• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાનવરોના નામ પર છે આ કાર્સના નામ

|

શું તમે ક્યારેય જાનવરો અને કાર વચ્ચે કોઇ સંબંધની કલ્પના કરી છે. તમને આ વાંચીને થોડું અજીબ જરૂર લાગી રહ્યું હશે કે, કાર અને જાનવરના સંપર્કનો શું સંયોગ હોઇ શકે છે, પરંતુ આ બન્ને વચ્ચે એક ઘનિષ્ઠ સંબંધ છે. જી હાં, વિશ્વના કેટલાક એવા જાનવર છે, જે પોતાના ખાસ ડરામણા અંદાજ અને આકર્ષક નામ અને લૂકના કારણે શરૂઆતથી જ માનવીઓ માટે કુતુહલનો વિષય રહ્યાં છે.

એવું ઘણી વાર જોવા મળે છે કે, લોકો પોતાની આસ-પાસના લોકો વચ્ચે દમદાર અને ગંભીર છબી બનાવવા માટે પોતાનું નામ ટાઇગર અથવા તો લાયન રાખે છે, એવું એટલા માટે નથી હોતું કે તેઓ આ જાનવરોને પસંદ કરે છે, પરંતુ તેમને એવો વિશ્વાસ હોય છે કે આ નામથી તેમના ગુણ અને તમની છબી પ્રભાવીત થશે. આ તો વાત થઇ માનવીઓની પણ આવો જ સંબંધ કાર અને જાનવર વચ્ચે પણ છે.

વિશ્વમાં આ ચલણ ઘણું જુનું છે, જ્યારે વાહન નિર્માતા જાનવરોની છબી અને ગુણ સાથે મળતી આવતી કારનું નિર્માણ કરે છે અને આ જાનવરોનું નામ આપે છે. ફોક્સવેગનની જાણીતી નાની કાર બીટલ તો તમને યાદ હશે. ખરા અર્થમાં બીટલ એક નાનો અમથો જમીન પર ફરતો કીડો છે, તમે તસવીરો જોઇને બીટલ કીડા અને કાર વચ્ચેના સંબંધને સહેલાઇથી જાણી શકશો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વિશ્વની કેટલીક શાનદાર કાર, જેમના નામ જાનવરો પરથી પાડવામાં આવ્યા છે.

સનબીમ ટાઇગર

સનબીમ ટાઇગર

બ્રિટની જાણીતી વાહન નિર્માતા કંપની રૂટ્સ ગ્રૃપે વર્ષ 1967માં પોતાની શાનદાર સ્પોર્ટ કાર સનબીમ ટાઇગરને રજુ કરી હતી. આ કારની રૂપરેખા એક ટાઇગરના આધારે આપવામાં આવી હતી. એટલું જ નહીં સ્પીડના મામલે પણ આ કારની તોલે જે તે સમયે કોઇ આવતું નહોતું. આ કારમાં ફોર્ડ વી8 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, એ સમયે આ કાર 196 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકતી હતી.

શેવરોલે ઇમ્પાલ કૂપે

શેવરોલે ઇમ્પાલ કૂપે

અમેરિકાની વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સે પોતાની કાર બ્રાન્ડ શેવરોલે અંતર્ગત શાનદાર કાર ઇમ્પાલાને રજુ કરી હતી. ઇમ્પાલા હરણને કહેવામાં આવે છે. આ કારને હરણની જેમ જ સ્ફૂર્તિ, ઝડપી અને ચપળ બનાવવામાં આવી હતી. કંપનીએ આ કારમાં 4.6 લીટર ટર્બો ફાયર એન્જીનનો પ્રયોગ કર્યો હતો.

જગુઆર એક્સકેઇ કૂપે

જગુઆર એક્સકેઇ કૂપે

બ્રિટીશ કાર નિર્માતા કંપનીએ પોતાની જગુઆગ એક્સકેઇ કૂપેને વર્ષ 1962માં રજુ કરી હતી. આ કારનું નામ ચિત્તાની એક પ્રજાતિ જગુઆરના નામ પરથી રાખ્યું હતું. દેખાવે આ કારનો લૂક ખાસ કરીને તેની હેડલાઇટ એક જગુઆરની આંખો જેવી હતી.

ફોર્ડ મસ્ટૈંગ જીટી કૂપે

ફોર્ડ મસ્ટૈંગ જીટી કૂપે

અમેરિકાની વાહન નિર્માતા કંપની ફોર્ડે વર્ષ 1967માં પોતાની શાનદાર કૂપે કાર મસ્ટૈંગ જીટી રજુ કરી હતી. તમને જણાવી દઇએ કે મસ્ટૈંગનો અર્થ એક અમેરિકન જંગલી ઘોડો થાય છે, જે કોઇની પણ પકડમાં આવતો નથી.

ફોક્સવેગન બીટલ

ફોક્સવેગન બીટલ

જાનવરોના ગુણના આધારે બનાવવામાં આવેલી કાર્સમાં ફોક્સવેગન સૌથી સચોટ ઉદાહરણ છે. તમે તસવીરમાં જોઇ શકો છો કે આ કાર નીચે આપવામાં આવેલા કીડા સાથે ઘણી મળતી આવે છે. બીટલ એક પ્રકારનો કીડો છે જે, જમીનમાં ફરતો જોવા મળે છે.

ડોઝ સૂપર બી

ડોઝ સૂપર બી

બી(BEE)ના નામથી તો બધા પરીચિત હશે. મધમાખીને અંગ્રેજીમાં બી કહેવામાં આવે છે. વર્ષ 1968માં ક્રાઇસલર કોર્પોરેશને સૌથી પહેલા ડોઝ સૂપર બીનું નિર્માણ કર્યું હતું. આ કારે માત્ર તેનું નામ જ બી નહોતું રાખ્યું પરંતુ તેનો લૂક પણ એક મધમાખી જેવો રાખવામાં આવ્યો હતો.

પ્લાઇમાઉથ બૈરાકૂડા

પ્લાઇમાઉથ બૈરાકૂડા

આ કારનું નિર્માણ ક્રાઇસલર કોર્પોરેશને વર્ષ 1970માં કર્યો હતો. આ કારનું નામ બૈરાકૂડા જે એક સમુદ્રી માછલી હોય છે, તેના નામ પરથી રાખ્યું હતું. બૈરાકૂડા એક ઘણી જ ઝડપી અને ખતરનાક માછલી હોય છે, ખાસ કરીને તેના દાંત કોઇના પણ હોંશ ઉડાવી શકે છે.

શેવરોલે કોરવેટ સ્ટ્રીંગ્રે

શેવરોલે કોરવેટ સ્ટ્રીંગ્રે

અમેરિકન વાહન નિર્માતા કંનપી શેવરોલેએ તાજેતરમાં જ પોતાની કોન્સેપ્ટ કાર શેવરોલે કોરવેટ સ્ટ્રીંગ્રેને રજુ કરી હતી. હાલ આ કાર બજારથી દૂર છે, હજુ તેનું કોન્સેપ્ટ સંસ્કરણ જ બજારમાં ઉતારવામાં આવ્યું છે. તેમને જણાવી દઇએ કે, સ્ટ્રીંગ્રે એક સમુદ્રી માછલીનું નામ છે. કંપનીએ આ માછલીના આધારે પોતાની કારનું નામ રાખ્યું છે. તેનો લૂક પણ ઘણો બધો માછલીને મળતો આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા છે કે આગામી વર્ષે આ કાર બજારમાં હશે.

શેલબી કોબરા

શેલબી કોબરા

બ્રિટિશ વાહન નિર્માતા કંપની શેલબીએ પોતાની શાનદાર કાર કોબરાને વર્ષ 1961માં રજુ કરી હતી. આ કારનું પહેલું સંસ્કરણ બ્લેક રંગનું રજુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેનો લુક જાણીતા સાંપ કોબરાના આધારે આપવામાં આવ્યો હતો. પોતાના સમયમાં આ કારે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી.

ડોઝ વાઇપર

ડોઝ વાઇપર

ડોઝ વાઇપરનું નવું સંસ્કરણ ગત વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કારનું નામ વાઇપર તેના ખાસ લૂકના કારણે આપવામાં આવ્યું હતું. દેખાવે આ કાર એક વાઇપર જેવી લાગે છે. વાઇપર સાંપની એક પ્રજાતિને કહેવામાં આવે છે.

English summary
Automakers for years have relied on animals to imbued their cars with qualities from their wildlife counterparts. The following list highlights a few such iconic cars and the animals which inspired their makers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more