For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વેચાતી કાર્સ અંગેની જાણવા જેવી માહિતી

|
Google Oneindia Gujarati News

ભારતીય કાર માર્કેટ હવે પુખ્ત બજાર બની ગયું છે, કેટલાક નવા સેગ્મેટ ભારત આવી રહ્યાં છે અને કાર નિર્માતા કંપનીઓ તેની સાથે એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યાં છે. વિશ્વના અન્ય ભાગોની સરખામણીએ ભારતમાં કાર ધારકોની જરૂરિયાતો અલગ પ્રકારની હોય છે, જેમાં મોટાભાગે સેડાન અને એસયુવીને વધારે પસંદ કરવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર નિર્માતાઓ એ સેગ્મેન્ટમાં પોતાની કાર્સને વધારે લોન્ચ કરે છે.

indian-auto-industry-with-different-segments
હાલના સમયમાં ભારતમાં હેચબેક્સ અને કોન્સેપ્ટ કાર્સ પણ લોકપ્રિયતા મેળવી રહી છે. તેમજ સરકારના નિયમ પ્રમાણે કે કારની લંબાઇ 4 મીટરની અંદર હોવી જોઇએ તેના કારણે કેટલીક ડ્યૂટી અને ટેક્સમાં ફાયદો થઇ રહ્યો છે. પેટ્રોલ એન્જીન 1.2 લિટર કરતા નાના અને ડીઝલ એન્જીન 1500 સીસીની અંદર હોવાથી એક્સાઇઝ ડ્યૂટી ઘટી રહી છે. તેમજ તેના કારણે ફ્યુઅલ એફિસિઅન્સી પણ વધી રહી છે અને પોલ્યુશન ઘટી રહ્યું છે. સેડાનની સરખામણીએ હેચબેક કાર્સ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે અને ભારતમાં તેનું વેચાણ પણ વધારે થઇ રહ્યું છે. ભારતમાં હેચબેક કાર્સનું માર્કેટ 50 ટકાની આસપાસ છે, જેમાં અલ્ટો, વેગનઆર, હુન્ડાઇ ઇઓન, સ્વિફ્ટ, આઇ20, માઇક્રા અને પુન્ટો ઇવો વધારે વેચાણ કરી રહી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં તેને વિવિધ સેગ્મેન્ટ સાથે તેની લંબાઇ જણાવવામાં આવી છે, ઉપરાંત તેની કિંમત અંગે પણ જણાવવામાં આવ્યું છે. જે અહીં નીચે દર્શાવવામાં આવ્યું છે.

કાર સેગ્મેન્ટ
A1- 3400એમએમ કરતા વધુ( કારની લંબાઇ)
A2- 3401થી 4000એમએમ( કારની લંબાઇ)
A3- 4001થી 4500એમએમ( કારની લંબાઇ)
A4- 4501થી 4700એમએમ( કારની લંબાઇ)
A5- 4701થી 5000એમએમ( કારની લંબાઇ)
A6- 5000એમએમ કરતા વધુ( કારની લંબાઇ)
B1- વાન
B2- એમયુવી-એમપીવી

કિંમત અનુસાર કાર સેગ્મેન્ટ
A- હેચબેક્સ 3.5 લાખ કરતા ઓછી કિંમત
A1- હેચબેક્સ 6 લાખ કરતા ઓછી કિંમત
A2- 6થી7.5 લાખની વચ્ચે
B1- વાન
B2- એમયુવી-એમપીવી
C1- સેડાન 8 લાખ કરતા ઓછી
C2- સેડાન 9.5 લાખ કરતા ઓછી
D1- સેડાન 15 લાખ કરતા ઓછી
D2- સેડાન 25 લાખ કરતા ઓછી
એસયુવી

English summary
indian auto industry with different segments
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X