પરફોર્મન્સ, મિડ એન્જીન અને ટૂ-સીટર સ્પોર્ટ્સ કારની શરૂઆત કરવાનો શ્રેય મ્યિૂરાને જવો જોઇએ. 1966ના જીનેવા મોટર શોમાં મર્ચેલો-ગંડિની(Marcello Gandini)ની ડિઝાઇનની આ કારને ઘણા લોકોએ પસંદ કરી. પોતાના સાત વર્ષના નિર્માણ કાળમાં આ કારે 740 યૂનિટ વેંચાઇ. આ કારના પ્રોટોટાઇપ એન્જીને જેનેવા મોટર શોમાં દર્શાવવામાં આવ્યું નહીં. જોકે આ ઘણું જ અજીબ હતી, પરંતુ તેની પાછળ એક મોટું કારણ હતું. કારના એન્જીનીયર તેને બનાવવાને લઇને એટલા જલદીમાં હતા કે તેમણે એ વાતની તપાસ જ ના કરી કે આખરે એન્જીન કારમાં ફિટ થશે કે નહીં. નિર્ણય એ થયો કે એન્જીન કંપાર્ટમેન્ટમાં પથ્થરો ભરીને મોટરશોમાં લાવવામાં આવી, પરંતુ તેમ છતાં આ કારને લોકપ્રીય થતા કોઇ રોકી શક્યું નહીં. આ ડિઝાઇને મર્ચેલોને વિશ્વભરમાં જાણીતી કરી દીધી.

લેમ્બોર્ગિની એસપાડા(Lamborghini Espada)

લેમ્બોર્ગિની એસપાડા(Lamborghini Espada)

આ કાર સૌથી પહેલા 1967માં જીનેવા મોટર શોમાં દર્શાવવામાં આવી. પોતાનાં નિર્માણ કાળમાં આ કારના 1217 યુનિટ વેંચાયા. તે તેના સમયનું સૌથી સફળ મોડલ બની ગયું. એસપાડાનો અર્થ પોર્ટૂગિઝ ભાષામાં તલવાર થાય છે. તેનો સંબંધ બુલફાઇટર્સની એ તલવાર સાથે કરવામાં આવ્યો, જે બુલ્સને મારવા માટે કરવામાં આવતો હતો. આ કારમાં ફરી એકવાર બર્ટોનીના મર્ચેલોની ડિઝાઇન હતી. આ ફોટ સીટર કારમાં જગુઆર ઇ ટાઇપની જેમ મોટી માત્રામાં બોડી વર્ક કરવામાં આવ્યો હતો. એસપાડામાં 4.0 લીટરના 325 બીએચપીની શક્તિવાળું વી12 એન્જીન લાગેલું હતું. જેને મેન્યુઅલ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશન પર ચલાવી શકાતું હતું. જે પોતાના જેવી પહેલી કાર હતી જે એસપાડાના મોટા ટાર્કને રસ્તા પર કારના પ્રદર્શનમાં ઉતારી શકતી હતી.

લેમ્બોર્ગિની ઉરાકો(Lamborghini Urraco)

લેમ્બોર્ગિની ઉરાકો(Lamborghini Urraco)

ઉરાકો ફેરુચિયો લેમ્બોર્ગિનીની મહત્વકાંક્ષાઓની કાર હતી. લેમ્બોર્ગિની 1960ના દશકામાં એક કોંપેક્ટ સુપરકાર બનાવવા માગતા હતા. સંત અગાસ્તાએ નિકળી તેમની આ કાર ફેરારી 246 જીટી અને પોર્શ 911 સાથે સીધી સ્પર્ધા કરવાની હતી અને એવી આશા હતી કે આ તેની સરખામણીએ સારું પ્રદર્શન કરી શકશે. આ કારમાં વી8 એન્જીન અને આગળ પાછળ 2-2 લોકોને બેસવાની સુવિધા હતી. જો ડીનો વી6ના 2 સીટર ફોર્મેટથી જ નિકળી હોવાનું લાગતું હતું. જોકે 911 પોતાના અધિક નિર્માણ ક્ષમતાની સાથે હંમેશાથી જ એક કપરી પ્રતિદ્વંદ્વિ રહી. ઉરાકો આખરે એટલી સફળ ના રહી, જેટલી કંપની અને તેના માલિકોને આશા હતી. બે વર્ષના ડિલિવરી પીરિયડ ગ્રાહકોને પરેશાન કરનારા હતા અને સાથે જ તેનું ઇન્ટીરિયર એર્ગોનોમિક્સ પણ ઘણું ખરાબ હતું. આખરે 780 કરતા થોડાક ઓછા યુનિટ જ વેચાઇ શક્યા.

લેમ્બોર્ગિની કુન્તાશ(Lamborghini Countach)

લેમ્બોર્ગિની કુન્તાશ(Lamborghini Countach)

આ કારને એક દ્રષ્ટિએ જોયા બાદ તમે સમજી શકશો કે આખરે કેમ આ 1980ના દશકાની પોસ્ટર કાર બની ગઇ. આ પ્રકારે કાર પહેલા કોઇએ જોઇ નહોતી. 40 ઇંચ કરતા થોડીક ઉંચી, કાતરના આકારે ખુલતા દરવાજા અને કોણીય સ્ટાઇલ, પોતાના સમય કરતા ઘણી આગળ નીકળીને વાત કરતી હતી અને ટૂંકમાં જ વિશ્વભરના અમીર અને જાણીતા લોકો આ કારના દીવના થઇ ગયા. આ કારમાં 455 બીએચપીની શક્તિવાળું 5.2 લીટરની વી12 એન્જીન લાગેલું હતું. આ 1971માં જેનેવા મોટર શોમાં દર્શાવવામાં આવી અને 1966માં મ્યિૂરાની વીપરિત તેણે વિશ્વને અવાક ના કર્યું. કુન્તાશનું વેચાણ પ્રભાવી રહ્યું. 1974થી 1990 સુધી તેના નિર્માણ કાળમાં આ કારના 1840 યુનિટ વેંચાયા.

લેમ્બોર્ગિની હેલ્પો (Lamborghini Jalpa)

લેમ્બોર્ગિની હેલ્પો (Lamborghini Jalpa)

લેમ્બોર્ગની હેલ્પો જેનું ઉચ્ચારણ ("Hall-Puh") કરવામાં આવતું હતું કે જેનો લાંબો પૌરાણિક ઇતિહાસ રહ્યો. આ લેમ્બોર્ગિનીના સિલ્હયૂએટ (Lamborghini Silhouette) ના આધારે બનાવવામાં આવી. જે વાસ્તવમાં લેમ્બોર્ગિની ઉરાકો સિલ્હયૂએટના તર્જ પર બની હતી અને જે કાર 1973ની લેમ્બોર્ગિની ઉરાકો પર આધારિત હતી. આ કાર ઘણી જ લોકપ્રીય રહી. હેલ્પો 7.3 સેકન્ડમાં જ 60 માઇલ પ્રતિ કલાકની રફ્તાર હાસલ કરી શકતી હતી. તેની ટોપ સ્પીડ 161 માઇલ પ્રતિ કલાક હતી. આ લેમ્બોર્ગિનીની સૌથી સફળ વી8 મોડલ સાબિત થઇ. નિર્માણ બંધ થયું ત્યાં સુધી આ કારના 420 યુનિટ વેંચાયા.

લેમ્બોર્ગિની એલએમ 002 (Lamborghini LM002)

લેમ્બોર્ગિની એલએમ 002 (Lamborghini LM002)

શું કાર હતી. જે લેમ્બોર્ગિનીના યુરસ કોન્સેપ્ટ પહેલા એક એસયુવી પણ બનાવી હતી. તે સમયે આ કાર ઘણી ઉગ્ર માનવામાં આવી. રેંબો લૈંબો લેમ્બોર્ગિનીની બનાવેલી પહેલી ફોર વ્હીલ ડ્રાઇવ કાર હતી. એલએમ002 ચીતા પ્રોટોટાઇપ પર આધારિત હતી. લેમ્બોર્ગિનીએ આ કારનું નિર્માણ 1977માં કર્યો. કંપનીની આશા હતી કે અમેરિકન સેના આ કારને ઘણી પસંદ કરવામાં આવી. જ્યાં વાસ્તવિક કારમાં એન્જીનને પાછળની તરફ રાખવામાં આવ્યું હતું, ઘણી જ તપાસ બાદ તેને બદલીને આગળ કરી દેવામાં આવ્યું. આ વિશાળ એસયુવીમાં રન ફ્લેટ પેરેલી સ્કોરપિયન ટાયર હતા. તેનો કોણીય સ્ટાઇલ અને ટ્યૂબર બંપર પણ તેને અલગ અંદાજ આપતા હતા, પરંતુ કદાચ આ કારની સૌથી મોટી ખુબી લેમ્બોર્ગિની કુન્થાશ વી12નું શક્તિશાળી એન્જીન હોય છે.

લેમ્બોર્ગિની ડીઆબ્લો(Lamborghini Diablo)

લેમ્બોર્ગિની ડીઆબ્લો(Lamborghini Diablo)

આ કારનું નિર્માણ 1990થી 2001ની વચ્ચે કરવામાં આવ્યું. આ લેમ્બોર્ગિનીની પહેલી કાર હતી જે 200 મીલ પ્રતિ કલાકની રફ્તાર હાસલ કરી શકે છે. ડીઆબ્લોનો અર્થ સ્પેનિશમાં શૈતાન થાય છે. આ કારનું નામ ડીઆબ્લો શા માટે પડ્યું તેની પાછળ રોચક ઇતિહાસ છે. મર્ચેલી ગંડિની, જેમણે કંપનીની અનેક કાર ડિઝાઇન કરી હતી, ડીઆબ્લો ડિઝાઇન કરવા માટે અનુબંધિત કરવામાં આવ્યા હતા. જોકે 1987માં ક્રાસ્લરે કંપનીની બાગડોર પોતાના હાથોમાં લીધી, તો પ્રબંધન તે સમયે અપનાવવામાં આવતી ડિઝાઇન્સની સ્ટાઇલથી ખુશ નહોતા. આ વાતને લઇને ગંડિની ઘણા નારાજ હતા. કારે ડિઝાઇનને આખરે ઘણી હળવી કરવામાં આવી. જોકે, તેમની સાચી ડિઝાઇન બાગી વી16થી લેસ સીઝીટા મોરોડર (Cizeta Moroder)માં જોવા મળી. ડીઆબ્લોને વિશ્વભરમાં ઘણો જ અજીબ રિવ્યૂ મળ્યો. આ લોકપ્રીય કારના 2989 યૂનિય વેંચાયા.

લેમ્બોર્ગિની મુચીલાગો (Lamborghini Murcielago)

લેમ્બોર્ગિની મુચીલાગો (Lamborghini Murcielago)

લેમ્બોર્ગિની ઇતાલવી ઓટોનિર્માતાના 11 વર્ષમાં પહેલી નવી ડિઝાઇન હતી. પોતાની નવી મૂળ કંપની ઑડી, જે ફોક્સવેગનની કંપની છે, હેઠળ પહેલી કાર હતી. આ લેમ્બોર્ગિનીનું નામ લડાકુ સાંઢના નામ પરથી રાખવામાં આવ્યું, જેનું જીવન વાસ્તવમાં મૈટડૉર દ્વારા આપવામાં આવ્યું હતું. મુચીલાગો એક ટૂ સીટર કાર હતી, આ ઓલ વ્હીલ ડ્રાઇવ, સુપર કપ આકારની કારની ઉંચાઇ ચાર ફૂટ હતી. તેમાં વી12 એન્જી હતું, જે 572 બીએચપીની દમદાર શક્તિ આપતું હતું. આ કાર ટેક્નિક રીતે ઘણી ઉત્તમ હતી. તેમાં એક્ટિવ રિયર ઇંટેક અને સ્પાઇલર અને હાઇ એરોડાયનેમિક કુલિંગ અને રિયર ડિફરેંશિયલનો એન્જીન યુનિટ સાથે જોડવામાં આવ્યું હતું.

લેમ્બોર્ગિની ગેલાર્ડો(Lamborghini Gallardo)

લેમ્બોર્ગિની ગેલાર્ડો(Lamborghini Gallardo)

ગૈલાર્ડો કંપનીનં સૌથી સફળ મોડલ છે. આ મોડલમના 14022 યુનિટનું નિર્માણ થયું છે. પહેલી જનરેશન ગેલાર્ડોમાં 5.0 લીટરનું વી10 એન્જીન લાગ્યું હતું. જેમાં ટ્રાન્સમિશનના બે વિકલ્પ હતા. એક છ સ્પીડનું મેન્યુઅલ ટ્રાન્સમિશન અને બીજું છ સ્પીડનું એલેક્ટ્રો-હાયડ્રાલિકલી નિયંત્રિત પેડલ શિફ્ટ અથવા ઇ-ગિયર ટ્રાન્સમિશન. આ કારનું નિર્માણ 2003થી 2014 વચ્ચે કરવામાં આવ્યું. 2006ના તેના સ્પાઇડર મોડલનું લોન્ચ કરવામાં આવ્યું, જેમાં સંપૂર્ણ પણે હટાવી શકાય તેવી છતનો વિકલ્પ હતો. ગેલાર્ડો કોંપેક્ટ અને તેનો હેતુ સિદ્ધ કરતી કાર લાગતી હતી. તેમાં મોટા એર ડેમ્સ, સાફ અને સ્વચ્છ ડિઝાઇન અને ઓછી ઉંચાઇ જોઇને તમે તેની રફ્તારનો અંદાજો લગાવી શકો છો. આ કારના 2013 એલપી 550-2 મોડલ્સની એન્જીન ક્ષમતા 550 બીએચપી છે.

લેમ્બોર્ગની અવેંટાડોર (Lamborghini Aventador)

લેમ્બોર્ગની અવેંટાડોર (Lamborghini Aventador)

2011ના જેનેવા મોટર શોમાં દુનિયાએ પહેલીવાર અવેંટાડોર જોઇ. આ કારે દસ વર્ષ જૂની મુચીલાગો (Murcielago) ની રિપ્લેસમેન્ટ તરીકે આવી હતી. આ કાર લિમિટેડ એડિશન રેવેંટન અને એસ્કોર્ટ કોન્સેપ્ટથી ઘણી જ પ્રભાવિત હતી. આ કારમાં 6.5 લીટરનું શક્તિશાળી વી12 એન્જીન લાગેલું હતું, જે 690 બીએચપીની શક્તિ આપી છે. 0થી 100 સુધીની રફ્તારની આ કાર માત્ર 2.9 સેકન્ડમાં હાસલ કરી લેતી હતી. આ કારની અધિકારિક ટોપ સ્પીડ 350 કિ.મી પ્રતિ કલાક હતી.

અને અંતમાં

અને અંતમાં

આ આર્ટિકલમાં વર્ણિત મોટાભાગની લેમ્બોર્ગિની નબલા હૃદયવાળઓ માટે નહોતી. તેમાં આજના ડ્રાઇવિંગ માટે જરૂરી માનવામાં આવતી ઇએસપી, એબીએસ અને ત્યાંસુધી કે ઓટોમેટ્રિક ટ્રાન્સિમશન નહોતા અને શાનદાર મશીનોને સંભાળવા માટે તેમને એક જાણીતા ડ્રાઇવર બનવું પડશે. હાલના મોડલ્સમાં બધી જ નવી ટેક્નિક અને ખુબીઓ છે, પરંતુ તેમ છતાં પણ લોકો કુન્તાશના સ્વપ્ન જુએ છે. દુઃખની વાત છે કે સ્પોર્ટ્સ કારમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે.

English summary
Read our Lamborghini history of cars and models over the years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X