For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020 કાવાસાકી Z900 BS-6 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

2020 કાવાસાકી Z900 BS-6 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

|
Google Oneindia Gujarati News

કાવાસાકીએ ક્રિસમસના અવસરે ભારતીય ગ્રાહકો માટે કાવાસાકી Z900ને બીએસ-6 એન્જિન સાથે લોન્ચ કર્યું છે. 2020 કાવાસાકી Z900 BS-6 ભારતમાં લોન્ચ થઈ ચૂક્યુ છે. નવા કાવાસાકી Z900ની એક્સ શો રૂમ પ્રાઈઝ 8.50 લાખ છે. તેના જૂના મોડેલની એક્સ શો રૂમ પ્રાઈસ 7.69 લાખ રૂપિયા છે. નવા કાવાસાકી Z900ની કિંમતમાં લગભગ 90,000 રૂપિયાનો વધારો થયો છે.

કાવાસાકી Z900 BS-6

કાવાસાકી Z900 BS-6

કાવાસાકી Z900 BS-6ને ઘણી બાબતે અપગ્રેડ કરાયું છે, પરિણામે તેની કિંમત વધી છે. બાઈકમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ લગાવાઈ છે, સાથે જ એન્જિનને BS-6 અપડેટ કરાયું છે.

રાઈડિંગ મોડ

રાઈડિંગ મોડ

કાવાસાકી Z900 BS-6માં ચાર રાઈડિંગ મોડ (સ્પોર્ટ, રેન, રોડ, મેન્યુઅલ) ત્રણ સ્તરનું ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને 2 પાવર મોડ મૂકવામાં આવ્યા છે. જૂના મોડેલની સામે નવા મોડેલમાં નવી LED હેડલાઈટ અને 4.3 ઈંચનું ટીએફટી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર લગાવાયું છે.

સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સિસ્ટમ

સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સિસ્ટમ

સાથે જ કાવાસાકી Z900 BS-6માં કાવાસાકી રાઈડિયોલૉડી એપ દ્વારા સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. આ નવા વર્ઝનને બે નવા રંગ મેટેલિક ગ્રેફાઈટ ગ્રે / મેટાલિક સ્પાર્ક બ્લેક અને મેટાલિક સ્પાર્ક બ્લેક/ મેટાલિક ફ્લેટ સ્પાર્ક બ્લેકમાં રજૂ કરાયું છે.

પાવર આઉટપૂટ પણ બદલાયા

પાવર આઉટપૂટ પણ બદલાયા

કાવાસાકી Z900ને BS-6 માપદંડ આધારે અપગ્રેડ કરાયું છે, જેના કારણે તેના પાવર આઉટપૂટ પણ બદલાયા છે. તેમાં 948 સીસી એન્જિન લગાવાયું છે, જે 121 બીએચપી પાવર અને 98.6 ન્યૂટન મીટરનો ટોર્ક આપે છે.

6 સ્પીડ ગિયરબોક્સ

6 સ્પીડ ગિયરબોક્સ

તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ, સ્લિપ, અસ્સિસ્ટ ક્લચ સાથે લગાવાયા છે. જો કે નવી કાવાસાકી Z900 BS-6માં બ્રેકિંગ, સસ્પેન્સન વગેરે જૂના મોડેલ જેવા જ રખાયા છે.

પહેલું મોડેલ

પહેલું મોડેલ

આ નવા મોડેલમાં કંપનીએ નવા ટાયર આપ્યા છે. આ ઉપરાંત કાવાસાકી Z900માં કોઈ પરિવર્તન નથી કરાયા. આ બાઈક કંપનીનું ભારતમાં BS-6માં પહેલું મોડેલ છે.

કિંમત

કિંમત

2020 કાવાસાકી Z900 BS-6ના ટોપ મેડેલની કિંમત એક્સ શો રૂમ 9 લાખ રૂપિયા છે. કંપની ટૂંક સમયમાં અન્ય મોડેલમાં પણ BS-6 વર્ઝન લોન્ચ કરી શકે છે.

અમારા વિચાર

અમારા વિચાર

કાવાસાકી Z900 BS-6ને ભારતમાં લોન્ચ કરી દેવાયું છે. ભારતીય માર્કેટમાં કંપનીનું પહેલું BS-6 બાઈક સુઝુકી GSX-S750, ટ્રમ્ફ સ્ટ્રીટ ટ્રિપલ જેવા વાહનોને ટક્કર આપી રહ્યું છે.

નવેમ્બર મહિનો મારૂતિ સુઝુકીને ફળ્યો: સ્વિફ્ટ અને બલેનોનું વેચાણ સૌથી વધુનવેમ્બર મહિનો મારૂતિ સુઝુકીને ફળ્યો: સ્વિફ્ટ અને બલેનોનું વેચાણ સૌથી વધુ

English summary
Kawasaki z900 bs6 know the price and features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X