For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોન્ડાજેટ, A Flying Beauty અંગેની કેટલીક અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

હોન્ડા, આ કંપની મોટાભાગે પોસાય તેવી ફ્યુલ એફિસિએન્સીવાળી પેસેન્જર કાર્સ, મોટરસાઇકલ સહિતના ઓટોગેજેટ બનાવવા માટે જાણીતી છે, પરંતુ આ કાર નિર્માણ કરતી ઓટોમોબાઇલ કંપનીએ પોતાનો હાથ હવે જેટ એરક્રાફ્ટ્સ બનાવવામાં પણ અજમાવ્યો છે અને તેનું નિર્માણ પણ કરી દીધું છે.

કાર નિર્માણ કરતી કંપનીની હોન્ડા એરક્રાફ્ટ કંપની ટૂંક સમયમાં પોતાના પ્રથમ પ્રોડક્શન જેટ સાથે બજારમાં આવીને વિરોધી કંપનીઓને પડકાર ફેંકવાની વેતરણમાં છે. હોન્ડાનું આ જેટ હોન્ડાજેટ લોવેઇટ પ્રાઇવેટ બિઝનેસ જેટ છે. જે પોતાના દેખાવથી જ લોકોને આંજી દેશે, કંપની દ્વારા તેના નિર્માણથી લઇને તેના દેખાવ સુધી અનેક પ્રકારની વિશેષતા સાથે કામ કરવામાં આવ્યા છે. જ્યારે હોન્ટાજેટ પોતાની ફ્લાયિંગ બ્યૂટી હોન્ડાજેટને માર્કેટમાં રજૂ કરવાની છે, ત્યારે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણવી પણ જરૂરી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ હોન્ડાજેટ સાથે જાડાયેલી કટેલીક વાતોને.

હોન્ડાજેટ સાથે જોડાયેલા તથ્યો

હોન્ડાજેટ સાથે જોડાયેલા તથ્યો

હોન્ડાજેટ સાથે જોડાયેલા તથ્યો જાણવા તસવીરો પર ક્લિક કરો.

2003માં નિર્માણની શરૂઆત

2003માં નિર્માણની શરૂઆત

1980થી હોન્ડા સ્મોર એરક્રાફ્ટ પર કામ કરવા માટે રિસર્ચ અને ડેવલોપમેન્ટ કરી રહી છે, પરંતુ ખરા અર્થમાં હોન્ડાજેટનું નિર્માણ 2003માં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ એક વર્ષ પછી તેના પ્રથમ મોડલનું પ્રોડક્શન કરવામાં આવ્યું.

અન્ય આઠનું પ્રોડક્શન કરાયું શરૂ

અન્ય આઠનું પ્રોડક્શન કરાયું શરૂ

પહેલા હોન્ડાજેટનું પ્રોડક્શન વર્ક પૂર્ણતાના આરે આવતા કંપનીએ અન્ય આઠ હોન્ડાજેટના વિવિધ તબક્કાઓનું કામ પૂર્ણ કરવાની શરૂઆત કરી દીધી.

નાનું ટર્બોફેન જેટ એન્જીન

નાનું ટર્બોફેન જેટ એન્જીન

જનરલ ઇલેક્ટ્રિક સાથે કોલોબ્રેશન કરીને જીઇ હોન્ડા એચએફ 120 નાનું ટર્ફોફન જેટ એન્જીન બનાવવામાં આવ્યું હતું.

આ એન્જીનો આપતા હતા હોન્ડાજેટને ટોપસ્પીડ

આ એન્જીનો આપતા હતા હોન્ડાજેટને ટોપસ્પીડ

આ બન્ને એન્જીનો હોન્ડાજેટને 420 નોટ્સ(780 કિ.મી પ્રતિ કલાક)ની ઝડપ આપતા હતા અને વધુમાં વધુ એલ્ટિટ્યૂટ 30 હજાર ફૂટ પર 3990 ફૂટ પર મિનિટ હતું.

રનવે અને લેન્ડિંગ

રનવે અને લેન્ડિંગ

આ એરક્રાફ્ટને રનવે માટે 4000 ફૂટ કરતા ઓછામાં ટેક ઓફ કરી શકે છે અને 3000 ફૂટ કરતા ઓછામાં કરી લેન્ડિંગ કરી શકે છે.

યુનિક ડિઝાઇન

યુનિક ડિઝાઇન

હોન્ડાજેટની ડિઝાઇન અંગે વાત કરવામાં આવે તો આ તેની કેટેગરીનું સૌથી યુનિક ડિઝાઇન ધરાવતું જેટ એરક્રાફ્ટ્સ છે.

એન્જીન પ્લેસમેન્ટનું એડવાન્ટેજ

એન્જીન પ્લેસમેન્ટનું એડવાન્ટેજ

યુનિક ડિઝાઇનમાં હોન્ડાના ઓવર ધ વિન્ગ એન્જીન માઉન્ટ(OTWEM)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્જીનનું જે પ્રકારે પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેનો એડવાન્ટેજ મળ્યો છે. જેના કારણે કેબિનમાં વધારે સ્પેશ મળી છે અને ઘોંઘાટ ઓછો થાય છે અને ફ્યુલ એફિસિઅન્સી વધારે છે.

લગેજ માટે 66 ક્યુબિક ફૂટ

લગેજ માટે 66 ક્યુબિક ફૂટ

હોન્ડાજેટમાં લગેજ માટે 66 ક્યુબિક ફૂટ છે, જે OTWEM ડિઝાઇનના કારણે શક્ય બન્યું છે.

ઓછું નાઇટ્રોજન ડાયોક્સાઇડ

ઓછું નાઇટ્રોજન ડાયોક્સાઇડ

અન્ય લાઇટ બિઝનેસ જેટ્સની સરખામણીએ હોન્ડાજેટ ઓછું નાઇટ્રોજન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. જે મોસ્ટ ફ્યુલ એફિશિઅન્ટ્સ છે પોતાના ક્લાસમાં.

એલ્યુમિનિયમના બદલે કાર્બન ફાઇબર

એલ્યુમિનિયમના બદલે કાર્બન ફાઇબર

અન્ય કેટલાક એરક્રાફ્ટ્સની જેમ હોન્ડાજેટના ધડને પણ એલ્યુમિનિયમના બદલે કાર્બન ફાઇબર કમ્પોઝિટમાંથી બનાવવામાં આવ્યું છે.

કેટલા લોકો બેસી શકે

કેટલા લોકો બેસી શકે

હોન્ડાજેટમાં બે પાયલોટ સહિત સાત લોકો બેસી શકે તેવી સુવિધા છે. 2+4 સિટિંગ કન્ફિંગરેશન સાથે છે.

મોબાઇલ ડિવાઇસ કન્ટ્રોલ કેબિન

મોબાઇલ ડિવાઇસ કન્ટ્રોલ કેબિન

હોન્ડાજેટમાં મોબાઇલ ડિવાઇસ કન્ટ્રોલ કેબિન છે, જેથી પ્રવાસી કેબિનના ઓડિયો, લાઇટિંગ, ટેમ્પરેચર અને ઇલેક્ટ્રોચ્રોમિક વિન્ડો શેડ્સને પોતાના સ્માર્ટફોન્સ અને ટેબલેટ્સની મદદથી કન્ટ્રોલ કરી શકે છે.

નેક્સ્ટ જનરેશન જર્મન એવિએનિક્સ સિસ્ટમ

નેક્સ્ટ જનરેશન જર્મન એવિએનિક્સ સિસ્ટમ

કોકપિટમાં નેક્સ્ટ જનરેશન જર્મન જી3000 ઓલ ગ્લાસ એવિએનિક્સ સિસ્ટમનો ઉપયોગ ડ્યુએલ ટચ સ્ક્રીન કન્ટ્રોલર અને ત્રણ 14 ઇન્ચ લેન્ડસ્કેપ હાઇ રિઝોલ્યુશન ડિસપ્લે સાથે કરવામાં આવ્યો છે. આ યુઝર ફ્રેન્ડલી કોકપિટ સિંગલ પાયલોટ અથવા ડ્યુએલ પાયલોટ્સ ઓપરેશન પર કામ કરી શકે છે.

English summary
Honda, the manufacturer of affordable and fuel efficient passenger cars, motorcycles, ATVs, lawn mowers, engines and humanoid robots, will soon also be called the manufacturer of jet aircrafts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X