
ટ્રેનનું એન્જીન કેટલું માઈલેજ આપે છે, મેળવો રસપ્રદ તથ્યો
ટ્રેનની સફર લાંબી દૂરી માટે સૌથી સસ્તી અને સારી માનવામાં આવે છે. દરરોજ ભારતમાં લાખો લોકો સફર ખેડે છે. આજના સમયે આધુનિક ઈલેક્ટ્રિક એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન કેટલી માઈલેજ આપે છે. તો આવો અહીં જાણીએ ટ્રેનનું એન્જીન કેટલું માઈલેજ આપે છે.

ટ્રેન એન્જીન
પરંતુ ભારતમાં આજે પણ ઘણા રેલવે માર્ગ એવા છે, જ્યાં ઈલેક્ટ્રિક એન્જીનની જગ્યાએ ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં સફર ખેડી હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે ટ્રેન કેટલું માઈલેજ આપે છે.

ટ્રેન એન્જીન
શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કિલોમીટરની સફર નક્કી કરવા માટે ડીઝલ એન્જીનવાળી ટ્રેનને કેટલા ઈન્ધણની જરૂરત હોય છે. જો તમને ખબર નથી હોતી તો આજે તમને આ વિશે જણાવીએ છીએ.

ટ્રેન એન્જીન
જણાવી દઈએ કે લોકોમોટિવ ડીઝલ એન્જીનનું માઈલેજ માપવા માટેની સૌથી શ્રેષઠ રીત લીટર/કિલોમીટર નહિ, બલકે લીટર/કલાક હોય ચે. જણાવી દઈએ કે આ એન્જીનનું માઈલેજ તેના પર પડતા ભાર મુજબ વધતુ-ઘટતું રહે છે.

ટ્રેન એન્જીન
લોકોમોટિવ એન્જીનને ઈંધણની ક્ષમતાના આધારે ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં 5000 લીટર, 5500 લીટર અને 6000 લીટરના એન્જીન સામેલ છે.

ટ્રેન એન્જીન
કોઈ બાઈક કે કારની જેમ જ ટ્રેન પ પડતા ભાર મુજબ જ આના માઈલેજમાં ફરક આવે છે. જણાવી દઈએ કે 24 ડબ્બાવાળી સવારી ગાડી 6 લીટરમાં 1 કિલોમીટરનો સફર ખેડે છે.

ટ્રેન એન્જીન
જ્યારે એક અન્ય 12 ડબ્બાવાળી સવારી ગાડી પણ 6 લીટરમાં 1 કિલોમીટરનો સફર ખેડે છે. કેમ કે તેણે દરેક સ્ટેશને અટકવું પડે છે. એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ તો તેની માઈલેજ સવારી ગાડીથી સારી હોય છે.

ટ્રેન એન્જીન
એક એક્સપ્રેસ ટ્રેન સવારી ગાડી મુકાબલે 4.5 લીટર ડીઝલમાં 1 કિલોમીટરની સફર ખેડે છે. આ વાત પર પણ તમે ધ્યાન આપ્યું હશે કે ડીઝલ એન્જીન વાળા ટ્રેનને સ્ઠેસન પર કેટલાય કલાક ઉભી કર્યા બાદ પણ એ્જીન બંધ કરવામાં નથી આવતું.

ટ્રેન એન્જીન
આવું એટલા માટે કેમ કે ડીઝલ એન્જીન બંધ કરવા પર બ્રેક પાઈપ ઉપર દબાણ ઘટી જાય છે અને પછી આ દબાણ વધારવામાં ઘણો સમય લાગી જાય છે. આ ઉપરાંત ડીઝલ એન્જીનને બીજીવાર ચાલુ કરવામાં 10-15 મિનિટનો સમય પણ લાગે છે.
Pulwama Attack: વર્ષ પહેલા આજના દિવસે જ હુમલામાં 40 જવાન થયા હતા શહીદ