For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે, કાવાસાકીની આ શાનદાર બાઇક ઝેડ 1000

By Super
|
Google Oneindia Gujarati News

સ્પોર્ટ બાઇક લવર્સ માટે શુભ સમાચાર છે, જીં હા, ભારતીય બજારમાં એકથી એક શાનદાર બાઇક્સને રજૂ કરનારી જાપાનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની કાવાસાકી દેશમાં વધુ એક શાનદાર સ્પોર્ટ બાઇકને રજૂ કરવા જઇ રહી છે. જેમકે હાલ દેશમાં હેવી સીસીની ક્ષમતાની બાઇકનું ચલણ વધી રહ્યું છે કંપની તેને ધ્યાનમાં રાખીને આ બાઇકને રજૂ કરવા જઇ રહી છે.

kawasakiz1000indialaunchdate1
કાવાસાકી પોતાની આ બાઇક ઝેડ 1000ને ડિસેમ્બર 23એ રજૂ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કંપનનીએ આ બાઇકને એકમા મોટર શો ઇટલીમાં રજૂ કરી હતી. આ ઉપરાંત આ બાઇકને જાપાની સુગોમી ડિઝાઇનના આધારે તૈયાર કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકને શાનદાર લૂક પ્રદાન કર્યો છે.

બાઇકમા નેક્ડ લૂકની સાથે જ એલઇડીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે બાઇકને વધુ શાનદાર બનાવે છે. કંપનીએ આ બાઇકમાં 17 લીટરની ફ્યૂલ ટેન્કને સામેલ કરી છે, જે બાઇકને લાર્જલ લૂક પ્રદાન કરે છે. જેના કારણે બાઇકનું વજન લગભગ 3 કેજી સુધી વધી જાય છે.

આ ઉપરાંત કાવાસાકી ઝેડ 1000માં કંનપીએ એબીએસ ટેક્નોલોજીને પણ સામેલ કરી છે, જે તેને વધુ ખાસ બનાવે છે. જેવુ અમે તમને જણાવ્યું છે કે, આ એક હેવી સીસીના એન્જીનની બાઇક છે. કંપનીએ કાવાસાકી ઝેડ 1000માં 1043 સીસીની ક્ષમતાના શાનદાર એન્જીનનો પ્રયોગ કર્યો છે.

બીજી તરફ 4 સિલેન્ડર યુક્ત એન્જીન બાઇકના દમદાર 140 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. કંપનીએ નવી કાવાસાકી ઝેડ 1000ની બુકિંગ શરૂ કરવામાં આવી છે. જો કે, આ બાઇકની વાસ્તવિક કિંમત લોન્ચ થયા બાદ જ જાણવા મળશે, જો કે જાણકારોનું માનવું છે કે આ બાઇકની કિંમત લગભગ 13થી 14 લાખ રૂપિયા વચ્ચે હશે.

English summary
2014 Kawasaki Z1000, the naked sports bike based on the liter class Ninja will be launched in India on December 23, as announced by the Japanese two wheeler manufacturer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X